4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Oct 10, 2016

Ms Office Outlook 2007 menu part -2

આપણે અગાઉની પોસ્ટમા MS Office Outlook 2007 ની સમજ અને File,Edite, અને View મેનુની સમજ મેળવી આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો 

આજે આપણે બાકીના ચાર મેનુ Go,Tools,Action અને Help મેનુની સમજ મેળવિશુ 


 Go મેનુની સમજ 
 Go menu ની મદદથી મેનુના નામ પ્રમાણે OutLookના વિવિધ વિભાગો પર જઇ સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર




Go Menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે.
1.Mail: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Mail વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+1 છે. જેમા મેઇલ મોક્લી સકાય છે તેમજ આવેલ મેઇલ જોઇ સકાય છે.
2.Calender: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Calender વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+2 છે. જેમા કેલેંડર જોઇ સકાય છે.
3.Contacts: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Contacts વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+3 છે. જેમા કોંટેક્ટ ઉમેરી સકાય છે.

4.Task: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Task વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+4 છે. જેમા વિવિધ ટાસ્ક બનાવી સકાય છે.
5.Notas: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Notas વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+5 છે. જેમા નોન્ધ ઉમેરી સકાય છે કે લખી સકાય છે.
6.Folder List: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Folder List વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+6 છે. જેમા બધા ફોલ્ડર જોઇ સકાય છે. જે તે ફોલ્ડર પર જઇ સકાય છે .
7.Shortcut: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Shortcut વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+7 છે. જેમા નવુ ગ્રુપ બનાવી સકાય છે. અને નવુ સોર્ટ કટ બનાવી સકાય છે.


8.Journal: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Journal વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+8 છે. જેમા વિવિધ વ્યુ મુજબ સોર્ટીંગ કરી સકાય છે.
9.Folder:  Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Folder વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+Yછે. જેમા જે તે ફોલ્ડર પર જઇ સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર




Tools મેનુની સમજ 
Tools menu ની મદદથી વિવિધ ટૂલ્સ નો ઉપયોગ કરીને વિવિધ કાર્ય કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


Tools menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
1.Send/Receive: Tools menu ના આ સબમેનુની મદદથી લખાણ કે ફાઇલ સેન્ડ કરી સકાય છે કે ફાઇલ રિસીવ કરી સકાય છે.

2.Instant Search: Tools menu ના આ સબમેનુની મદદથી વિવિધ લખાણ કે ફાઇલ તેમજ વિવિધ ટાસ્ક શોધી સકાય છે તથા વિવિધ સર્ચ ઓપ્સનનો ઉપયોગ કરી સકાય છે.

3.Addresh Book: Tools menu ના આ સબમેનુની મદદથી Addresh Book બનાવી સકાય છે. અને જો અગાઉ બનાવેલી હોય તો તેને ઓપન કરી સકાય છે તેમજ નવી એંટરી ઉમેરી કે ડીલીટ કરી સકાય છે.જેની સોર્ટ કટ કી Ctrl+Shift+B છે. જુઓ નીચેનુ ચિત્ર


4.Oraganize :Tools menu ના આ સબમેનુની મદદથી OutLook 2007 મા Oraganize નુ એક ટૂલ ઉમેરી સકાય છે. અને તેને રીમુવ પણ કરી સકાય છે.

5.MailBox Clenup:Tools menu ના આ સબમેનુની મદદથી Mailbox ને ક્લીન અપ કરી સકાય છે એટલે કે મેઇલ બોક્ષમા રહેલ તમામ મેસેઝ ડીલીટ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


6.Empty Deleted Iteam Folder: Tools menu ના આ સબમેનુની મદદથી  Deleted Iteam નામનુ ફોલ્ડર ખાલી કરી સકાય છે.
7.Forms: Tools menu ના આ સબમેનુની મદદથી વિવિધ ફોર્મ સિલેક્ટ કરી સકાય છે તેમજ તેને એડ પણ કરી સકાય છે.
8.Macro : Tools menu ના આ સબમેનુની મદદથી નાનો પ્રોગ્રામ બનાવી સકાય છે તેને રીકોર્ડ કરી સકાય છે તેમજ એડીટ પણ કરી સકાય છે .
 9.Account Settings: Tools menu ના આ સબમેનુની મદદથી તમારૂ ઇ-મેઇલ એદ્રેસ એડ કરી સકાય છે આ માટે જરૂરી ઓપ્સન સિલેક્ટ કરી નેક્ષ્ટ આપો અને જરૂરી વિગતો ભરો અને ફિનિશ પર ક્લિક કરો એટલે તમારૂ મેઇલ એદ્રેસ એડ થઇ જસે. પરંતુ આ માટે તમારા કોમ્પ્યુટર કે લેપટોપમા નેટ કનેક્ટ હોવુ જરૂરી છે .

