4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Oct 17, 2018

INSPIRE SCHOLARSHIP 2018

નમસ્કાર 
     વાચક મિત્રો 
આ પોસ્ટમા આપણે ઇંસ્પાયર શિષ્યવ્રુતિ માટેના ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરી સકાય તેની માહિતી જોઇએ 
INSPIRE SCHOLARSHIP એ ધોરણ 12 સાયન્સ પુર્ણ કર્યા પછી B.Sc મા એડમિશન લીધુ હોય તે વિધાર્થીને મળવા પાત્ર છે.
INSPIRE SCHOLARSHIP  માટે ધોરણ 12 સાયન્સ મા 70 ટકાથી વધુ માર્ક્સ મેળવનાર ફોર્મ ભરી સકે છે.
INSPIRE SCHOLARSHIP માટે ધોરણ 12 સાયન્સ મા ટોપ ટેનમા આવેલ વિધાર્થી ફોર્મ ભરી સકે છે 
INSPIRE SCHOLARSHIP  મા દર વર્ષે વાર્ષિક 60,000 શિષ્યવ્રુતિ મળવાપાત્ર છે. 

INSPIRE SCHOLARSHIP માટે જરૂરી આધાર પુરાવા 
(1) ફોટો (2) જાતી/ક્રિમિલેયર (3) Eligibility Note જે ટોપ ટેનમા આવનાર વિધાર્થીને બોર્ડ દ્વારા આપવામા આવે છે. (4) ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ (5) JEE,/ NEET/ ,KVPY /,JBNSTS / NTSE આમાથી કોઇ પરીક્ષા આપેલ હોય તો તેનુ સર્ટીફિકેટ (6) Endorsement Form (લોગીન થઇ ડાઉનલોડ કરવુ ) આચાર્યના સહિ સિક્કા કરેલુ (7) અન્ય કોઇ વધારાના ડોક્યુમેંટ બેંક પાસબૂક વગેરે આ તમામ આધારો (1) નંબર ને બાદ કરતા તમામ PDF ફોર્મેટમા હોવા જરૂરી છે. 

INSPIRE SCHOLARSHIP માટે ફોર્મ ભરવાના સ્ટેપ નીચે મુજબ છે 

સૌ પ્રથમ તેની ઓફિસિયલ સાઇટ http://www.online-inspire.gov.in  પર જઇ રજિસ્ટ્રેશન કરાવો જેમા નામ મેઇલ આઇડી પાસવર્ડ મોબાઇલ બેંક એકાઉંટ ની વિગતો વગેરે ભરી રજિસ્ટ્રેશન કરો રજિસ્ટ્રેશન ખુબ કાળજી પુર્વક કરવુ કારણ કે એકવાર રજિસ્ટ્રેશન થઇ ગ્યા બાદ નામમા કોઇ ફેરફાર કરી સકાસે નહિ હવે મેઇલ આઇડીમા એક મેસેજ આવસે જેની મદદથી મેઇલ આઇડી વેરીફાઇ કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

STEP-1. 

હવે તેની ઉપર આપેલી તેની ઓફિસિયલ સાઇટ પર જઇ જ્યા જમણી સાઇડમા Sign in લખેલુ છે ત્યા રજિસ્ટ્રેશન સમયે આપેલ મેઇલ આઇ ડી અને પાસવર્ડ નાખી લોગીન થાવ લોગીન થ્યા બાદ આપનુ ડસબોર્ડ ખુલ્સે જેમા જ્યા SCHOLARSHIP લખેલ છે તેના પર ક્લિક કરો ત્યારબાદ ખુલ્તા મેનુમા Online Application પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 



STEP-2. 

હવે એપલીકેશન ફોર્મ કુલ્સે જેમા અલગ અલગ સાત વિભાગ હસે જેમા પ્રથમ વિભાગ Personal Particulars નો હસે તેમા જમણી સાઇડમા ઉપર Edit લખેલ ઓપસન હસે તેના પર ક્લિક કરી આ વિભાગ અંતર્ગત નામ પિતાનુ નામ માતાનુ નામ જાતી કેટેગરી જન્મનો વિસ્તાર વગેરે માહિતી ભરો અને પાસપોર્ટ ફોટો તથા ધોરણ 10 ની માર્કશીટ અપલોડ કરો અને છેલ્લે Save પર ક્લિક કરો આ વિભાગની માહિતી કમ્પલેટ થતા તે લીલા કલર મા દેખાસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 



STEP-3. 

આ વિભાગ  Enrolment Information (B.sc/Integrated m.sc level) નો હસે જેમા જમણી સાઇડમા ઉપર Edit લખેલ ઓપસન હસે તેના પર ક્લિક કરી આ વિભાગમા  તમારે હાલની ચાલુ અભ્યાસની માહિતી કોર્ષનુ નામ વિષય પ્રવેશ વર્ષ કોલેજ નુ નામ યુનિવર્સિટિનુ નામ તેમજ આપે ડાઉનલોડ કરેલ Endorserment Certificate આચાર્યના સહિ સિક્કા વાળુ અપલોડ કરવાનુ રહે છે. અને છેલ્લે Save પર ક્લિક કરો આ વિભાગની માહિતી કમ્પલેટ થતા તે લીલા કલર મા દેખાસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર  


STEP-4. 

