4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Showing posts with label 2.ફોટોશોપ. Show all posts
Showing posts with label 2.ફોટોશોપ. Show all posts

Nov 8, 2018

Photoshop Layer Menu

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા ફોટો શોપમા અલગ અલગ ટૂલબારની  સમજ મેળવી આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો

વ્હાલા સૌ વાચક મિત્રોને વિક્રમ સંવત ૨૦૭૫ ના નવા વર્ષની હાર્દિક સુભેચ્છા 

Happy New Year 


      આજે આપણે Adobe Photoshop નુ ત્રીજા નમ્બર નુ મેનુ એટલે Layer menu ની સમજ મેળવીસુ
Layer menu ની મદદથી Adobe Photoshop મા નવી લેયર ઉમેરવી ડિલિટ કરવી લિંક કરવી વગેરે જેવા લેયરને લગતા સુધારા વધારા કરી શકાય છે .

Layer menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે



Layer Menuના કુલ 26 સબમેનુ છે જેની સમજ નીચે મુજબ છે.


1.Newલેયર મેનુના આ ઓપસનની મદદથી નવી લેયર બનાવી સકાય છે જેમા બ્રેકગ્રાઉંડ તરીકે લેયર નવી લેયર તથા કોઇ ફોટામાથી કોપી કરીને કોપી કરેલા ભાગને લેયર તરીકે લઇ શકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


2.Duplicate Layer: લેયર મેનુના આ ઓપસનની મદદથી કોઇ પણ ફોટાની ડુપલીકેટ લેયર બનાવી સકાય છે હમેશા નવા ફોટા પર કાર્ય કરતી વખતે તેની ડુપ્લીકેટ લેયર બનાવી તેમા કાર્ય કરવુ જેથી ભુલ થાય તો ઓરીઝનલ ફોટો ખરાબ ના થાય.

3.Delete: લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી ઉમેરેલી લેયર હાઇડ કરેલી લેયર કે લિંક કરેલી લેયર ડિલિટ કરી સકાય છે આ ઓપસનથી જે લેયર સિલેક્ટ હસે તે લેયર ડિલિટ થસે. 

4.Layer Properties: લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી બનાવેલ તથા સિલેક્ટેડ લેયરની પ્રોપર્ટી જોઇ શકાય છે. 

5.Layer Style: લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી બનાવેલી કે સિલેક્ટ કરેલી લેયર પર અલગ અલગ સ્ટાઇલ કે ઇફેક્ટ આપી સકાય છે જેમકે પડછાયો બહારની સાઇડ લાઇન કોપી કરેલી લેયર તેમજ આપેલી તમામ ઇફેક્ટ દુર પણ કરી શકાય છે . જુઓ વધુ માહિતી માટે નીચેનુ ચિત્ર 


6.New Fill Layer:  લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી બનાવેલી કે સિલેક્ટેડ લેયર પર સોલીડ કલર ગાર્ડિયન કલર તથા અલગ અલગ પેટર્ન ઉમેરી સકાય છે. 

7.New Adjustment Layer:  લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી ઉમેરેલ કે સિલેક્ટ કરેલી લેયરનુ કર્વ બેલેંચ, કલર બેલેંચ, તથા બ્રાઇટ નેશ નુ સેટીંગ કરી શકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

8.Change Layer Content:  લેયર મેનુના આ ઓપસનની મદદથી ઉપરોક્ત સબમેનુ નંબર 6 અને 7 ની મદદથી જે સેટીંગ કરેલ હસે તે ચેંજ કરી સકાસે ઉપરોક બે માથી એક કે બન્ને સબમેનુનો ઉપયોગ કરેલ હસે તોજ આ મેનુ કાર્ય કરસે.વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

9.Layer Content Option: લેયર મેનુના આ ઓપસનની મદદથી Change Layer Content ની મદદથી છેલ્લે ક્યુ કન્ટેંટ ઉમેર્યુ તેની માહિતી જોઇ સકાય છે અને તેમા ફેરફાર કરી સકાય છે. 

