4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Apr 2, 2017

Adobe Photoshop Edite menu

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા ફોટો શોપમા ફાઇલ મેનુની સમજ મેળવી આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો

 આજે આપણે Adobe Photoshop નુ બિજા નમ્બર નુ મેનુ એટલે Edit menu ની સમજ મેળવીસુ
Edit menu ની મદદથી Adobe Photoshopમા Editing  એટલે કે સુધારા વધારા કરી શકાય છે .


Edit menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
Edit Menuના કુલ 23 સબમેનુ છે જેની સમજ નીચે મુજબ છે.

1.Undoજેની મદદથી છેલ્લે કરેલ અસર નાબુદ કરી શકાય છે લખતા લખતા કોઇ ભુલ થઇ હોય કે ફોટો એડીટ કરતા કોઇ ભુલ થઇ હોય તો છેલ્લેથી એક પછી એક Undo થી નાબુદ કરી શકાય છે જેની સોર્ટ કટ કી Ctrl+Z છે



2.Step Forword: આની મદદથી છેલ્લે કરેલા Undo ની અસર એક પછી એક સ્ટેપ ફોરવર્ડ કરી સકાય છે જેની શોર્ટ કટ કી Shift+ctrl+Z છે.

3.Step Backword: આની મદદથી છેલ્લે કરેલા Undo ની અસર એક પછી એક સ્ટેપ બેકવર્ડ  કરી સકાય છે એટલે કે એક પછી એક સ્ટેપ પાછળ જઇ સકાય છે. જેની શોર્ટ કટ કી Alt+ctrl+Z છે.

4.Fade: એડિટ મેનુના આ ઓપસનની મદદથી Fade Heding Brush ટૂલને ચાલુ કરી સકાય છે. જેની શોર્ટ કટ કી Shift+Ctrl+F  છે. આ ઓપ્સનના ઉપયોગ કરવા માટે Brush Tool સિલેક્ટ હોવુ જરૂરી છે.


5.Cut: Cut menu ની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કે ફોટો કટ કરી શકાય છે એટલે કે એક જગ્યાએથી ઉપાડી બીજી જગ્યાએ ખસેડી શકાય છે જેની સોર્ટ કટ કી Ctral+X છે .

6.Copy :  આ મેનુની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કે ફોટો કોપી કરી શકાય છે એટલે કે એક જગ્યાએથી કોપી કરી બીજી જગ્યાએ લઇ જઇ શકાય છે જેની સોર્ટ કટ કી Ctral+C છે

7.Copy merged :  આ મેનુની મદદથી એક્થી વધુ વખત ફોટો કોપી કરી શકાય છે અને આ કરેલ કોપી ને merge એટલે કે ભેગી કરીને બીજી જગ્યાએ લઇ જઇ શકાય છે જેની સોર્ટ કટ કી Shift+Ctral+C છે.

8.Paste  આ મેનુની મદદથી કટ કરેલ લખાણ ફોટો  કે કોપી કરેલ લખાણ કે ફોટો  ને પેસ્ટ કરી સકાય છે એટલે કે કટ કે કોપી કરેલ લખાણ કે ફોટો બિજી જ્ગ્યાએ ખસેડી શકાય છે . જેની સોર્ટ કટ કી Ctrl+V છે.

9.Paste Into:  મેનુની મદદથી પેસ્ટ મેનુની જેમજ પેસ્ટ કરી શકાય છે પરંતુ આ ઓપસન થી પેસ્ટ આપણી મનપસંદ જ્ગ્યાએ કે સિલેક્ટ કરેલી જ્ગ્યા પર પેસ્ટ કરી સકાય છે. તેની શોર્ટ કટ કી Shift+Ctrl+V  છે.

10.Clear:  આ મેનુની મદદથી ફોટામા સિલેક્ટ કરેલ ભાગ ને દુર કરી સકાય છે. 

11.Check Spelling :આ મેનુ પર ક્લિક કરવાથી લખેલ લખાણમા રહેલ સ્પેલિંગ ભુલ ચેક કરી સકાય છે તેમજ સ્પેલિંગ ભુલ સુધારી સકાય છે.

