નમસ્કાર
વાચક મિત્રો
આજે બેસ્ટ પ્રવૃત્તિ એવી આંનદાલય ની માહિતી જોઈએ
સૌ સારસ્વત શિક્ષક મિત્રોને આનંદાલયના સાદર નમસ્કાર અને સ્નેહાર્દ વંદન.
પૂણ્યભૂમિ ભારતમાં જન્મ અને તેમાં પણ શિક્ષક હોવું તે આપણા સૌના માટે એક વરદાન છે. આ દુર્લભ યોગ સૌના નસીબમાં નથી હોતો. આપણે સૌ શિક્ષણક્ષેત્રના આરાધકો છીએ. શિક્ષણકાર્ય એ માત્ર આપણી આજીવિકાનું જ માધ્યમ નથી પણ આ જન્મનું કર્મ અને ધર્મ છે. આ કેળવણીનું કામ આપણે સ્વયં સ્વીકારેલ છે. માત્ર આ શિક્ષણ કર્તવ્યના કર્મોના આધારે જ આપણે આ અવતાર સાર્થક કરવાનો છે. આપણી પાસે નિયતિ જરૂર જવાબ માંગશે એ ધ્યાનમાં રહે.
આપણે જાણીએ જ છીએ કે આત્મા અનેક યોનિઓમાં ભ્રમણ કર્યા બાદ મનુષ્ય દેહ પ્રાપ્ત કરે છે. આ આત્મા વિદ્યાર્થી સ્વરૂપે શિક્ષક સમક્ષ આવે છે. શિક્ષકે આ આત્માને યોગ્ય માર્ગ પર લાવીને તેનો સર્વાંગીણ વિકાસ કરવાનો છે. તેના વિકાસ માટે પોતાની સઘળી શક્તિનો ઉપયોગ કરી વિદ્યાર્થીનું શ્રેષ્ઠ ઘડતર કરવું એ આપણો ધર્મ છે.
આ આપણા પ્રિય શિક્ષણક્ષેત્રની આજે દેશમાં શું સ્થિતિ છે? આપણે સૌ એ જાણીએ છીએ કે શિક્ષણની વર્તમાન કટોકટી જ્ઞાનની નથી પણ ચારિત્ર્યની છે. ચારિત્ર્ય નિર્માણ જ દુનિયાની તમામ સમસ્યાઓનો ઉકેલ છે અને તે જ આપણું કામ છે. જો આપણે ચારિત્ર્ય નિર્માણ કરવામાં નિષ્ફળ જઈશું તો આપણો અવતાર અને ઈશ્વરનું પ્રયોજન નિરર્થક થશે. ચારિત્ર્ય નિર્માણ જ આ દેશની સર્વોત્તમ જરૂર છે અને તે જ આપણું જીવન ધ્યેય છે.
આનંદાલય જીવન શિક્ષણના વિવિધ આયામો ચલાવશે, જેના થકી વ્યક્તિને જીવન દૃષ્ટિ પ્રાપ્ત થશે. દૃષ્ટિ સંપન્ન વ્યક્તિ જીવનભર પોતાના અને બીજાના વિકાસ માટે કાર્યરત બનશે, જેનાથી આનંદાલયના સાધકો પોતાની સર્વોચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરશે. આખરે વ્યક્તિ - વ્યક્તિમાં ચરિત્ર ઘડતર કરી સમાજને કર્તવ્યનિષ્ઠ સાધકો પ્રાપ્ત થશે, જે ચરિત્ર સંપન્ન અને કર્તવ્યનિષ્ઠો દ્વારા વિશ્વનાં કલ્યાણકારી કાર્યોમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરે તેવી ઉન્નત દૃષ્ટિ આનંદાલય ધરાવે છે.