આ વિભાગ  Senior Secondary Performance Information (12th Standard) નો હસે જેમા જમણી સાઇડમા ઉપર Edit લખેલ ઓપસન હસે તેના પર ક્લિક કરી આ વિભાગમા  તમારે ધોરણ 12 ની માહિતી જેવી કે બોર્ડનુ નામ પાસ કર્યાનુ વર્ષ મળેલ રેંક બેઠક નંબર જો આપ ટોપ ટેન મા આવેલ હોવ તો અને Eligibility Note મળેલ હોય તો તેને અપલોડ કરવી અન્યથા ન્હિ અને ધોરણ 12 ની માર્કશીટ અપલોડ કરવી તથા માર્ક્સની માહિતીમા વિષય સિલેક્ટ કરી મેળવેલ માર્ક્સ કુલ માર્ક્સ અને મેળવેલ ગ્રેડ લખવો અને ADD More પર ક્લિક કરી બીજા વિષય સિલેક્ટ કરી માહિતી ભરવી જો કોઇ વિષય આપની માર્કશીટમા હોય અને તે ના બતાવે તો નીચેના ઓપસન OTHER/ADDITIONAL SUBJECT MARKS મા વિષયનુ નામ લખી માહિતી ભરવી ત્યારબાદ 12 પાસ કરેલ શાળાનુ નામ સરનામુ રાજ્ય જિલ્લો અને પીન કોડ લખો . અને છેલ્લે Save પર ક્લિક કરો આ વિભાગની માહિતી કમ્પલેટ થતા તે લીલા કલર મા દેખાસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

STEP-5. 

આ વિભાગ  National Level Competitive Examinations  નો હસે જેમા જમણી સાઇડમા ઉપર Edit લખેલ ઓપસન હસે તેના પર ક્લિક કરી આ વિભાગમા  તમારે JEE,/ NEET/ ,KVPY /,JBNSTS / NTSE આમાથી કોઇ પરીક્ષા આપેલ હોય તો તેની વિગત પાસ કર્યાનુ વાર્ષ રેંક અને તેનુ સર્ટીફિકેટ અપલોડ કરવુ તથા  જો એક થી વધુ પરીક્ષા આપેલી હોય ADD More પર ક્લિક કરી ઉપર મુજબની માહિતી ભરવી . અને છેલ્લે Save પર ક્લિક કરો આ વિભાગની માહિતી કમ્પલેટ થતા તે લીલા કલર મા દેખાસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 
 

STEP-6. 

આ વિભાગ  Other Deatails નો હસે જેમા જમણી સાઇડમા ઉપર Edit લખેલ ઓપસન હસે તેના પર ક્લિક કરી આ વિભાગમા  તમારે ધોરણ 10 ની માહિતી જેવી  પાસ કર્યાનુ વર્ષ  વાલીની વાર્ષિક આવક અને આપે અગાઉ કોઇ Inspire Scince Campas  મા હાજરી આપેલ છે કે નહિ તેની માહિતી ભરવી. અને છેલ્લે Save પર ક્લિક કરો આ વિભાગની માહિતી કમ્પલેટ થતા તે લીલા કલર મા દેખાસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


STEP-7. 

આ વિભાગ  Contact Information  નો હસે જેમા જમણી સાઇડમા ઉપર Edit લખેલ ઓપસન હસે તેના પર ક્લિક કરી આ વિભાગમા  તમારે કાયમી સરનામુ ગામ તાલુકો જિલ્લો રાજ્ય જિલ્લો અને પીન કોડ લખો ત્યારબાદ હાલનુ સરનામુ લખવુ જો કાયમી સરનામુ અને હાલનુ સરનામુ એક જ હોય તો કોમ્યુનિકેશન એદ્રસ ની નીચે એક નાનો ચોરસ દેખાતો હસે તેના પર ક્લિક કરવાથી તેમા સરનામુ આપમેળે આવી જસે જો સરનામુ અલગ અલગ હોય તો ઉપર મુજબ સરનામુ ફરી વાર લખવુ . અને છેલ્લે Save પર ક્લિક કરો આ વિભાગની માહિતી કમ્પલેટ થતા તે લીલા કલર મા દેખાસે ત્યારબાદ Identification Deatials અગાઉ કોઇ શિષ્યવ્રુતિ મળેલ છે કે નહિ તે માહિતી ભરી સ્થળ તારીખ અને રાજ્ય સિલેક્ટ કરી ચોરસ ખાનામા દેખાતા સેક્યુરિટી કેપ્ચા લખવા કેપ્ચા ખોટા પડે તો ફરી વાર લખવા અને  છેલ્લે Print Preview પર ક્લિક કરી માહિતી એક વાર છેક કરી લેવી ત્યારબાદ Submit  પર ક્લિક કરો અને ફોર્મ સબમીટ કરો ફોર્મ સબમીટ કરતી વખતે એક્વાર Conformation ડાયલોગ બોક્ષ ખુલ્સે જેમા ઓકે પર આપવુ અરજી સબમીટ થતા એક Conformation નંબર સ્ક્રીન પર દેખાસે જેને નોંધી લેવો . વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

STEP-8. 

હવે તેની ઉપર આપેલી તેની ઓફિસિયલ સાઇટ પર જઇ જ્યા જમણી સાઇડમા Sign in લખેલુ છે ત્યા રજિસ્ટ્રેશન સમયે આપેલ મેઇલ આઇ ડી અને પાસવર્ડ નાખી લોગીન થાવ લોગીન થ્યા બાદ આપનુ ડસબોર્ડ ખુલ્સે જેમા જ્યા SCHOLARSHIP લખેલ છે તેના પર ક્લિક કરો ત્યારબાદ ખુલ્તા મેનુમા Print Application પર ક્લિક કરો અને કન્ફ્રોમેશન નંબર અને જ્ન્મ તારીખ નાખી ફોર્મની પ્રીન્ટ કાઢી લો આ વિભાગમા વ્યુ એપલીકેશન સ્ટેટસ પર ક્લિક કરી આપ આપની એપલીકેશનની સ્થિતિની જોઇ સકો છો 

આભાર 

No comments:

Post a Comment