10. Type:  લેયર મેનુના આ ઓપસનની મદદથી ફોટો શોપમા ટેક્ષટૂલની મદદથી લખેલ લખાણ આડુ ઉભુ તેમજ અલગ અલગ ઇફેક્ટ આપી સકાય છે.આ ઓપસન ટેક્ષટૂલની મદદથી લખાણ લખેલ લેયર પરજ કાર્ય કરસે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર  

11.Rasterize: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ લેયરને રાસટ્રાઇઝ કરી શકાય છે એકવાર લેયર કે ફોટાને રાસ્ટ્રાઇઝ કર્યા પછી તેમા સુધારા વધારા થઇ શકતા નથી માટે ફોટો કે લેયર સંપુર્ણ બન્યા પછી જરૂર જણાઇ તોજ આ મેનુનો ઉપયોગ કરવો.

12.New Layer Based Slice: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ લેયરના સ્લેચ એટલે કે નાના નાના ભાગ કરી શકાય છે. 

13.Add Layer Mask :  લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ લેયર કે ફોટા પર માસ્ક લગાવી સકાય છે જેમ ડોકટર કે નર્શ મો પર માસ્ક પહેરે છે તેવી રીતે ફોટા કે લેયર પર માસ્ક લગાવી સકાય છે ફોટા પર માસ્ક લગાવવાથી ફોટા પર એક કવર ચઢી જાય છે અને ફોટો દેખાતો બંધ થઇ. 

14.Enable Layer Mask:  લેયર મેનુના આ ઓપસનની મદદથી જે તે ફોટા કે સિલેક્ટ કરેલ લેયર પરથી ચઢાવેલ લેયર માસ્ક ઇનેબલ કરીને તેને દુર કરી શકાય છે. 

15.Add Vector Mask:  લેયર મેનુના આ ઓપસનની મદદથી લેયર માસ્કની જેમ સિલેક્ટેડ લેયર કે ફોટા પર વેક્ટર માસ્ક ચઢાવી સકાય છે તથા તેને ડિલિટ પણ કરી શકાય છે. 

16.Enable Vector Mask: લેયર મેનુના આ ઓપસનની મદદથી વેક્ટર માસ્કને ઇનેબલ કરી શકાય છે. 

17.Group Linked: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ કરેલી અને લિંક કરેલી લેયર નુ એક ગ્રુપ બનાવી શકાય છે તથા તેનુ પ્રીવ્યુ જોઇ સકાય છે. 

18.Ungroup: લેયર મેનુના આ ઓપસનની મદદથી ગ્રુપ કરેલ સિલેક્ટેડ લેયર કે ફોટાને અનગ્રુપ કરી શકાય છે. 

19.Arrange: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટ કરેલી લેયરને એકબીજા ઉપર નીચે વચ્ચે આડી ઉભી જમણી કે ડાબી બાજુ વગેરે મુજબ ગોઠ્વી સકાય છે. 

20.Align Linked: લેયર મેનુના આ ઓપસનની મદદથી લીંક કરેલી લેયરને આડી ઉભી ઉપર નીચે ડાબી જમણી ગોઠવી સકાય છે.

21.Distribute Linked: લેયર મેનુના આ ઓપસનની મદદથી લિંક કરેલી લેયરને આડી ઉભી ઉપર નીચે ગોઠવીને ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય છે. 

22.Lock All Linked Layers: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટ કરેલ અને લિંક કરેલી લેયરને લોક કરી શકાય છે. લોક કર્યા પછી તમે જે ઓપસન અથવા બધા ઓપસન લોક કર્યા હસે તેમા કોઇ ફેરફાર કરી સકાસે નહિ ફેરફાર કરવા ફરીથી આ મેનુની મદદથી લેયરને અનલોક કરવી પડસે.

23.Merge Layers: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ કે લીંક કરેલી લેયરને ભેગી કરી શકાય છે લીંક કરેલી કે સિલેક્ટેડ લેયરને ભેગી કરવાથી બધી લેયરની એક લેયર બની જસે.  

24.Merge Visible: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ કે લીંક અથવા બધી લેયરને વિજ્યુબલ કરી સકાય છે. જેની શોર્ટ્કટ કી shift+Ctrl+E છે.

25.Flatten Image: લેયર મેનુના આ ઓપસનની મદદથી ફોટાને ફ્લેટર્ન કરી સકાય છે અને હાઇડ કરેલી તમામ લેયર દુર કરી સકાય છે. 