10.Trust Center: Tools menu ના આ સબમેનુની મદદથી વિવિધ સેટીંગ કરી સકાય છે જેમકે એડ ઇંસ ઉમેરવા પ્રાયવેસી સેટીંગ મેક્રો સિક્યુરીટી સેટીંગ પ્રાગ્રામ સેટીંગ ડાઉનલોડ સેટીંગ વગેરે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


11.Customize : Tools menu ના આ સબમેનુની મદદથી વિવિધ ટૂલ બારને ઉમેરી સકાય છે


12.Option : Tools menu ના આ સબમેનુની મદદથી વિવિધ સેટીંગસ કરી સકાય છે તેમજ તમામ પ્રકારના Mail ને લગતા ઓપ્સન અહિથી જોઇ સકાય છે


Action menu ની સમજ 
Action menu  ની મદદથી વિવિધ એક્સન ફોલોવ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર

Action menu  ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
1.New Task: Action Menu ના આ સબમેનુની મદદથી નવો ટાસ્ક કે રિમાઇંડર સેટ કરી સકાય છે.
2.Follow Up: Action menu  ના આ સબમેનુની મદદથી Follow Up ની માહીતી જોઇ સકાય છે.
3.Categorize: Action menu  ના આ સબમેનુની મદદથી વિવિધ કેટેગરી વાઇઝ ટાસ્ક અને મેઇલ તેમજ અન્ય વિગતો જોઇ સકાય છે કે ગોઠવી સકાય છે.

4.Save Task Order: Action menu  ના આ સબમેનુની મદદથી ટાસ્ક ઓર્ડરને સેવ કરી સકાય છે.
5.Forward: Action menu  ના આ સબમેનુની મદદથી Task,Mail,વગેરેને ફોરવર્ડ કરી સકાય છે . જેની સોર્ટ કટ કી Ctrl+F છે.


Help Menu ની સમજ 
 Help Menuની મદદથી વિવિધ પ્રકારની મદદ મેળવી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


 Help Menuના સબમેનુ નીચે મુજબ છે.
1.Microsoft Office OutLook Help: આ મેનુથી ઓફિસ આટલુક વિશેની મદદ મેળવી સકાય છે  જેની સોર્ટ કટ કી F1 છે.

2.Microsoft Office Online: આ ઓપસનની મદદથી ઓફિસ આઉટલુક વિષે ઓનલાઇન મદદ મેળવી સકાય છે. પરંતુ આ માટે નેટ કનેક્ટ હોવુ જરૂરી છે.

3.Contact Us: આ મેનુની મદદથી ઓફિસ આઉટલુક લોંચ કમ્પની સાથે કોંટેક્ટ કરી સકાય છે.

4.Check For Update: આ ઓપસનની મદદથી OutLook  ક્યારે અપડેટ થયુ છે અને કયારે અપડેટ કરવામા આવસે તેની મદદ મેળવી સકાય છે.

5.Disabled Items: આ મેનુની મદદથી આઉટલુક મા કોઇ વિગત કે આઇટમ ડિસેબલ કરેલ છે કે કેમ તે જાણી સકાય છે અને આ ડિસેબલ કરેલ વિગત ને ઇનેબલ કરી સકાય છે.



6.Office Diagnostics: આ મેનુની મદદથી ઓફીસ ડાયગ્નોસીસ ને ચાલુ કરી સકાય છે અને તેની મદદથી કોઇ આવેલ પ્રોબ્લેમ્સને સોલ કરી સકાય છે.

7.Active Product: આ ઓપસનની મદદથી હાલમા OutLook 2007 નુ કયુ વર્ઝન એકિટવ છે તે જોઇ સકાય છે.
8.Privacy Option: આ મેનુની મદદથી વિવિધ પ્રાયવેસી સેટીંગ કરી સકાય છે અને વિવિધ સિક્યુરીટી ઓપ્સન સેટ કરી સકાય છે.

9.About Microsoft Office OutLook: આ ઓપસનની મદદથી OutLook 2007 વિષેની સમ્પુર્ણ માહિતી મેળવી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર

અહિ ms office 2007 અને Ms Office OutLook 2007 ના બધા મેનુની સમજ પુર્ણ થાય છે આશા છે કે આપને ખ્યાલ આવી ગ્યો હસે આમ છતા કોઇ પ્રસ્ન હોય તો આપ કોમેંટ દ્વારા પુછી સકો છો.

આભાર

No comments:

Post a Comment