4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jan 10, 2016

Notepad Menu

આપણે આગળની પોસ્ટમા Notepad મા Edit menu ની સમજ મેળવી આજે આપણે Notepad  ના બાકીના ત્રણ મેનુ Format,View અને Help menu  ની સમજ મેળવીસુ
ત્રીજા નમ્બર નુ મેનુ Format menu

Foemat Menu ની મદદથી ફોરમેટીંગ એટલે કે અક્ષર નુ ફોરમેટીંગ કરી શકાય છે.
Format મેનુના સબમેનુ નીચે મુજબ છે.

1.Word Wrap ફોરમેટ મેનુના આ વર્ડ રેપ મેનુ પર ક્લિક કરવાથી લખાણ કે ટેક્ષ્ટ એંટર આપ્યા વગર જ ઓટો મેટીક નીચેની લાઇન મા આવી જાય છે જેથી દર વખતે લાઇન પુરી થતા એંટર આપવાની જરૂર રહેતી નથી

2.Font:  આ મેનુની મદદથી ફોંટમા સુધારા વધારા કરી શકાય છે આ મેનુ પર ક્લિક કરતા એક ડાયલોગ બોક્ષ ખુલસે જેમા Font ઓપસન માથી અલગ અલગ ફોંટ ચેંજ કરી શકાય છે અને આપણી પસંદગીના ફોંટ રાખી શકાય છે તમારે જે ફોંટ રાખવા હોય તે તમારા પીસીમા હોવા જરૂરી છે ત્યારબાદ Font Style: ઓપ્સનમાથી અલગ અલગ ફોંટ સ્ટાઇલ રાખા શકાય છે.અને Size ના ઓપ્સનથી ફોંટ ની સાઇઝ જેટલી રાખવી હોય તેટલી રાખી સકાય છે. છેલ્લે OK આપવુ વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

ચોથા નમ્બર નુ મેનુ View menu

View menu ની મદદથી Notepad ના View મા ફેરફાર કરી શકાય છે.
View menu ના સબમેનુ નીચેમુજબ છે.

1.Status Bar  આ મેનુ પર ક્લિક કરતા Notepad મા નીચે સ્ટેટસ બાર મા લાઇન નમ્બર અને તમે ટાઇપ કરેલ અક્ષરોનુ કાઉંટ એટલે કે ગણતરી બતાવે છે

પાંચમા નમ્બર નુ મેનુ Help menu

Help menu ની મદદથી Notepad વિશેની વિવિધ પ્રકારની મદદ મેળવી શકાય છે.

 Help menu ના સબમેનુ નીચે મુજબ છે.

1.View Help આ મેનુની મદદથી નોટપેડ વિશેની તમામ પ્રકારની મદદ મેળવી શકાય છે આ મેનુ પર ક્લિક કરતાજ એક ડાયલોગ બોક્ષ ખુલશે જેમા જેના વિશે મદદ મેળવવી હોય તેના પર ક્લિક્ કરતાજ તે વિશે મદદ મેળવી શકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

2.About Notepad આ મેનુ ની મદદથી Notepad વિશે માહિતી મળે છે આ મેનુ પર ક્લિક કરતા એક ડાયલોગ બોક્ષ ખુલેસે જેમા ઓપરેટીંગ સિસ્ટમ કઇ છે તે તેમજ Notepad નુ વર્ઝન કયુ છે તેની માહિતી હોય છે

અહિ Notepad ની સમજ અને Notepad ના વિવિધ મેનુની સમજુતી પુરી થાય છે આમા Notepad ની તમામ માહિતી લગભગ આવા જાય છે
આશા છે કે આપને Notepad બરાબર સમજાઇ ગયુ હસે

આભાર 

No comments:

Post a Comment