4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Sep 24, 2017

Pen Drive & memory kard ne pc ni memory banavo

નમસ્કાર 
     વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટ્મા કોમ્પ્યુટર ના કી બોર્ડના શોર્ટ કટ ની માહિતી જોઇ તે પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો

આજે આપણે પેન ડ્રાઇવ કે મેમરી કાર્ડ્ને કોમ્પ્યુટર કે લેપટોપની રેમ તરીકે  કેવી રીતે ઉપયોગ કરી સકાય તેની માહિતી જોઇએ 
ઘણી વાર કોમ્પ્યુટર કે લેપટોપમા ઓછી રેમ ના કારણે કોમ્પ્યુટર કે લેપટોપ ની સ્પીડ ધીમી પડી જાય છે અથવા તો અમુક પ્રોગ્રામ ઇંસ્ટોલ થતા નથી આવી સમસ્યા ઉદભવે છે તો તેનો ઉપાય છે તમારૂ મેમરી કાર્ડ કે પેન ડ્રાઇવ 

તમારા મેમરી કાર્ડ કે પેનડ્રાઇવ ને કોમ્પ્યુટર કે લેપટોપની મેમરી બનાવી તેની સ્પીડ વધારી સકાય છે 
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે સાથે ચિત્ર પણ મુકેલ છે.

સ્ટેપ-1. સૌ પ્રથમ તો આપનુ મેમરી કે પેનડ્રાઇવ કોમ્પ્યુટર કે લેપટોપમા USB પોર્ટમા લગાવો અને મેમરી કે પેનડ્રાઇવ બતાવે તેના પર માઉસની Right ક્લિક કરો અને તમારૂ મેમરી કે પેનડ્રાઇવ Format કરો જો તેમા કોઇ અગત્યાના ડોક્યુમેંટ કે કોઇ જરૂરી ફાઇલ હોય તો તે ફોર્મેટ કરતા પહેલા અન્ય ડ્રાઇવ મા લઇ લેવા 
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 



સ્ટેપ-2. હવે મેમરી કે પેનડ્રાઇવ સમ્પુર્ણ ફોર્મેટ થઇ જાય ત્યારબાદ ફરી મેમરી કે પેનડ્રાઇવ પર Right ક્લિક કરો અને તેમા Propertise પર 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્ર 


સ્ટેપ-3. હવે જે મેમરી કે પેનડ્રાઇવની પ્રોપર્ટી ખુલી છે તેમા ઉપર જે વિવિધ ઓપસન દેખાય છે તેમાથી Readyboost પર ક્લિક કરો તેના પર ક્લિક કરતા તેમા જે ઓપસન દેખાસે તેમા Use This Device જ્યા લખેલુ છે તેની સામે એક ગોળ શુન્ય હસે તેના પર ક્લિક કરો હવે નીચે Apply પર ક્લિક કરો અને ત્યારબાદ છેલ્લે OK પર ક્લિક કરો જેથી તમારૂ મેમરી કાર્ડ કે પેનડ્રાઇવ રેમ બની જસે અને તે જ્યા સુધી કે જ્યારે જ્યારે કોમ્પ્યુટર કે લેપટોપમા લગાવસો ત્યારે તે કોમ્પ્યુટર મેમરી એટલે કે રેમ તરીકે ઉપયોગી થસે અને કોમ્પ્યુટર કે લેપટોપની સ્પીડ વધી જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 



આભાર 

Sep 15, 2017

Search BPL List in any village

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે કોઇ પણ ગામ કે શહેર ની BPL લીસ્ટ કેવી રીતે ઓનલાઇન જોઇ સકાય તેની માહિતી જોઇએ 

આ માટે સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

હવે ખુલેલી સાઇટમા તમારો જિલ્લો સિલેક્ટ કરો 
હવે જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારો તાલુકો સિલેક્ટ કરો 
તાલુકા બાદ તમારૂ ગામ સિલેક્ટ કરો 
જિલ્લો સિલેક્ટ કરતા જિલ્લાના તમામ તાલુકા બતાવસે જેમાથી જે તે તાલુકો સિલેક્ટ કરતા તમામ ગામ બતાવસે તેમાથી તમારૂ ગામ સિલેક્ટ કરવુ 

હવે સ્કોર 0 થી 20 કે 0થી16 અથવા 17થી20 લખો અને ત્યારબાદ છેલ્લે SUBMIT બટન પર ક્લિક કરો જેથી એક અલગ વિંડો ખુલસે જેમા ફેમીલી આઇડી અને નામ હસે નામ ઘરના વડાનુ હસે જે તે નામ સામેના ફેમીલી આઇડી પર ક્લિક કરતા તમામ વિગત જોઇ સકાસે તેમજ તેની પ્રીંટ પણ કરી સકાસે 

BPL લિસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો

વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 
વધુ માહિતી માટે જુઓ નીચેનો વિડિયો 



આભાર 


Sep 10, 2017

fon asli che ke nakali

નમસ્કાર
   વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા કોઇ પણ સોફ્ટ્વેર કેવી રીતે ડાઉનલોડ કરવુ તેના વિષે માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે જે ફોન વાપરીએ છે એ તે ખરેખર અસલી છે કે નકલી તે કેવીરીતે ચેક કરી સકાય તેની માહિતી મેળવિએ 

આ માટે સૌ પ્રથમ તમારા ફોનનો IMEI નંબર લખીલો જો તમને તમારા ફોનનો IMEI નંબર યાદના હોય તો આપના ફોનમા *#06# નંબર ડાયલ કરો એટલે નંબર દેખાસે જેને લખી લો અથવા યાદ રાખી લો 

હવે નીચે આપેલી સાઇટ ખોલો અને તેમા તમારા ફોનનો નંબર લખી પર ક્લિક કરો એટલે તમારો ફોન અસલી છે કે નકલી તેની માહિતી સ્ક્રીન પર જોઇ સકાસે 

ફોન અસલી કે નકલી તે ચેક કરવા અહિ ક્લિક કરો 
 જુઓ નીચેનુ ચિત્ર 

આભાર