12.Find and Replace Text: આ મેનુની મદદથી લખાણ કે ટેક્ષ્ટ માથી કોઇ શબ્દ વાક્ય કે અમુક લખાણ શોધી શકાય છે અને તે સબ્દ કે લખાણ ની જ્ગ્યાએ બીજુ લખાણ કે વાક્ય રિપ્લેસ કરી સકાય છે આ માટે તમારે જે લખાણ કે વાક્ય શોધવુ છે તે Find What ના ખાનામા લખો અને તેની જ્ગ્યાએ જે લખાણ લખવુ હોય તે Change To ના ખાનામા લખો અને find next કે Replace All પર ક્લિક કરો. જુઓ નીચેનુ ચિત્ર 

13.Fill:  આ મેનુની મદદથી ઓટોફીલ માટે વિવિધ તૈયાર પેટર્ન સિલેક્ટ કરી સકાય છે તેમજ જો આપની પાસે અગાઉ બનાવેલ કોઇ ફોટો હોય અને તેને આપ ઓટોફીલ કરવા માંગતા હોવ તો કસ્ટમ પેટર્ન ઓપ્સનની મદદથી તેને સિલેક્ટ કરી ફીલ કરી સકાય છે.આ માટે ટૂલબારમા પેટર્ન ટૂલ સિલેક્ટ કરેલ હોવુ જરૂરી છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

14.Stroke:  આ મેનુની મદદથી જે તે ફોટા ફરતે કે સિલેક્ટ કરેલ સિલેક્સન ફરતે વચ્ચે કે એક સાઇડ ફરતી વિવિધ કલરની બોર્ડર સેટ કરી સકાય છે આ માટે જેટલી જ્ગ્યામા આપ બોર્ડર મુકવા ઇચ્છો છો તેટલી જ્ગ્યા સિલેક્ટ કરવી જરૂરી છે. જુઓ નીચેનુ ચિત્ર

15.Free Transform:  આ મેનુનો ઉપયોગ તૈયાર કરેલ ફોટાને યોગ્ય રીતે ગોઠવવા માટે થાય છે. આ મેનુ પર ક્લિક કરી કી-બોર્ડના એરોની મદદથી ફોટાને વ્યવસ્થિત ગોઠવો અને ત્યારબાદ એંટર આપો કે ડબલ ક્લિક કરો . જેની શોર્ટ કટ કી Ctrl+T છે.

16.Transform: આ મેનુની મદદથી અને તેના વિવિધ સબમેનુની મદદથી ફોટાને Angle,Scale,Rotate,Skew ,Distrot તેમજ રોટેટ લેફ્ટ રાઇટ તેમજ 90 ,180 તેમજ આડો અને ઉભો ફેરવી સકાય છે.

17.Define Brush: આ મેનુની મદદથી તૈયાર કરેલ ફોટાને કે બનાવેલ ફોટાને Define Brush તરીકે ઉપયોગ કરી સકાય છે આ માટે બ્રસ ટૂલની મદદથી ફોટાના જેટલા ભાગને બ્રસ બનાવવુ છે તેટલો ભાગ સિલેક્ટ કરી આ મેનુ પર ક્લિક કરી ખુલતા ડાયલોગ બોક્ષમા યોગ્ય નામ આપી અને ઓકે પર ક્લિક કરવુ. જેથી બનાવેલ કે તૈયાર કરેલ ફોટો ડિફાઇન બ્રશ તરીકે સેવ થઇ જસે અને ડિફાઇન બ્રશ તરીકે ઉપયોગમા લઇ સકાસે.

