4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Showing posts with label 5.કમ્પ્યુટર ટિપ્સ. Show all posts
Showing posts with label 5.કમ્પ્યુટર ટિપ્સ. Show all posts

Dec 17, 2019

How to close any program in pc

નમસ્કાર 
     વાચક મિત્રો 
આજે આપણે કમ્પ્યુટર કે લેપટોપમા કોઇ પ્રોગ્રામ કે જે બંધ કરવા છતા બંધ ન થતા હોય તેને બંધ કેવી રીતે કરી સકાય તેની માહિતી જોઇએ 

આ માટે સૌ પ્રથમ સ્ટેટસબાર પર રાઇટ ક્લિક કરી ખુલતા મેનુમા જેતે ચાલુ પ્રોગ્રામ સિલેક્ટ કરી END TASK પર ક્લિક કરવુ 
અથવા કી બોર્ડ પરથી ctrl+alt+delete બટન પ્રેસ કરી ઉપરોક્ત પ્રોસેસ કરવી 
વધુ માહિતી માટે જુઓ નીચેનો વિડિયો 

વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો 


ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહિ ક્લિક કરો 


Jun 6, 2019

DELETE FILE OR FOLDER

     નમસ્કાર 
      વાચક મિત્રો 
   
     આપણે અગાઉની પોસ્ટમા ડીલીટ ન થતા ફાઇલ કે ફોલ્ડરને CMD ની મદદથી  કેવી રીતે ડીલીટ કરી શકાય તેના  વિશે માહિતી મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

    આજે આપણે કોમ્પ્યુટર મા કે લેપટોપ મા રહેલ ફાઇલ કે ફોલડર કે જે CMD ની મદદથી ડિલિટ ન થતા હોય તેને  કોઇપણ પ્રકારના સોફ્ટ્વેર વગર માત્ર થોડુ સેટીંગ બદલીને ડીલીટ કેવી રીતે કરીશકાય તેની માહિતી  જોઇએ 
   
     ઘણી વાર કોઇ પણ કારણો સર કે વાઇરસના કારણે ફાઇલ કે ફોલ્ડર CMD (કમાન્ડ પ્રોમ્ટ) ની મદદથી ડીલીટ કરવા છતા પણ ડીલીટ થતા નથી આવા સમયે થોડુ સેટીંગ બદલીને કોઇ પણ ડીલીટ ન થતા ફાઇલ કે ફોલ્ડર સરળતાથી ડીલીટ કરી શકાય છે. 
  
    ફાઇલ કે ફોલ્ડરને ડીલીટ કરવાના  સ્ટેપ નીચે મુજબ છે.

   (1)  સૌ પ્રથમ તમારા કોમ્પ્યુટરમા કે લેપટોપમા જે ફાઇલ કે ફોલ્ડર ડીલીટ કરવા છે તે ફાઇલ કે ફોલ્ડર પર માઉસથી રાઇટ ક્લિક કરી પ્રોપર્ટી પર ક્લિક કરી ખુલેલા ડાયલોગ બોક્ષમા Security પર ક્લિક કરો હવે ત્યારબાદ Edit પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


   (2) હવે ખુલેલા ઓપ્શનમા Allow અને Deny લખેલુ હસે તેમા Allow મા નીચે જે નાના ચોરસ   દેખાય છે તેમાથી પ્રથમ ચોરસ Full Control ની સામે ટીક કરો જેથી બધા ખાના ટીક થઇ જસે જો     બધા ટીક ન થાય તો મેન્યુઅલી બધા ટીક કરો ત્યારબાદ Apply પર ક્લિક્ કરો અને છેલ્લે OK પર     ક્લિક કરો  

     વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 





     (3) હવે તમે સિલેક્ટ કરેલ ફાઇલ કે ફોલ્ડર ડીલીટ કરો કોઇ પણ એરર વગર સરળતાથી ડીલીટ થઇ  જસે ખાસ નોંધ ફોલ્ડર ડીલીટ કરતી વખતે ફોલ્ડર ખાલી હોવુ જોઇએ જો ખાલી ન હોય તો ફાઇલ પર  ઉપર મુજબની પ્રોસેસ કરી ફાઇલ ડીલીટ કરો પછી ફોલ્ડર ડીલીટ થઇ જસે 