આનંદાલયનું ધ્યેય શિક્ષણ થકી દૃષ્ટિ સંપન્ન જીવન આપવાનું છે. દૃષ્ટિ સંપન્ન વ્યક્તિ આનંદાલય દ્વારા ચલાવવામાં આવતી ગતિવિધિઓ દ્વારા પોતાના અને સમાજના વિકાસ માટે હંમેશા કાર્યરત રહેશે જેના કારણે ચરિત્ર્ય નિર્માણની પ્રક્રિયા સતત ચાલતી રહેશે. પ્રશિક્ષિત ચરિત્રથી ઓતપ્રોત કાર્યકર્તાઓ સમાજની સમસ્યાઓની પીડા લઈને પોતાના જીવનને કલ્યાણકારી કાર્યોમાં સમર્પિત કરશે. પરિપક્વ સાધકોનાં સમર્પિત જીવનો શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરશે, વ્યક્તિ ઘડતર દ્વારા સમાજ વિકાસ અને સમાજ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણ કરવાનો આનંદાલયનો હેતુ છે.
આનંદાલય એવા સાધકોની શોધ કરી રહીં છે જેને વર્તમાન શિક્ષણ પદ્ધતિથી હ્રદયમાં પીડા હોય. તે ભારતને ફરી વિશ્વગુરુ બનાવવા ઈચ્છે છે. જો આપ એક સાધક અને યુગપ્રવર્તક બનીને પૂર્ણ નિષ્ઠાથી આ ઈશ્વરીય કાર્યને જીવનમંત્ર બનાવવા ઈચ્છતા હોય તો મારી સાથે આનંદાલયના કાર્યકર્તા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરો. હું તમને વિશ્વાસ અપાવું છું કે આપનો અવતાર સફળ થશે અને આપને આનંદની સાથે એક મહાન સંતોષની લાગણી અનુભવાશે.
આપને ફરીથી સાદર નમસ્કાર અને સ્નેહાર્દ વંદન, આપને આનંદાલયના કાર્યકર્તા બનવા માટે સાદર નિમંત્રણ છે. આપ આપની જગ્યાએ, આપને ગમતું કામ અને એ પણ આપની અનુકૂળતાએ ઓનલાઈન અથવા ઓફલાઈન આનંદાલય માટે કામ કરો તેવી અપેક્ષા છે.
આપ આનંદાલયની વર્તમાન ગતિવિધિઓથી અવગત થવા માટે આનંદાલયના ફેસબુક પેજની મુલાકાત લો. https://www.facebook.com/anandalaya01/
આપ દરેક પાસાનું સુક્ષ્મ ચિંતન કરો પછી આપને આનંલયના કાર્યકર્તા બનવાની હ્રદયથી ઈચ્છા થાય તો એક ક્ષણની પણ રાહ જાયા વિના આનંદાલયમાં જોડાઈ જજો.
ડૉ.અતુલ ઉનાગર
સંયોજક આનંદાલય
આનંદાલય - બુધસભા - અનુભવમંચ
તારીખ :- 22 સપ્ટેમ્બર 2021 બુધવાર
સમય :- રાત્રે 08:30 થી 10:00
વિષય :- કર્મયોગીઓનાં કાર્યોની અનોખી દાસ્તાન
શિક્ષણક્ષેત્રમાં પ્રયોગ, અનુભવ અને સેવા કથન કાર્યક્રમની અનોખી પ્રેરક દાસ્તાનને માણવા માટે આપને હાર્દિક નિમંત્રણ છે.
ફેસબુક લાઈવ
https://www.facebook.com/anandalaya01/
ફક્ત નવા સહભાગીઓને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નિમંત્રણ છે.
https://chat.whatsapp.com/LUF1WP6AVibHLSY5aylXma
ડૉ. અતુલ ઉનાગર
સંયોજક - આનંદાલય
આનંદાલય સદસ્યતા અભિયાન
આનંદાલય ચારિત્ર્ય નિર્માણ દ્વારા શિક્ષણમાં ક્રાન્તિ સંકલ્પને સાકાર કરવા સક્રિય છે. આ મહાયજ્ઞમાં આહૂતિ આપીને આપ પણ આનંદાલયના સદસ્ય બનવાનું ગૌરવ મેળવો....
સદસ્યતા રજિસ્ટ્રેશન ફોર્મ....
https://forms.gle/iTQ4bKAVZeojyAtJA
આપણે સૌ સદસ્ય બનીએ અને વધુમાં વધુ સામાજિકોને સદસ્ય બનાવીએ.....
No comments:
Post a Comment