અગાઉની પોસ્ટમા આપણે Paint ચાલુ કેમ કરવુ તેની માહિતી મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો આજે આપણે Paint ટાઇટલ બારમા રહેલા આઇકોન ની માહિતી મેળવિસુ
Paint ટાઇટલ બારમા એક પેઇન્ટ નો સિમ્બોલ હોય છે જેના પર ક્લિક કરવાથી વિવિધ કન્ટ્રોલમેનુ ખુલે સે જેવાકે
Restore: Paint ને ડીફોલ્ટ સાઇઝમા લાવવામાટે
Move: Paint ને ઇચ્છિત જગ્યાએ ફેરવવા માટે
Size: Paintની સાઇઝ વધુ કે ઓછી કરવા માટે
-Minimize: Paint ને મીનીમાઇઝ કરવા માટે
o Maximize: Paint ને મેક્ષીમાઇઝ કરવા એટલે કે ફુલ સાઇઝ મા જોવા માટે
Close Alt+F4: Paintને બંધ કરવા માટે
Paint ટાઇટલ બારમા એક પેઇન્ટનો સિમ્બોલ હોય જેની બાજુમા 6 આવો સિમ્બોલ હસે જેના પર ક્લિક કરીને ટાઇટલ બારની અંદર આપણે જે જોઇતા હોય તે આઇકોન ઉમેરી શકાય છે જુઓ નીચેનુ ચિત્ર
બિજા નમ્બરનુ મેનુ ફાઇલ મેનુ
Paint મા ફાઇલ મેનુ માટે Home ની બાજુમા 36 આવો સિમ્બોલ હસે જે ફાઇલ મેનુનુ કાર્ય કરે છે જેના પર ક્લિક કરવાથી અલગ અલગ સબમેનુ ખુલેસે
File Menu ના સબમેનુ નીચે મુજબ છે કુલ 11 છે
1.New:આ મેનુનો ઉપયોગ નવી ફાઇલ બનાવવા માટે થાય છે તેની સોર્ટ કટ કી Ctrl+N છે
2.Open :આ મેનુનો ઉપયોગ Paint મા અગાઉ બનાવેલી કોઇ તૈયાર ફાઇલ ને ખોલવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+O છે
3.Save :આ મેનુનો ઉપયોગ ફાઇલને સેવ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+S છે
4.Save As: આ મેનુનો ઉપયોગ જે ફાઇલ ખુલેલી છે તેજ ફાઇલ ને એકવાર સેવ કર્યા બાદ બીજીવાર બિજા નામથી સેવ કરવા માટે થાય છે
5.Print: આ મેનુનો ઉપયોગ ફાઇલને પ્રિંટ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+P છે
6.From Scanner Or Camera: આ મેનુનો ઉપયોગ તમારા કોમ્પ્યુટર સાથે જોડેલા સ્કેનર કે કેમેરામાથી ચિત્ર કે કાગળને સ્કેન કરી કોમ્પ્યુટરમા કે Paint મા લેવા માટે થાય છે જુઓ વધુ માહિતી માટે નીચેનુ ચિત્ર
7. Send in e-mail: આ મેનુની મદદથી ફાઇલને કે ચિત્રને મેઇલ કરી શકાય છે.
8.Set As Desktop Brekground: આ મેનુના ઉપયોગથી તમે દોરેલ ચિત્રને કોમ્પ્યુટરના ડેસ્ક્ટોપના બ્રેકગ્રાઉંડ તરીકે સેટ કરી શકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
9.Properties: આ મેનુથી આપણે દોરેલા ચિત્રની પ્રોપર્ટી જાણી સકિએ છીએ
જુઓ નીચેનુ ચિત્ર
8.Set As Desktop Brekground: આ મેનુના ઉપયોગથી તમે દોરેલ ચિત્રને કોમ્પ્યુટરના ડેસ્ક્ટોપના બ્રેકગ્રાઉંડ તરીકે સેટ કરી શકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
9.Properties: આ મેનુથી આપણે દોરેલા ચિત્રની પ્રોપર્ટી જાણી સકિએ છીએ
જુઓ નીચેનુ ચિત્ર
10.About Paint : આ મેનુ પર ક્લિક કરવાથી Paint વિષેની માહિતી મળે છે જેમા ઓપરેટીંગ સિસ્ટમ તેમજ Paint નુ ક્યુ વર્ઝન છે તેની માહિતી મળે છે
11.Exit: આ મેનુનો ઉપયોગ Paint માથી બહાર નીકળવા માટે થાય છે જો તમે ફાઇલ સેવ નહિ કરી હોય તો અહિ તમને સેવ કરવી છે કે નહિ તેની માહિતી પુછે છે જેની સોર્ટ કટ કી Alt+F4 છે.
હવે પછીની પોસ્ટમા બાકિના બે મેનુની માહિતી મેળવસુ
આભાર
હવે પછીની પોસ્ટમા બાકિના બે મેનુની માહિતી મેળવસુ
આભાર
No comments:
Post a Comment