May 29, 2019

HOW TO DELET FOLDER OR FILE

નમસ્કાર 
      વાચક મિત્રો 
   
     આપણે અગાઉની પોસ્ટમા પેન દ્રાઇવ કે મેમરી કાર્ડને CMD ની મદદથી ફોર્મેટ કેવી રીતે કરી શકાય તેના  વિશે માહિતી મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

    આજે આપણે કોમ્પ્યુટર મા કે લેપટોપ મા રહેલ ફાઇલ કે ફોલડર કે જે ડિલિટ ન થતા હોય તેને  કોઇપણ પ્રકારના સોફ્ટ્વેર વગર માત્ર CMD (કમાન્ડ પ્રોમ્ટ) ની મદદથી ડીલીટ કેવી રીતે કરીશકાય તેની માહિતી  જોઇએ 
   
     ઘણી વાર કોઇ પણ કારણો સર કે વાઇરસના કારણે ફાઇલ કે ફોલ્ડર ડીલીટ કરવા છતા પણ ડીલીટ થતા નથી આવા સમયે CMD (કમાન્ડ પ્રોમ્ટ) ની મદદથી કોઇ પણ ડીલીટ ન થતા ફાઇલ કે ફોલ્ડર સરળતાથી ડીલીટ કરી શકાય છે.
  
    ફાઇલ કે ફોલ્ડરને ડીલીટ કરવાના  સ્ટેપ નીચે મુજબ છે.

   (1) Window + R કી પ્રેસ કરો આથી એક RUN નો ડાયલોગ ખુલ્સે જેમા cmd લખો અને ઓકે પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

    (2)   હવે તમારા કોમ્પ્યુટરમા કે લેપટોપમા જે ફાઇલ કે ફોલ્ડર ડીલીટ કરવા છે તે ફાઇલ કે ફોલ્ડર પર માઉસથી રાઇટ ક્લિક કરી પ્રોપર્ટી પર ક્લિક કરી ફાઇલ કે ફોલ્ડરનુ લોકેસન(પાથ) સિલેક્ટ કરી કોપી કરો અથવા લખી લો જુઓ નીચેનુ ચિત્ર

   (3) હવે ખુલેલા CMD મા cd /d નામનો કમાન્ડ લખો અને ત્યાર બાદ તરત રાઇટ ક્લિક કરી તમે કોપી કરેલ લોકેસન પેસ્ટ કરો અથવા ફાઇલ કે ફોલ્ડર નો પાથ લખો ત્યારબાદ એન્ટર આપો હવે dir /x નામનો ક્માન્ડ ટાઇપ કરો અને એંટર આપો જેથી ડીરેક્ટરી ખુલ્સે જેમા તમારે જે ફાઇલ કે ફોલ્ડર ડીલીટ કરવાના છે તેની ડીરેકટરી અને ફાઇલ નુ નામ હસે જેમા તેમા જેમ નામ છે તેમનુ તેમ લખવુ આ માટે rmdir/q/s અને પછી ડીરેક્ટરીનુ નામ જે મુજબ હોય તેમ લખવુ અને ત્યારબાદ એન્ટર આપો એટલે તે ફાઇલ કે ફોલ્ડર ડીલીટ થઇ જસે 
   વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

     (4) હવે exit લખી કી બોર્ડ પરથી એન્ટર આપો

May 17, 2019

Format memory kard & Pendrive


    નમસ્કાર 
      વાચક મિત્રો 
   
     આપણે અગાઉની પોસ્ટમા પેન દ્રાઇવ કે મેમરી કાર્ડને અનબૂટેબલ કેવી રીતે બનાવી શકાય તેના  વિશે માહિતી મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

    આજે આપણે ડિફોલ્ટ મેમોરી કાર્ડ કે પેનડ્રાઇવ કે જે ફોર્મેટ ન થતા હોય તેને  કોઇપણ પ્રકારના સોફ્ટ્વેર વગર માત્ર CMD (કમાન્ડ પ્રોમ્ટ) ની મદદથી ફોર્મેટ કેવી રીતે કરીશકાય તેની માહિતી  જોઇએ 
   
     મેમોરી કાર્ડ કે પેન ડ્રાઇવ કે જે ફોર્મેટ ન થતા હોય તેને સરળતાથી ફોર્મેટ કરી શકાય છે .  
     આ મુજબ ના સ્ટેપથી બૂટેબલ બનાવેલ મેમોરી કાર્ડ કે પેનડ્રાઇવને ફોર્મેટ કરી શકાશે નહિ જેની ખાસ તકેદારી રાખવી અનબૂટેબલ કે વાઇરસ વાળા અથવા ડિફોલ્ટ સંગ્રાહક તરીકે ઉપયોગ કરેલ મેમોરી કે પેનડ્રાઇવને ફોર્મેટ કરી શકાસે .
  
    પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડને ફોર્મેટ કરવાના  સ્ટેપ નીચે મુજબ છે.

   (1) Window + R કી પ્રેસ કરો આથી એક RUN નો ડાયલોગ ખુલ્સે જેમા cmd લખો અને ઓકે પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

    (2)   હવે તમારા કોમ્પ્યુટરમા તમે લગાવેલ પેનડ્રાઇવ કે મેમોરી કાર્ડ ક્યા(કઇ ડ્રાઇવમા)  છે તે યાદ રાખી લો અને જેમાથી પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડ જે ડિસ્કમા છે તે ડિસ્કનો જેમકે A,B,C,D,E,F કે G છે તે યાદ રાખો અને  હવે format G: /fs:fat32 /q  લખી કી બોર્ડ પરથી એન્ટર આપો થોડી વાર પછી ફરીવાર એન્ટર આપો હવે મેમોરી કે પેનડ્રાઇવનુ નામ લખો આપને જે રાખવુ હોય તે અને ત્યારબાદ એન્ટર આપો થોડી વારમા મેમોરી કે પેન ડ્રાઇવ ફોર્મેટ થઇ જસે અને વાઇરસ હસે તો નિકળી જસે અને ડિફોલ્ટ સંગ્રાહક તરીકે કાર્ય કરશે. 

     (3) હવે exit લખી કી બોર્ડ પરથી એન્ટર આપો

બસ તમારૂ મેમોરી કાર્ડ કે પેન ડ્રાઇવ ફોર્મેટ થઇ જસે  
 વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 




May 13, 2019

How to Unbootebal pendrive


    નમસ્કાર 
      વાચક મિત્રો 
   
     આપણે અગાઉની પોસ્ટમા પેન દ્રાઇવ કે મેમરી કાર્ડને બૂટેબલ કેવી રીતે બનાવી શકાય તેના  વિશે માહિતી મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

    આજે આપણે બૂટેબલ બનાવેલ પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડને અન બૂટેબલ (ડિફોલ્ટ સ્ટોરેજ)  કોઇપણ પ્રકારના સોફ્ટ્વેર વગર માત્ર CMD (કમાન્ડ પ્રોમ્ટ) ની મદદથી અનબૂટેબલ કેવી રીતે બનાવી શકાય તેની માહિતી  જોઇએ 
   
     બૂટેબલ બનાવેલ મેમોરી કાર્ડ કે પેન ડ્રાઇવને અનબૂટેબલ બનાવી ડિફોલ્ટ ડેટા સંગ્રહ તરીકે વાપરી  શકાય છે.
  
    પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડને અનબૂટેબલ બનાવવાના સ્ટેપ નીચે મુજબ છે.

   (1) Window + R કી પ્રેસ કરો આથી એક RUN નો ડાયલોગ ખુલ્સે જેમા cmd લખો અને ઓકે પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

    (2)  હવે diskpart લખી કી બોર્ડ પરથી એન્ટર આપો અને થોડીવાર રાહ જોવો

    (3)    હવે list disk લખી કી બોર્ડ પરથી એન્ટર આપો

    (4)  હવે તમારા કોમ્પ્યુટરમા આવેલ તમામ ડિસ્કનુ લિસ્ટ દેખાસે જેમાથી પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડ જે ડિસ્કમા છે તે ડિસ્કનો નંબર યાદ રાખો અને select disk (Disk નો નંબર) લખી કી બોર્ડ પરથી એન્ટર આપો

   (5) હવે clean લખી કી બોર્ડ પરથી એન્ટર આપો 
     
     (6) હવે Create partition primary લખી કી બોર્ડ પરથી એન્ટર આપો 

     (7) હવે select partition 1(પાર્ટીશનનો નંબર) લખી કી બોર્ડ પરથી એન્ટર આપો 

     (8) હવે active લખી કી બોર્ડ પરથી એન્ટર આપો 

        (9) હવે format fs”fat32 quick  લખી કી બોર્ડ પરથી એન્ટર આપો થોડી વારમા મેમોરી કે પેન ડ્રાઇવ ફોર્મેટ થસે અને અનબૂટેબલ બની જસે. અને ડિફોલ્ટ સંગ્રાહક તરીકે કાર્ય કરશે. 

