આજે
આપણે Windows-7 મા Microsoft Office PowerPoint 2007 કેવી
રીતે સ્ટાર્ટ કરવુ તેની માહિતી તેમજ ઓફિસ બટન,હોમ,ઇન્સર્ટ
અને ડિઝાઇન મેનુની સમજ મેળવિએ
Windows-7 મા Microsoft Office PowerPoint 2007 ચાલુ
કરવા માટેની રીત નીચે મુજબ છે
(1). સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો
(2). જેમા All Programs પર
ક્લિક કરો
(3). All Programs ની
અન્દર Microsoft
Office પર ક્લિક કરો
(4). તેમા Microsoft Office PowerPoint 2007 પર
ક્લિક કરો
એટલે Microsoft Office PowerPoint 2007 સ્ટાર્ટ
થઇ જસે
વધુ માહિતી માટે જુઓ
નીચેના ચિત્રો
ચિત્ર ન.1
ચિત્ર ન.2
ચિત્ર ન.3
MS Office PowerPoint 2007 ના
વિવિધ મેનુ વિસે સમજ
MS Office PowerPoint 2007 મા
કુલ ઓફિસ બટન સહિત 8 menu છે
1.Office Button
2.Home
3. Insert
4.Design
5.Animation
6.Slide Show
7.Review
8. View
1.Office Button ની સમજ
તેમજ સબ મેનુ
Office Button નવી
ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ
કરવા ,ફાઇલ ને પરીંટ કરવા તેમજ Ms PowerPoint 2007 માથી
બહાર નીકળવા થાય છે
Office Button ની
સમજ માટે ચિત્ર ન.1
1.ઓફિસ બટ્ટન મેનુના વિવિધ સબમેનુ ની
સમજ
ફાઇલ મેનુના કુલ 9 સબમેનુ
છે
(1.)New: આ
મેનુનો ઉપયોગ નવી ફાઇલ બનાવવા માટે થાય છે તેની સોર્ટ કટ કી Ctrl+N છે
. જુઓ નીચેનુ ચિત્ર
(2.)Open: આ મેનુનો ઉપયોગ ms PowerPoint 2007 મા
અગાઉ બનાવેલી કોઇ તૈયાર ફાઇલ ને ખોલવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+O છે
(3.)Save: આ મેનુનો
ઉપયોગ ફાઇલને સેવ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+S છે
(4.)Save As: આ મેનુનો ઉપયોગ જે ફાઇલ ખુલેલી છે તેજ ફાઇલ ને એકવાર સેવ કર્યા બાદ બીજીવાર બિજા નામથી સેવ કરવા માટે થાય છે તેમજ આ ફાઇલને જુદા જુદા ફોરમેટમા અને પીડીએફ ફોરમેટમા સેવ કરવા માટે થાય છે.
(5.)Print આ
મેનુનો ઉપયોગ ફાઇલને પ્રિંટ કરવા માટે થાય છે તેમજ પ્રીંટ પ્રિવ્યુ જોવા અને
ડાયરેક્ટ પ્રીંટ કરવા માટે થાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+P છે.
(6.)Prepare: આ
મેનુની મદદથી ડોક્યુમેંટ પ્રીપેર કરી સકાય છે તેની પ્રોપર્ટી જાણી સકાય છે. વધુ
માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
(7.)Sent: આ મેનુ ની
મદદથી ફાઇલ વિવિધ રીતે મોકલી સકાય છે જેમકે mail, Fax, DeskTop ,Folder વગેરે
જ્ગ્યાએ મોક્લી શકાય છે
(8.)Publish: આ
મેનુની મદદથી સ્લાઇડ કે પ્રેઝ્ંટેશનની CD કેસેટ તરીકે સેવ
કરી સકાય છે તેમજ સ્લાઇડ લાઇબેરીમા પબ્લિસ કરી સકાય છે તેમજ ડોક્યુમેંટ સર્વર
મેનેજમેંટ તરીકે સેવ કરી સકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
(9.)Close: આ મેનુ નો
ઉપયોગ ms PowerPoint 2007 ની
ખુલેલી ફાઇલ્ બન્ધ કરવા માટે થાય છે આ મેનુ થી માત્રે ફાઇલ બન્ધ થાય છે ms PowerPoint 2007 નહિ
.
2.Home Menu ની
સમજ
Home Menu ની
મદદથી કોપી,પેસ્ટ,ફોંટ સાઇઝ ,સ્ટાઇલ.લખાણ વચ્ચે,જમણી કે ડાબી બાજુ તેમજ અક્ષરો
બોલ્ડ,ઇટાલીક કે અંડર લાઇન તેમજ જરૂરી બેજિક સેટીંગ હોય છે
જેમા કુલ છ ભાગ છે આ છ વિભાગ કે સબમેનુ ની સમજ નીચે મુજબ છે.
(1) Clipboard: આ
વિભાગની મદદથી Copy,Paste,Cut ane Format Painter જેવા
કાર્યો કરી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
(2) Slides: આ સબમેનુની મદદથી નવી સ્લાઇડ
ઉમેરી સકાય છે ઉમેરેલી સ્લાઇડ ડીલીટ કરી સકાય છે સ્લાઇડનુ લે આઉટ સેટ કરી સકાય છે
તેમજ સ્લાઇડ સેટીંગ રિસેટ કરી સકાય છે.
