4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Apr 29, 2019

compyuter screen rotate

નમસ્કાર 
     વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટ્મા  પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડને કોમ્પ્યુટરની રેમ કેવી રીતે બનાવવી તેની  માહિતી જોઇ તે પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો

આજે આપણે કોમ્યુટરની સ્ક્રીન ને રોટેટ (ફેરવવી) ની માહિતી મેળવિએ 

ઘણી વાર કોમ્પ્યુટર કે લેપટોપમા કાર્ય કરતી વખતે કી-બોર્ડ માથી ભુલથી કે ઉતાવળથી કોઇ કી દબાઇ જવાના કારણે કોમ્પ્યુટરની સ્ક્રીન ફરી જાય છે અને આપણે મુંજાઇ જઇએ કે આવુ કેમ થયુ અને પુરી માહિતી ન હોવાથી દુકાને રિપેરીંગ મા કે ફોર્મેટ કરીએ છીએ પરંતુ જો કોઇ  કારણસર આવુ થાય તો મુંજાવાની જરૂર નથી અહિ આપેલ ટ્રીકનો ઉપયોગ કરી આપ સરળતાથી  કોમ્પ્યુટર કે લેપટોપ ની સ્ક્રીન ચારે તરફ ફેરવી સીધી કરી શકશો 

આ માટેની માહિતી નીચે મુજબ છે. 

સ્ટેપ-1. સૌ પ્રથમ કી-બોર્ડ પરથી Ctrl+Alt+Arrow Key આ ત્રણ કી પ્રેસ કરવાથી કોમ્પ્યુટર કે લેપટોપની સ્ક્રીન રોટેટ થસે એટલેકે ઉંધી ,ડાબી,જમણી અને શીધી ફરસે 

આ સમસ્યા મોટા ભાગે Xp ઓપરેટીંગ સિસ્ટમમા બને છે Window-7 કે ત્યારપછીની સિસ્ટમમા આ સમસ્યા બનશે નહિ આમ છતા જો આ સમસ્યા બને તો આપ આ ટ્રીકનો ઉપયોગ કરી સુધારી શકો છો 


આભાર 

Apr 27, 2019

Excel short kat tips

નમસ્કાર 
   વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા Excel મા Skip blanks ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે Excel ના Transpose,Frize pense, Split , paste special ,conditional cell formating અને Cell formating  ની માહિતી જોઇએ  

(1)  Transpose: આ ઓપસન પેસ્ટ સ્પેસીયલ મા આવે છે કોઇ પણ આડુ બનાવેલ કોલમને એમ ને એમ ઉભુ કરવા માટે આ ઓપસનનો ઉપયોગ થાય છે . આ માટે આડુ બનાવેલ જેતે કોલમ સિલેક્ટ કરો ત્યારબાદ કોપી કરો અને ત્યારબાદ Past Speciayl જેમા Transpose પર ટીક કરી OK આપો

(2)    Freeze Panse: આ ઓપસન View મેનુમા આવે છે આ ઓપસનની મદદથી સિલેક્ટેડ કોલમ કે રો ની આગળનુ લખાણ જોવા માટે અને બાકીની રો કે કોલમ સ્ક્રોલ કરતા સિલેક્ટેડ કોલમ કે રો દેખાય તે સેટીંગ કરવા માટે વપરાય છે.

(3)    Split: (સ્પીલીટ) ઓપ્સન View મેનુમા આ ઓપસનનો ઉપયોગ સમાન વેલ્યુ ચેક કરવા માટે થાય છે આ માટે કોઇ કોલમ સેલેક્ટ કરી સ્પીલીટ પર ક્લિક કરતા સિલેક્ટ કરેલ કોલમની આજુ બાજુ વિંડો ચાર ભાગમા વિભાજિત થસે ફરી વાર સ્પીલીટ પર ક્લિક કરતા વિંડો પહેલાની જેમ થઇ જસે

(4)    Past Special: (પેસ્ટ સ્પેસીયલ) આ ઓપસન Home મેનુમા આવે છે આ ઓપસનનુ કાર્ય પેસ્ટ જેવુ જ છે પરંતુ આ ઓપસનની મદદથી કોપી કરેલ સેલ કોલમ કે રો ને અલગ અલગ ફોર્મેટ્મા પેસ્ટ કરી શકાય છે.

(5)    Conditional Cell Formating: (કંડીશનલ સેલ ફોર્મેટીંગ) આ ઓપસન Home મેનુમા આવે છે આ મેનુની મદદથી સિલેક્ટેડ કોલમ મા વિવિધ કાર્ય કરી શકાયછે કોઇ ફોર્મુલા ઉમેરી શકાય છે કલર ચેંજ કરી શકાય છે એક વાર કોઇ ફોર્મુલા ઉમેર્યા બાદ તેમા બીજી ફોર્મુલા ઉમેરવા Clear Rulesh નો ઉપયોગ કરી ફોર્મુલા દુર કરો અને પછી જ નવી ફોર્મુલા કે વેલ્યુ સિલેક્ટ કરવી

(6)    Cell Formating: (સેલ ફોર્મેટીંગ) આ ઓપસન Home મેનુમા સેલ અને તેમા ફોર્મેટ મેનુમા છેલ્લે આવે છે. આ ઓપસનનો ઉપયોગ કરી સિલેક્ટ કરેલ સેલમા કઇ માહિતી ભરવાની છે તેનુ ફોર્મેટ સેટ કરી શકાય છે જેમકે Genral, Text, number, date વગેરે

