4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Aug 14, 2019

How to Fillup JNV Exam form 2020

નમસ્કાર 
   વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા ધોરણ 5 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે રજિસ્ટ્રેશન કર્યા બાદ તેનુ ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવુ તેની માહિતી મેળવીએ 
આ માટે વિધાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ,વિધાર્થીની સહિ, વાલીની સહિ તથા આચાર્યનુ સહિ સિક્કા વાળુ ફોર્મ આટલી માહિતી ફોટો કોપી સ્વરૂપે સ્કેન કરીને રાખો 
ઓનલાઇન ફોર્મ ભરવાના સ્ટેપ નીચે મુજબ છે. 

STEP-1. સૌ પ્રથમ તેની ઓફિસિયલ વેબસાઇટ પર જઇ તમારા ફોનમા આવેલ રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખી સેક્યુરીટી કેપ્ચા નાખી લોગીન પર ક્લિક કરી લોગીન થવુ જુઓ નીચેનુ ચિત્ર 

લોગીન થવાની લિંક માટે અહિ ક્લિક કરો 


STEP-2. હવે તમારૂ ખાતુ ખુલસે જેમા ડશબોર્ડ્મા જ્યા Registration Form Phase-II લખેલુ છે તેના પર ક્લિક કરવુ તેના પર ક્લિક કરતા રજિસ્ટ્રેશન ફેઝ 2 નુ ફોર્મ ખુલસે જેમા રજિસ્ટ્રેશન સમયે નાખેલ માહિતી નામ, મોબાઇલ નંબર, શાળા, જિલ્લો, રાજ્ય, વગેરે હશે ઘટતી વિગતો જેવીકે માતાનુ નામ, પિતાનુ નામ, વાર્ષિક આવક, આધાર નંબર, બાળકનો ફોટો ,બાળકની સહિ, માતા,પિતા વાલીની સહિ, અને આચાર્યનુ સહિ સિક્કા વાળુ ફોર્મ આ બધા ડોક્યુમેન્ટ ફોટોકોપી સ્વરૂપે સ્કેન કરી અપલોડ કરવા અને ત્યારબાદ છેલ્લે Next પર ક્લિક કરવુ વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 








STEP-3.Next પર ક્લિક કરતા હવે જે ફોર્મ નો ભાગ ખુલસે તેમા તમારે ધોરણ 3 થી 5 ની માહિતી ભરવાની છે જેમા જિલ્લો, તાલુકો, ગામનુ નામ, શાળાનુ નામ, શાળાનુ સરનામુ, દાખલ તારીખ,પરીક્ષા પાસ કર્યા તારીખ વગેરે લખી છેલ્લે Next પર ક્લિક કરવુ જુઓ નીચેનુ ચિત્ર 




STEP-4. હવે તમે ભરેલ ફોર્મ જોવા મળસે જેને એક વાર ચેક કરી જોવુ જો ક્યાય ભુલ જ્ણાઇ તો Priewes પર ક્લિક કરી પાછા ઉપર મુજબના એક એક સ્ટેપ પાછા જઇ જ્યા ભુલ હોઇ તે સુધારી આગળ વધવુ જો કોઇ ભુલ ન હોઇ તો Submit પર ક્લિક કરવુ જેથી આપનુ ફોર્મ સબમીટ થઇ જશે. જુઓ નીચેનુ ચિત્ર 


STEP-5. હવે તમારા ડશબોર્ડ્મા જ્યા Download Registration Form લખેલુ છે તેના પર ક્લિક કરી ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રીન્ટ કાઢી લેવી ત્યારબાદ Logout પર ક્લિક કરી લોગ આઉટ થવુ જુઓ નીચેનુ ચિત્ર 





No comments:

Post a Comment