(3)Font: આ
સબમેનુની મદદથી ફોંટની સાઇઝ, ફોંટ
ચેંઝ કરવા ફોંટ બોલ્ડ,ઇટાલિક,અંડરલાઇન તેમજ ફોંટ કલર તેમજ ફોર્મેટીંગ દુર કરવા અક્ષર પડછાયો ઉમેરવા અક્ષરો વચ્ચે
જ્ગ્યા રાખવા તેમજ ફોંટ ના મોટા કરવા વગેરે સુધારા વધારા કે ફેરફાર કરી સકાય છે
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
(4)Paragraph: હોમ મેનુના આ સબમેનુની મદદથી ડાબી
બાજુ જમણી બાજુ તેમજ વચ્ચે લખાણ લખવા તથા ગોઠવવા માટેના સિમ્બોલ હોય છે તેમજ
બુલેટ્સ & નંબર લાઇન વચ્ચેની જ્ગ્યા કોલમ ઉમેરવા લખાણ આડુ ઉભુ કે ત્રાંસુ કરવા
વગેરે માટેના સિમ્બોલ હોય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
(5)Drawing: આ
સબમેનુની મદદથી વિવિધ ભૌમિતિક આકારો ઉમેરી કે દોરી સકાય છે આકારો કે લખાણ ગોઠવી
સકાય છે તેમજ વિવિધ સ્ટાઇલ ઉમેરી સકાય છે આકારમા કલર સેટ કરી સકાય છે આકારની ફરતે
કલર સેટ કરી સકાય છે તથા આકારને વિવિધ ઇફેક્ટો આપી સકાય છે. વધુ માહિતી માટે જુઓ
નીચેનુ ચિત્ર
(7) Editing: આ સબમેનુ
ની મદદથી Find & Replesh ની મદદથી કોઇ લખાણ શોધી સકાય છે તેમજ ત્યા સિલેક્ટેડ લખાણ
કે સ્લાઇડ રિપ્લેશ કરી સકાય છે તેમજ Selectની મદદથી કોઇ ઓબ્જેક્ટ પાન કે આખુ લખાણ સિલેક્ટ કરી સકાય
છે.
3.Insert Menu
Insert menu ના નામ
પ્રમાણે સ્લાઇડમા વિવિધ ઓબ્જેક્ટ ઇન્સર્ટ કરી સકાય છે. જેમકે Tables,Picture,ClipArt , Shaps,Charts ,
Links,Header, Footer
Insert menuમા મુખ્યત્વે પાંચ ભાગ હોય છે.જેમા . આ
પાંચ ભાગની ચિત્ર સહિતની સમજુતી નીચે મુજબ છે.
(1)Tables: Insert menu નો આ
પ્રથમ ભાગ છે જેની મદદથી ટેબલ દોરીને ઇન્સર્ટ કરી સકાય છે
અને જેટલી જોઇએ તેટલી રો અને કોલમ મુજબ ટેબલ ઇન્સર્ટ કરી સકાય છે.
(2)Illustrations:Insert menu નો આ
બીજો ભાગ છે. જેની મદદથી સ્લાઇડમા પિક્સર એટલે ચિત્ર ,ક્લિપ આર્ટ ,વિવિધ ભૌમિતિક આકારો ,સ્માર્ટ આર્ટ ફોટો આલ્બમ તેમજ વિવિધ ચાર્ટ ઉમેરી
સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
(3)Links: Insert menu ના આ
ભાગની મદદથી ફાઇલમા હાયપર લિંક ઉમેરી સકાય છે. જેની મદદથી બે કે તેથી વધુ ફાઇલ જોડી
સકાય છે. તેમજ વિવિધ એક્સન સેટ કરી સકાય છે.
(4)Text: Insert menu ના આ ભાગની મદદથી લખાણ ફરતે
ટેક્ષ્ટબોક્ષ ઉમેરી સકાય છે.તથા વર્ડ આર્ટ તેમજ સ્લાઇડ નંબર તથા
હેડર અને ફૂટર અને વિવિધ ઓબ્જેક્ટ ઉમેરી સકાય છે. તેમજ વિવિધ સિમ્બોલ કે સ્પેસિયલ
કેરેક્ટર ઉમેરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
(5)Media Clips: Insert menu ના આ
ભાગની મદદથી સ્લાઇડમા વિવિધ મુવી Movie પર ક્લિક
કરીને ઉમેરી સકાય છે તથા વિવિધ ઓડિયો સાઉન્ડ પણ Sound પર
ક્લિક કરી ઉમેરી સકાય છે.
4.Design menu
Design menu ના
નામ પ્રમાણે સ્લાઇડ તેમજ પેજ આડુ કે ઉભુ પેજનુ બેકગ્રાઉંડ તેમજ સ્લાઇડ થીમ અને
ડિઝાઇન ને લગતા સેટીંગ હોય છે. Design menu મા
મુખ્યત્વે ત્રણ ભાગ હોય આ ત્રણ ભાગની ચિત્ર સહિતની સમજુતી નીચે મુજબ છે.
(1)Page Setup: આ પ્રથમ
ભાગની મદદથી પેજનુ સેટીંગ કરી સકાય છે જેમા પેજને આડુ(Landscape) કે ઉભુ (Portal) તેમજ સ્લાઇડ આડી(Landscape) કે ઉભી(Portal) સેટ કરી સકાય છે.
(2)Themes: ડિઝાઇન મેનુના આ બીજા ભાગની મદદથી
વિવિધ Themes ઉમેરી
સકાય છે. તેમજ વિવિધ થીમ કલર(Colors) સેટ
કરી સકાય છે,વિવિધ
ફોંટ(Fonts) સેટ કરી
સકાય છે તેમજ વિવિધ થીમ ઇફેક્ટ(Effects) આપી
સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
(3)Background: આ
ત્રીજા ભાગની મદદથી વિવિધ બ્રેક ગ્રાઉન્ડ સ્ટાઇલ ઉમેરી સકાય છે તથા બ્રેક ગ્રાઉન્ડ
ગ્રાફિક હાઇડ કે અનહાઇડ કરી સકાય છે.
આભાર
No comments:
Post a Comment