     (10) હવે exit લખી કી બોર્ડ પરથી એન્ટર આપો

બસ તમારૂ મેમોરી કાર્ડ કે પેન ડ્રાઇવ અનબૂટેબલ બની જસે  
 વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 



May 11, 2019

How To Create bootable pendrive or memory


    નમસ્કાર 
      વાચક મિત્રો 
   
     આપણે અગાઉની પોસ્ટમા કોમ્પ્યુટર સ્ક્રીન રોટેટની સમસ્યા અને ઉપાય વિશે માહિતી મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

    આજે આપણે પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડને Window-7,8,10 કે Xp માટે કોઇપણ પ્રકારના સોફ્ટ્વેર વગર માત્ર CMD (કમાન્ડ પ્રોમ્ટ) ની મદદથી બૂટેબલ કેવી રીતે બનાવી શકાય તેની માહિતી  જોઇએ 
   
     મેમોરી કાર્ડ કે પેન ડ્રાઇવને બૂટેબલ બનાવી તેમા Window-7,8,10 કે xp ની સેટઅપ ફાઇલ નાખી તેને Cd/DVD ની જેમ ઉપયોગ કરી કોમ્પ્યુટર કે લેપટોપ ફોર્મેટ કરી શકાય છે.
  
    પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડને બૂટેબલ બનાવવાના સ્ટેપ નીચે મુજબ છે.

   (1) Window + R કી પ્રેસ કરો આથી એક RUN નો ડાયલોગ ખુલ્સે જેમા cmd લખો અને ઓકે પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

    (2)  હવે diskpart લખી કી બોર્ડ પરથી એન્ટર આપો અને થોડીવાર રાહ જોવો

    (3)    હવે list disk લખી કી બોર્ડ પરથી એન્ટર આપો

    (4)  હવે તમારા કોમ્પ્યુટરમા આવેલ તમામ ડિસ્કનુ લિસ્ટ દેખાસે જેમાથી પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડ જે ડિસ્કમા છે તે ડિસ્કનો નંબર યાદ રાખો અને select disk (Disk નો નંબર) લખી કી બોર્ડ પરથી એન્ટર આપો

   (5) હવે clean લખી કી બોર્ડ પરથી એન્ટર આપો 
     
     (6) હવે Create partition primary લખી કી બોર્ડ પરથી એન્ટર આપો 

     (7) હવે select partition 1(પાર્ટીશનનો નંબર) લખી કી બોર્ડ પરથી એન્ટર આપો 

     (8) હવે active લખી કી બોર્ડ પરથી એન્ટર આપો 

        (9) હવે format fs”ntfs quick  લખી કી બોર્ડ પરથી એન્ટર આપો થોડી વારમા મેમોરી કે પેન ડ્રાઇવ ફોર્મેટ થસે અને બૂટેબલ બની જસે. 

     (10) હવે exit લખી કી બોર્ડ પરથી એન્ટર આપો

બસ તમારૂ મેમોરી કાર્ડ કે પેન ડ્રાઇવ બૂટેબલ બની જસે હવે તેમા વિંડો-7.8.કે 10 અથવા વિંડો-Xp ની સેટપ ફાઇલ નાખી કોમ્પ્યુટરમા DVD ની જેમ રન કરાવી વિંડો ઇંસ્ટોલ કરી શકાય છે.
મેમોરી કાર્ડ કે પેન ડ્રાઇવને ઉપર મુજબ બૂટેબલ બનાવ્યા પછી જ તેમા સેટઅપ ફાઇલ કોપી કરી પેસ્ટ કરવી 
 વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 




Apr 29, 2019

compyuter screen rotate

નમસ્કાર 
     વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટ્મા  પેન ડ્રાઇવ કે મેમોરી કાર્ડને કોમ્પ્યુટરની રેમ કેવી રીતે બનાવવી તેની  માહિતી જોઇ તે પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો

આજે આપણે કોમ્યુટરની સ્ક્રીન ને રોટેટ (ફેરવવી) ની માહિતી મેળવિએ 

ઘણી વાર કોમ્પ્યુટર કે લેપટોપમા કાર્ય કરતી વખતે કી-બોર્ડ માથી ભુલથી કે ઉતાવળથી કોઇ કી દબાઇ જવાના કારણે કોમ્પ્યુટરની સ્ક્રીન ફરી જાય છે અને આપણે મુંજાઇ જઇએ કે આવુ કેમ થયુ અને પુરી માહિતી ન હોવાથી દુકાને રિપેરીંગ મા કે ફોર્મેટ કરીએ છીએ પરંતુ જો કોઇ  કારણસર આવુ થાય તો મુંજાવાની જરૂર નથી અહિ આપેલ ટ્રીકનો ઉપયોગ કરી આપ સરળતાથી  કોમ્પ્યુટર કે લેપટોપ ની સ્ક્રીન ચારે તરફ ફેરવી સીધી કરી શકશો 

આ માટેની માહિતી નીચે મુજબ છે. 