(7)    રો કે કોલમ ઇન્સર્ટ કરવા માટે જ્યા રો કે કોલમ ઇન્સર્ટ કરવુ છે તે રો કે કોલમ સિલેક્ટ કરી Right ક્લિક કરી Insert પર ક્લિક કરવુ


(8)    રો કે કોલમ હાઇડ (સંતાડવા) કરવા રો કે કોલમ સિલેક્ટ કરી ત્યા Right ક્લિક કરી Hide પર ક્લિક કરવુ Unhide કરવા માટે જે કોલમકે રો હાઇડ કરી હોય તેની બન્ને બાજુની રો કે કોલમ સિલેક્ટ કરી Right ક્લિક કરી Unhide પર ક્લિક કરવુ 

આભાર

Apr 21, 2019

STD-1 & 2 PARINAM PATRAK

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટ્મા પરીણામ પત્રક ધોરણ 3 થી 8  ની માહિતી જોઇતી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો


આજે આપણે ધોરણ 1 અને 2 ના પરીણામ પત્રકની 
માહિતી મેળવીએ
આ પત્રકમા તમારે શાળાની માહિતી અને વિધાર્થીની માહિતી ભરવાની રહેશે બાકીના બધા પત્રકમા આપે ભરેલ માહિતી આપમેળે ફીલ થસે પત્રકમા ખરાની નીશાની કરવા a (સ્મોલ a) નો ઉપયોગ કરવો

ભુલ હતી તે સુધારીને ફરીથી અપડેટ કરેલ છે. 

ધોરણ-1 માટે અહિ ક્લિક કરો

ધોરણ -2 માટે અહિ ક્લિક કરો 

સોફ્ટવેરનુ ફ્રન્ટ પેઝ 

આભાર

Apr 1, 2019

STD 3 TO 8 PARINAM PATRAK

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટ્મા પરીણામ પત્રક ની માહિતી જોઇતી 

જેમા અમુક ખામી ધ્યાને આવી હતી જેવીકે તેમા ફાઇલ સેવ થતા વાર લાગતી હતી તથા કોમ્પ્યુટર હેંગ થતુ  આ બે ખામી દુર કરી અહિ વર્ઝન 4 મુકેલ છે જે બરાબર કાર્ય કરસે 

પત્રકમા ક્યા ખામી રહી જવા પામી હતી તે બતાવવા બદલ  શિક્ષક મિત્રોનો  આભાર 


જેથી અહિ નવુ વર્ઝન થોડા ફેરફાર સાથે આપની સમક્ષ મુકવામા આવેલ છે જેમા 100 વિધાર્થી સુધીની ગણતરી ઓટોફીલ થસે 

ધોરણ 3 થી 8 માટેના સત્ર પ્રથમ અને દ્વિતિય સત્ર માટેના પરીણામ પત્રક જે માત્ર એક જ શીટમા તમામ પત્રકો અને તે પણ ઓટોમેટીક જનરેટ થાય છે 

વર્ષ 2018 -19 મા ધોરણ 3 થી 5 મા પ્રજ્ઞા ન હોય પ્રજ્ઞાનુ પરીણામ પત્રક અહિ મુકેલ નથી 

આ સોફ્ટ્વેરમા તમારે માત્ર શાળાની માહિતી વિધાર્થીની માહિતી સત્રાંત માર્ક અને સ્વ-અધ્ય્યન કાર્યના ગુણ ઉમેરવાના રહેસે તેના આધારે પરીણામ સત્ર વાઇઝ પ્રથમ સત્ર અને દ્વિતિય સત્રનુ પરીણામ અલગ અલગ ઓટોમેટીક જનરેટ થસે 

આપે ઉમેરેલ માહિતીની આધારે માર્ક શીટ જે સત્ર વાઇઝ ગ્રેડ પત્રક સત્ર વાઇઝ , પ્રોફાઇલ , પત્રક F અને  પત્રક G ,L.C. તેમજ જન્મ તારીખનો દાખલો આપ મેળે જનરેટ થસે 

આ સોફ્ટ્વેરમા રચનાત્મક પત્રકમા ચોકડી માટે r પ્રશ્નાર્થ માટે s અને ખરા માટે a નો ઉપયોગ કરી નીશાની કરી સકાસે આ નીશાની કરવા આપના કોમ્પ્યુટરમા કી-બોર્ડ્મા Caps Lock કી બંધ રાખવી જેથી નીશાની બીજી એબીસીડી મા થાય અને ગણતરીમા ભુલ ના થાય 

આ શીટમા અમુક સેલ જે સુત્ર વાળા છે તેમા સુત્ર કે કોડીંગમા ફેરફાર ન થાય તે માટે ડેટા ખરાઇ કરેલ છે જો આપને સુત્રનુ જ્ઞાન હોય તો Data મેનુમા Data validation મા જઇ ફેરફાર કરી શકશો બન્ને ત્યા સુધી ફેરફાર ન કરવામા આવે તે ઇચ્છનીય છે 

કાર્ય કરતી વખતે જે સેલમા સુચના કે વોર્નીંગ આવે તેમા ફેરફાર નહિ કરી શકો 

ફાઇલની સાઇઝ માત્ર 899 kb 
ફોન્ટ LMG ARUN અને શ્રુતી 

ધોરણ 3 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 4 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 5 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 6 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 7 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 8 માટે અહિ ક્લિક કરો 

સોફ્ટટ્વેરનુ ફ્રન્ટ પેઝ 


અગાઉની પોસ્ટ માત્ર પરીણામ પત્રક-C ની ફાઇલ માટે અહિ ક્લિક કરો 
સોફ્ટ્વેર વિષે આપના સુચનો અભિપ્રાય આવકાર્ય છે
આભાર