26.Matting:  લેયર મેનુના આ ઓપસનની મદદથી કોઇ પણ ફોટો પીક્ષલથી બને હોય છે જેમા બહારની સાઇડના તથા બ્લેક પીક્ષલ અને સફેલ પીક્ષલને મેટીંગ એટલે દુર કરી ફોટા સાથે મેચ કરી સકાય છે. 


અહિ Adobe Photoshop નુ Layer  મેનુ પુરુ થાય છે આશા છે કે Adobe Photoshop નુ Layer મેનુઆપને પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે આમછતા કોઇ પ્રશ્ન હોય તો જણાવવા વિનંતી
આભાર 

Jun 3, 2018

Photo shop Tool bar

નમસ્કાર 
    વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા મેનુની સમજ અંતર્ગત IMAGE મેનુની સમજ મેળવી આ પોસ્ટ વાંચવા માટે અહિ ક્લિક કરો 

આજે આપણે ફોટો શોપમા ખુબજ ઉપયોગી એવા ટૂલ બારની માહિતી મેળવિએ 
ફોટો શોપમા મોટા ભાગનુ કાર્ય ટૂલ બારની મદદથી થાય છે આ ટૂલ બારના નાના ફોટા આપની સમક્ષ મુકી સકાય તેમ ન હોવાથી તમામ ટૂલના નામ એક ફોટામા આપવાનો પ્રયત્ન કરેલ છે તથા ટુલના ઉપયોગની માહિતી ટૂલના નામ મુજબ આપવામા આવી છે 
ટૂલની માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

         હવે આ ટૂલના ઉપયોગ સુ થાય તેની માહિતી જોઇએ આ ટૂલમા ઘણા ટૂલ એવા છે કે જે એક ટૂલમા સમાયેલા છે જે બહાર દેખાતા નથી પણ જે ટૂલની નીચે કાળા કલરના ત્રીકોણ જેવા સિમ્બોલ છે તેમા બીજા ટૂલ સમાયેલ છે આ માટે જે તે ટૂલ પર રાઇટ ક્લિક કરતા બીજા વધારાના છુપાયેલા ટૂલ જોઇ સકાય છે અને તેના પર ક્લિક કરી તેને ઉપયોગમા લઇ સકાય છે. 
(1) Rectangular marquee Tool : આ ટૂલની મદદથી ફોટાનો કોઇ પણ ભાગ ચોરસ કે લંબ ચોરસ મુજબ સિલેક્ટ કરી સકાય છે આ ટૂલ પર રાઇટ ક્લિક કરી વર્તુળ, ઉભી બોર્ડર  અને આડી બોર્ડર પણ સિલેકટ કરી સકાય છે.

(2) Moov Tool : આ ટૂલની મદદથી સિલેક્ટ કરેલ ફોટાને કે કોપી કરેલ ફોટાને એક જ્ગ્યાએથી બીજી જ્ગ્યાએ ખસેડી સકાય છે. 

(3) Lasso Tool : આ ટૂલની મદદથી કોઇ પણ ફોટાને માઉસથી આપણી મરજી મુજબ સિલેક્ટ કરી સકાય છે . આ ટૂલમા જ્યાથી સિલેક્શન ચાલુ થયેલ હોય ત્યા પાછા પહોચતા ફોટો કે ફોટાનો ભાગ સિલેક્ટ થઇ જસે 

(4) Magic Wand Tool: આ ટૂલની મદદથી ફોટામા જેટલી જ્ગ્યાએ એક સરખો કલર છે તે તમામ સિલેક્ટ કરી સકાય છે. સિલેક્શન દુર કરવા માઉસથી ડબલ ક્લિક કરવી 

(5) Crop Tool : આ ટૂલની મદદથી કોઇ પણ ફોટાને કે ફોટાના અમુક ભાગને ક્રોપ કરી સકાય છે. 

(6) Slice Tool: આ ટૂલની મદદથી ફોટાના અલગ અલગ ભાગ કરવા માટે થાય છે અને સામાન્ય રીતે વેબ પેઝ બનાવવા આ ટૂલ નો વધુ ઉપયોગ થાય છે . 

