નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા કોમ્પ્યુટર સ્ક્રીન રોટેટની સમસ્યા અને ઉપાય વિશે માહિતી મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડને Window-7,8,10 કે Xp માટે કોઇપણ પ્રકારના સોફ્ટ્વેર વગર માત્ર CMD (કમાન્ડ પ્રોમ્ટ) ની મદદથી બૂટેબલ કેવી રીતે બનાવી શકાય તેની માહિતી જોઇએ
મેમોરી કાર્ડ કે પેન ડ્રાઇવને બૂટેબલ બનાવી તેમા Window-7,8,10 કે xp ની સેટઅપ ફાઇલ નાખી તેને Cd/DVD ની જેમ ઉપયોગ કરી કોમ્પ્યુટર કે લેપટોપ ફોર્મેટ કરી શકાય છે.
પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડને બૂટેબલ બનાવવાના સ્ટેપ નીચે મુજબ છે.
(1) Window + R કી પ્રેસ કરો આથી એક RUN નો ડાયલોગ ખુલ્સે જેમા cmd લખો અને ઓકે પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
(2) હવે diskpart લખી કી બોર્ડ પરથી
એન્ટર આપો અને થોડીવાર રાહ જોવો
(3) હવે list disk લખી કી બોર્ડ પરથી
એન્ટર આપો
(4) હવે તમારા કોમ્પ્યુટરમા
આવેલ તમામ ડિસ્કનુ લિસ્ટ દેખાસે જેમાથી પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડ જે ડિસ્કમા છે
તે ડિસ્કનો નંબર યાદ રાખો અને select
disk (Disk નો નંબર) લખી કી બોર્ડ પરથી
એન્ટર આપો
(5) હવે clean લખી કી બોર્ડ પરથી એન્ટર આપો
(6) હવે Create partition primary લખી કી બોર્ડ પરથી એન્ટર આપો
(7) હવે select partition 1(પાર્ટીશનનો નંબર) લખી કી બોર્ડ પરથી એન્ટર આપો
(8) હવે active લખી કી બોર્ડ પરથી
એન્ટર આપો
(9) હવે format fs”ntfs quick લખી કી બોર્ડ પરથી
એન્ટર આપો થોડી વારમા મેમોરી કે પેન ડ્રાઇવ ફોર્મેટ થસે અને બૂટેબલ બની જસે.
(10) હવે exit લખી કી બોર્ડ પરથી એન્ટર આપો
બસ તમારૂ મેમોરી કાર્ડ કે
પેન ડ્રાઇવ બૂટેબલ બની જસે હવે તેમા વિંડો-7.8.કે 10 અથવા વિંડો-Xp ની સેટપ ફાઇલ નાખી
કોમ્પ્યુટરમા DVD ની જેમ રન કરાવી વિંડો ઇંસ્ટોલ કરી શકાય છે.
મેમોરી કાર્ડ કે પેન ડ્રાઇવને ઉપર મુજબ બૂટેબલ બનાવ્યા પછી જ તેમા સેટઅપ ફાઇલ કોપી કરી પેસ્ટ કરવી
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
No comments:
Post a Comment