સ્ટેપ-1. સૌ પ્રથમ કી-બોર્ડ પરથી Ctrl+Alt+Arrow Key આ ત્રણ કી પ્રેસ કરવાથી કોમ્પ્યુટર કે લેપટોપની સ્ક્રીન રોટેટ થસે એટલેકે ઉંધી ,ડાબી,જમણી અને શીધી ફરસે 

આ સમસ્યા મોટા ભાગે Xp ઓપરેટીંગ સિસ્ટમમા બને છે Window-7 કે ત્યારપછીની સિસ્ટમમા આ સમસ્યા બનશે નહિ આમ છતા જો આ સમસ્યા બને તો આપ આ ટ્રીકનો ઉપયોગ કરી સુધારી શકો છો 


આભાર 

Sep 24, 2017

Pen Drive & memory kard ne pc ni memory banavo

નમસ્કાર 
     વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટ્મા કોમ્પ્યુટર ના કી બોર્ડના શોર્ટ કટ ની માહિતી જોઇ તે પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો

આજે આપણે પેન ડ્રાઇવ કે મેમરી કાર્ડ્ને કોમ્પ્યુટર કે લેપટોપની રેમ તરીકે  કેવી રીતે ઉપયોગ કરી સકાય તેની માહિતી જોઇએ 
ઘણી વાર કોમ્પ્યુટર કે લેપટોપમા ઓછી રેમ ના કારણે કોમ્પ્યુટર કે લેપટોપ ની સ્પીડ ધીમી પડી જાય છે અથવા તો અમુક પ્રોગ્રામ ઇંસ્ટોલ થતા નથી આવી સમસ્યા ઉદભવે છે તો તેનો ઉપાય છે તમારૂ મેમરી કાર્ડ કે પેન ડ્રાઇવ 

તમારા મેમરી કાર્ડ કે પેનડ્રાઇવ ને કોમ્પ્યુટર કે લેપટોપની મેમરી બનાવી તેની સ્પીડ વધારી સકાય છે 
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે સાથે ચિત્ર પણ મુકેલ છે.

સ્ટેપ-1. સૌ પ્રથમ તો આપનુ મેમરી કે પેનડ્રાઇવ કોમ્પ્યુટર કે લેપટોપમા USB પોર્ટમા લગાવો અને મેમરી કે પેનડ્રાઇવ બતાવે તેના પર માઉસની Right ક્લિક કરો અને તમારૂ મેમરી કે પેનડ્રાઇવ Format કરો જો તેમા કોઇ અગત્યાના ડોક્યુમેંટ કે કોઇ જરૂરી ફાઇલ હોય તો તે ફોર્મેટ કરતા પહેલા અન્ય ડ્રાઇવ મા લઇ લેવા 
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 



સ્ટેપ-2. હવે મેમરી કે પેનડ્રાઇવ સમ્પુર્ણ ફોર્મેટ થઇ જાય ત્યારબાદ ફરી મેમરી કે પેનડ્રાઇવ પર Right ક્લિક કરો અને તેમા Propertise પર 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્ર 


સ્ટેપ-3. હવે જે મેમરી કે પેનડ્રાઇવની પ્રોપર્ટી ખુલી છે તેમા ઉપર જે વિવિધ ઓપસન દેખાય છે તેમાથી Readyboost પર ક્લિક કરો તેના પર ક્લિક કરતા તેમા જે ઓપસન દેખાસે તેમા Use This Device જ્યા લખેલુ છે તેની સામે એક ગોળ શુન્ય હસે તેના પર ક્લિક કરો હવે નીચે Apply પર ક્લિક કરો અને ત્યારબાદ છેલ્લે OK પર ક્લિક કરો જેથી તમારૂ મેમરી કાર્ડ કે પેનડ્રાઇવ રેમ બની જસે અને તે જ્યા સુધી કે જ્યારે જ્યારે કોમ્પ્યુટર કે લેપટોપમા લગાવસો ત્યારે તે કોમ્પ્યુટર મેમરી એટલે કે રેમ તરીકે ઉપયોગી થસે અને કોમ્પ્યુટર કે લેપટોપની સ્પીડ વધી જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 