(7) Healing Brush Tool : આ ટૂલનો ઉપયોગ ફોટામાથી કોઇ પણ જ્ગ્યાએથી કલર લેવા માટે થાય છે કલર લેવા જ્યાથી કલર લેવાનો હોય ત્યા માઉસ કર્સર રાખી કી-બોર્ડ પરથી Alt કી દબાવી માઉસથી ક્લિક કરવુ 
હિલિંગ બ્રસ પર રાઇટ ક્લિક કરતા પેચ ટૂલ આવસે જેનાથી ફોટાનો કોઇ ભાગ દુર કરી તેની જ્ગ્યાએ ફોટાનો જ કોઇ કલર લાવવાના ઉપયોગ થાય છે . ફોટાનો જે ભાગ દુર કરવો છે તે સિલેક્ટ કરો અને ત્યા જે કલર લાવવો છે તે કલર ફોટામા જ્યા હોય ત્યા આ સિલેક્ટ કરેલ ભાગ માઉસથી પકડી છોડી દ્યો .

(8) Brush Tool : આ ટૂલનો ઉપયોગ કલર લેવા તથા કલર પુરવા માટે થાય છે. કલર લેવા કી-બોર્ડ પરથી Alt કી દબાવી માઉસથી ક્લિક કરવુ  

(9) Clone Stamp Tool: આ ટૂલની મદદથી ફોટામાથી કોઇ પણ ભાગ સિલેક્ટ કરી તેના જેવી જ પ્રતિક્રુતિ બનાવવા માટે થાય છે. આ માટે જ્યાથી પ્રતિક્રુતિ બનાવવી છે તે ભાગ પર માઉસ એરો રાખી કી-બોર્ડ પરથી Alt કી દબાવી માઉસથી ક્લિક કરવુ ત્યારબાદ જ્યા પ્રતિક્રુતિ બનાવવી છે ત્યા ક્લિક્ કરતા જાવ .

        ક્લોન પેટર્ન ટૂલથી પેટર્ન બનાવી સકાય છે. 
(10) History Brush Tool: આ ટૂલની મદદથી ફોટા પર કરેલ તમામ કાર્ય પેઇંટીંગ કલર વગેરે દુર કરી ફોટો જેવો હતો તેવો પાછો મેળવી સકાય છે. 

(11) Eraser Tool: આ ટૂલની મદદથી ફોટાને સાફ કરવા તથા મેજિક વન ટૂલથી સિલેક્ટ કરી બ્રેક ગ્રાઉંડ કલર સાફ કરવા તથા એક્જ પ્રકારનો કલર દુર કરવા માટે ઉપયોગ થાય છે. 

(12) Paint Bucket Tool:આ ટૂલનો ઉપયોગ સિલેક્ટ કરેલ એરિયામા કલર ફિલ કરવા માટે થાય છે 
આ ટૂલમા રહેલ ગ્રૈઇંટ ટૂલની મદદથી ફોટાને અલગ અલગ પ્રકારની ઇફેક્ટ આપવા માટે થાય છે .

(13) Blur Tool:આ ટૂલનો ઉપયોગ ફોટો કે ફોટાના અમુક ભાગ ધુંધળો બનાવવા થાય છે. 
આ ટૂલમા રહેલ સાર્પેન ટૂલથી ફોટામા ચમક લાવવામા ઉઅપયોગ થાય છે. 
આ ટૂલમા રહેલ સ્મુધ ટૂલથી ફોટાનો સિલેક્ટેડ ભાગ લાંબો કે ટુંકો કરવા માટે ઉપયોગી છે. 

(14) Dodge Tool:આ ટૂલનો  ઉપયોગ ફોટામા ચમક લાવવા માટે થાય છે. 
આ ટૂલમા રહેલ બર્ન ટૂલનો ઉપયોગ ફોટાના અમુક ભાગ સળગેલ હોય તેવુ બતાવવા માટે છે.
સ્પોંઝ ટૂલના ઉપયોગથી ફોટા પરની ભીનાશ દાઘ વગેરે દુર કરવા અને ચમક લાવવા થાય છે. 

(15) Path Selection Tool: આ ટૂલની મદદથી પેન ટૂલ વડે સિલેક્ટ કરેલ કે દોરેલ  ફોટાને યોગ્ય આકર આપવા રેખા વાંકી ચુંકી ત્રાંશી આડી વગેરે કરવા માટે થાય છે .જે એંકર પોઇંટ ના આધારે થઇ સકે છે.