18.Define Pattern: આ મેનુની મદદથી તૈયાર કરેલ ફોટાને કે બનાવેલ ફોટાને Define Pattern તરીકે ઉપયોગ કરી સકાય છે આ માટે પેટર્ન ટૂલ થી ફોટો કે ફોટાનો જે ભાગ પેટર્ન તરીકે રાખવા માંગતા હોઇએ તે સિલેક્ટ કરી આ મેનુ પર ક્લિક કરી ખુલતા ડાયલોગ બોક્ષમા યોગ્ય નામ આપી અને ઓકે પર ક્લિક કરવુ. જેથી બનાવેલ કે તૈયાર કરેલ ફોટો ડિફાઇન પેટર્ન તરીકે સેવ થઇ જસે અને જરૂર પડે ત્યારે ઓટોફિલ મા કસ્ટમ પેટર્ન માથી આ પેટર્ન સિલેક્ટ કરીને ઉપયોગ કરી સકાસે.

19.Define Custom Shape: આ મેનુની મદદથી સૌ પ્રથમ નવી ફાઇલ લઇ કસ્ટમ સેપ ટૂલના ઉપયોગથી આપને મન પસંદ આકાર દોરી  Define Custom shepe મેનુ પર ક્લિક કરતા  ખુલતા ડાયલોગ બોક્ષમા યોગ્ય નામ આપી અને ઓકે પર ક્લિક કરવુ. જેથી બનાવેલ કે તૈયાર કરેલ આકાર Shape તરીકે સેવ થઇ જસે અને Custom Shape તરીકે ઉપયોગમા લઇ સકાસે.

20.Purge: 
આ મેનુની મદદથી છેલ્લે કરેલ Undo, Clipbord ,History અને All જેવા સબમેનુ ની મદદથી છેલ્લી અસર કોપી કરેલ ક્લિપ બોર્ડ તેમજ હિસ્ટોરી અને ઉપરોક્ત તમામની અસર ને દુર કરી સકાય છે.

21.Color Settings: આ મેનુની મદદથી વિવિધ કલર સેટ કરી સકાય છે જેમા RGB કલર CMYK (પ્રીંટ માટે ) ,Gray વગેરે કેટલા પ્રમાણમા રાખવા છે તે સેટ કરી સકાય છે. જો આપને કલર સેટીંગ વિષે વધુ જાણકારી હોય તોજ આ મેનુમા ફેરફાર કરવો અન્યથા બાય ડિફોલ્ટ આમા ફેરફાર ન કરતા જેમ છે તેમ રહેવા દેવુ. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

22.Preset Manager: આ મેનુની મદદથી વિવિધ તૈયાર બ્રશ ,સ્ટાઇલ,પેટર્ન આકાર વગેરે જોઇ સકાય છે તેમજ તેને Load કરી સકાય છે તથા વિવિધ સ્ટાઇલ અને સાઇઝ મુજબ તેનો ઉપયોગ કરી સકાય છે . જુઓ નીચેનુ ચિત્ર

23.Preferences: આ મેનુની મદદથી વિવિધ પ્રફેરંસ જોઇ સકાય છે અને તેનો ઉપયોગ કરી સકાય છે તેમજ તેની સાઇઝ આકાર રંગ વગેરેમા ફેરફાર કરી સકાય છે આ મેનુના સબમેનુ નો ઉપયોગ કરી જનરલ માહિતીમા ફેરફાર ફાઇલના હેડીંગ ,ડિસ્પલે થતા કર્ઝર યુનિટ્સ રૂલસ તેમજ અન્ય માહિતી અને ઇમેજ મેમોરી અને કેપેસીટી જોઇ સકાય છે.તથા સેટીંગ ફેરફાર કરી સકાય છે. આ મેનુ ફોટો શોપના સેટીંગ વિષે હોય આપને પુરી જાણકારી હોય તોજ જરૂરી ફેરફાર કરવો નહિતર માત્ર માહિતી માટે જોઇ વધુ ફેરફાર ન કરવા વિનતી છે. 

અહિ Adobe Photoshop નુ Edit મેનુ પુરુ થાય છે આશા છે કે Adobe Photoshop નુ Edit મેનુઆપને પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે આમછતા કોઇ પ્રશ્ન હોય તો જણાવવા વિનંતી

આભાર 

No comments:

Post a Comment