(16) Text Tool: આ ટૂલની મદદથી આડી ઉભી ત્રાંસી પડછાયા વગેરે ડિઝાઇનમા લખાણ લખી સકાય છે તથા તેને યોગ્ય ઇફેક્ટ આપી સકાય છે. 

(17) Pen Tool:આ ટૂલની મદદથી ફોટાને માઉસથી સિલેક્ટ કરી સકાય છે વિવિધ એંકર પોઇંટ ઉમેરી કે ડીલીટ કરી સકાય છે તથા એંકર પોઇંટ કન્વર્ટ કરી સકાય છે. 

(18) Rectangle Tool: આ ટૂલ તથા તેમા રહેલ બીજા વધારના ટૂલની મદદથી ચોરસ લંબચોરસ ખૂણા વગરના ચોરસ ,વર્તુળ ,પંચ કોણ લાઇન તથા આપણી ઇચ્છા મુજબના કસ્ટમ આકારો દોરી સકાય છે. 

(19) notes Tool: આ ટૂલ તથા તેમા રહેલ બીજા ટૂલની મદદથી ફોટામા  ટેક્ષ્ટ મેસેજ તથા ઓડિયો મેસેજ મુકી સકાય છે 

(20) Eyedropper Tool: આ ટૂલ તથા તેમા રહેલ ટૂલની મદદથી ફોટા માથી કલર લઇ સકાય છે કલર લેવા માટે ફોટામાથી જ્યાથી   કલર લેવાનો છે તેના પર ક્લિક કરતા તે કલર આવી જસે  

(21) Hand Tool:આ ટૂલની મદદથી ખુબ મોટા ફોટાને ઉપર નીચે તથા ડાબી જમણી બાજુ ફેરવી સકાય છે 

(22) Zoom Tool:  આ ટૂલની મદદથી ફોટાને ઝૂમ કરીને જોઇ સકાય છે. 

આપને ઉપરોક્ત ટૂલ બારની સમજ આવી ગઇ હસે આમ છતા વારં વાર તથા થોડીક પ્રેકટીશ કરવાથી તેમા વધુ સરળતાથી સમજ પડસે જેથી આપ સમજી વિચારી પ્રેકટીશ કરશો તો ચોક્ક્સ ખ્યાલ આવી જસે આ ટૂલનો ઉપયોગ કરો ત્યારે ખાસ આપના કી બોર્ડની Caps Lock કી બંધ રાખવી જેથી કોઇ એરર ના ઉદભવે 


હવે પછીની પોસ્ટમા Layer મેનુની સમજ મેળવિસુ 
આભાર 

May 7, 2017

Adobe Photoshop Image menu



આપણે આગળની પોસ્ટમા Adobephotoshop મા Edit menu ની સમજ મેળવી તે પોસ્ટ માટે અહિ ક્લિક કરો  આપણે Adobe Photoshop નુ ત્રીજા નમ્બર નુ મેનુ એટલે Image menu ની સમજ મેળવીસુ
Image menu ની મદદથી Adobe Photoshopમા photo મા વિવિધ Editing  એટલે કે સુધારા વધારા કરી શકાય છે . જેમકે લેવલ,સાઇઝ,બ્રાઇટનેશ ,કલર વગેરે


Image menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
Image Menuના કુલ 13 સબમેનુ છે જેની સમજ નીચે મુજબ છે. 


1.Modeઆ મેનુની મદદથી ફોટો કે ચિત્ર ના મોડ મા ફેરફાર કરી શકાય છે જેમકે bitmap,Grayscale,Donote,Index Color,RgbColor ,Cmyk Colorlab color ,8bit chanal,16 bit chanal વગેરે સેટીંગ કરી સકાય છે.આ મેનુનો આપ વારં વાર ઉપયોગ કરી વધુ પ્રેકટીશ કરશો તો સરળતાથી શિખી સકશો. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર  

2.Adjustments: આની મદદથી ફોટાને ઓટો લેવલ ફોટાની બ્રાઇટનેશ અને કોંટ્રાસ તેમજ કર્વ કલર બેલેંસ વગેરે જેવા ફેરફારો કરી સકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


3.Duplicate: આની મદદથી સિલેક્ટ કરેલ ફોટાનો દુપ્લીકેટ ફોટો બનાવી સકાય છે
4.Apply Image: આ મેનુની મદદથી ફોટાનુ બ્રેક ગ્રાઉંડ કલર ચેનલ તેમજ લેયર સેટ કરી સકાય છે. તથા બે ફોટાને ભેગા કરી સકાય છે .

5.Calculations: Image menu ની ફોટાની  સાઇઝ બેક ગ્રાઉંડ કલર તેમજ તેની કેપીસીટી વગેરે જાણી સકાય છે. 

6.Image Size: આ મેનુની મદદથી ફોટાની સાઇઝ જેમા લંબાઇ તથા પહોળાઇ પીક્ષલમા અને ઇંચમા સેટ કરી સકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર     

7.Canvas Size:  આ ઓપ્સનની મદદથી ફોટાની સાઇઝ pixal, cm, perchantege, mm    ,inch, point, વગેરે ફોર્મેટમા સેટ કરી સકાય છે. તથા ફોટા ફરતે બોર્ડર તથા વધુ મોટો ફોટો હોય તો વચ્ચેની બાજુથી બધી બાજુ સિલેક્ટ કરેલ સાઇજ જેટલો નાનો કરી સકાય છે. 
8.Rotate Canvas:  આ મેનુની મદદથી ફોટાને આડો ઉભો તેમજ 1800 તથા 900cw 900ccw તથા Airbitary  મોડમા ફેરવી સકાય છે.
9.Crop:  મેનુની મદદથી સિલેક્ટેડ ફોટાને ક્રોપ કરી સકાય છે આ માટે સૌ પ્રથમ જે ફોટાનો જેટલો ભાગ ક્રોપ કરવો છે તેટલો ભાગ ક્રોપ ટૂલ વડે સિલેક્ટ કરીને પછી આ મેનુની મદદથી તે સિલેક્ટેડ ભાગ જેટલો ફોટો ક્રોપ કરી સકાસે.

10.Trim:  આ મેનુની મદદથી ફોટામા ઉપર નીચે ડાબી જમણી વગેરે બાજુ સિલેક્ટેડ કલર તેમજ Trim Away સેટ કરી સકાય છે.

11.Reveal All:આ મેનુ ની મદદથી Reveal All જોઇ સકાય છે કે સેટ કરી સકાય છે આ મેનુનો ઉપયોગ ભુલથી કોઇ લેયર ફોટાની બહાર જતી રહી હોય અને દેખાતી ના હોય ત્યારે આ મેનુની મદદથી બધી લેયર જોઇ સકાય છે તથા મુવ ટૂલની મદદથી વ્યવસ્થિત ગોઠવી સકાય છે. 

12.Histogram:આ મેનુની મદદથી ફોટાનો હિસ્ટોગ્રામ જોઇ સકાય છે જેમા પીક્ષલ કેસ લેવલ પર્સનટેઝ કાઉંટ વગેરે માહિતી જોઇ સકાય છે.

13.Trap:આ મેનુની મદદથી ટ્રેપ ચેંઝ કરી સકાય છે કે તેની માહિતી જોઇ સકાય છે આ મેનુ પણ જ્યારે ઘાટા અક્ષરમા હોય ત્યારેજ કાર્ય કરે છે.
આભાર

Apr 2, 2017

Adobe Photoshop Edite menu

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા ફોટો શોપમા ફાઇલ મેનુની સમજ મેળવી આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો

 આજે આપણે Adobe Photoshop નુ બિજા નમ્બર નુ મેનુ એટલે Edit menu ની સમજ મેળવીસુ
Edit menu ની મદદથી Adobe Photoshopમા Editing  એટલે કે સુધારા વધારા કરી શકાય છે .


Edit menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
Edit Menuના કુલ 23 સબમેનુ છે જેની સમજ નીચે મુજબ છે.

1.Undoજેની મદદથી છેલ્લે કરેલ અસર નાબુદ કરી શકાય છે લખતા લખતા કોઇ ભુલ થઇ હોય કે ફોટો એડીટ કરતા કોઇ ભુલ થઇ હોય તો છેલ્લેથી એક પછી એક Undo થી નાબુદ કરી શકાય છે જેની સોર્ટ કટ કી Ctrl+Z છે

Feb 21, 2017

Adobe Photo shop file menu



નમસ્કાર 
     વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા ફોટો શોપ કી બોર્ડ શોર્ટ કટ ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

         આજે આપણે PHOTO Shop ચાલુ કેવી રીતે કરવુ તેમજ તેના  વિવિધ મેનુ વિસે સમજ મેળવીસુ
ફોટો શોપ ચાલુ કરવા માટે ડેસ્કટોપ પર જ્યા ફોટોશોપનુ આઇકોન છે તેના પર ડબલ ક્લિક કરો અથવા રાઇટ ક્લિક કરી ઓપન પર ક્લિક કરો
અથવા સ્ટાર્ટ બટન પર ક્લિક કરો તેમા All Prograe તેમા Adobe photoshop પર ક્લિક કરો
Adobe Photoshop મા કુલ 9 menu છે 
1.file
2.Edit
3.Image
4.Layer
5.Select
6.Filter
7.View
8.Window
9.Help

1.File Menu ની સમજ તેમજ સબ મેનુ
file Menu નવી ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ કરવા ,ફાઇલ ને પરીંટ કરવા તેમજ Adobe Photoshop  માથી બહાર નીકળવા થાય છે
File menu ની સમજ માટે ચિત્ર ન.1

Nov 16, 2016

Foto Shop keybord Short Cut

નમસ્કાર
     વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા ફોટોશોપમા પાસપોર્ટ સાઇઝના ઇમેઝ કેવી રીતે બનાવવા તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે માત્ર એક્જ પેજમા ફોટોશોપમા ઉપયોગી એવા કિ-બોર્ડ ના શોર્ટ કટની માહિતી જોઇએ
આ શોર્ટ કટ ફાઇલ તેમજ એડિટ મેનુના ઉપયોગ માટે છે જુઓ નીચેનુ ચિત્ર


Sep 15, 2015

Pasport Image

ફોટો શોપમાં પાસપોર્ટ સાઈઝનો ફોટો બનાવવાના સ્ટેપ

  (1)  સૌ પ્રથમ ફોટોશોપ ખોલો
  (2) Open પર ક્લિક કરી જે ફોટો પ્રિન્ટ કરવો છે તે ખોલો
  (3) ફોટાપર right click કરી Duplicate કરો અને મૂળ ફોટાને બંધ કરી દો
  (4) હવે ફોટાને crope કરો crope કરતાં પહેલા ફોટાની સાઇઝ 1.5In á 2 In á300 Resolusan રાખોં
  (5) હવે ફોટાને crope કરી ડબલ ક્લિક કરો અથવા enter આપો
  (6) હવે ફાઇલ મેનૂ માથી Newà1.5á2 In á 300 Resolusan રાખી ok આપો
  (7) ત્યારબાદ move tool પર ક્લિક કરો ખુલેલા ડાયલોગ બોક્ષ માં ફોટાને ડ્રેગ કરીને મૂકો
  (8) Ctrl + t press કરો ત્યારબાદ shift દબાવી રાખી ફોટાની સાઇઝ ઘટાડો
  (9) ડબલ ક્લિક કરો અથવા enter આપો
  (10)           ત્યારબાદ keyboard ના એરો ની મદદથી ફોટાને વ્યવસ્થિત ગોઠવો 
  (11)            ત્યારબાદ Layer તેમાં layer style તેમાં stork પર ક્લિક કરો
  (12)            ત્યારબાદ edit તેમાં Define pattern પછી નામ આપી ok આપો
  (13)            હવે file મેનુમાથી new જેમાં widh 6 heigh 4 અને Resolusan 300 કરી ok આપો
  (14)            હવે edit મેનુમાથી fill જેમાં સ્ટેપ 12 મુજબ તમે નામ આપી સેવ કરેલી pattern સિલેક્ટ કરી ok આપો એટ્લે ઓટોમેટીક આવી જસે ત્યારબાદ seve કરો

  (15)            Seve કરતાં જે ડાયલોગ બોક્ષ ખૂલે તેમાં Quality 12 રાખી ok આપો