આભાર 

Feb 18, 2017

Keybord Short cut

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા MS EXCEL 2007 મા કસ્ટમ લિસ્ટ કેવી રીતે બનાવવુ તે વિષે માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો 
આજે આપણે કી-બોર્ડના ખુબજ ઉપયોગી એવા શોર્ટ કટ ની માહિતી મેળવિએ 
આ શોર્ટ કટ ઇમેઝ ફોર્મેટમા છે  જે માત્ર  એક્જ પેઇજમા છે અને રોજ બરોજના કાર્યમા ખુબ ઉપયોગી થઇ શકસે અને સાથે સાથે સમયનો બચાવ પણ થસે 
શોર્ટ કટ માટે જુઓ નીચેનુ ચિત્ર 


Nov 14, 2016

Banavo Keybord ne mouse

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે કોમ્પ્યુટર મા આપણા કી બોર્ડને માઉસ બનાવવા માટેના સ્ટેપ જોઇએ 
ઘણી વાર કામ કરતા માઉસ બગડી જાય તો સુ કરવુ ? તો મુંજાવાની જરૂર નથી થોડી ટેક્નીકથી તમારૂ કિ-બોર્ડ માઉસ બની જસે 

આ માટે સૌ પ્રથમ Control penal તેમા Ease Of Access Center અથવા Accessibility Option તેમા Make The mouse easier to use તેમા Control the mouse with keybord તેમા turn on mouse key ને પછી apply પર ક્લિક કરો 
અથવા  કી-બોર્ડ પરથી Alt+Left Shift+NumLock કી એક સાથે પ્રેશ કરો અને ખુલેલા ડાયલોગ બોક્ષમા YES પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 


YES પર ક્લિક કરશો એટલે તમારા PCના સ્ટેટસ બારમા માઉસનુ નીશાન આવી જસે અને કિ-બોર્ડનુ નમ્બરીક કિ માઉસનુ કામ કરસે જેમા કિ-1,2,3,4,6,7,8,9 માઉસના એરાને બધી બાજુ ફેરવવાનુ કામ કરસે અને  કિ 5 ની મદદથી એક વાર પ્રેશ કરવાથી માઉસની એક ક્લિક તથા ડબલ પ્રેશ કરવાથી માઉસની ડબલ ક્લિક થસે તેમજ - અને + આ કિ રાઇટ ક્લિક અને ડ્રેગ અને ડ્રોપ નુ કાર્ય કરસે 

આ સુવિધા બન્ધ કરવા માટે કિ-બોર્ડ પરથી ફરીવાર Alt+LeftShift+NumLock એક સાથે પ્રેશ કરો 
ફોલ્ડરને લોક્ કરવાની માહિતી માટે અહિ ક્લિક કરો આભાર

Nov 14, 2015

Lock To File Or Folder

નમસ્કાર 
 મિત્રો 
અગાઉની પોસ્ટમા આપણે કોમ્પયુટર ટીપ્સની માહિતી જોઇ આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો આજે આપણે લોકવાળુ ફોલ્રડર બનાવવુ કે ફોલ્ડર ને લોક કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે.

Step-1. સૌ પ્રથમ notpad ખોલો

Step-2. અહિ ક્લિક કરીને કોડ મેળવો અને કોડ્ની કોપી કરો .

Step-3. કોપી કરેલ કોડ ને તમારા notpad કે અન્ય ટેક્ષ્ટ એડીટર મા પેસ્ટ કરો

Step-4. હવે ખુલેલા નોટપેડને સેવ કરો અને lock.bat એક્ષ્ટેંસન થી સેવ કરો ખાસ યાદ રાખો કે ફાઇલનુ નામ તમે ગમે તે રાખી શકો પરંતુ તેને .bat એક્ષ્ટેંસન આપી સેવ કરો

Step-5. હવે સેવ કરેલી ફાઇલ પર ડબલ ક્લિક કરી ખોલો એટ્લે એક Command Propmt  નો વિંડો ખુલ્સે જેમા પ્રથમ Y લખી એન્ટર આપો ત્યાર બાદ password પુછે જેમા mypassword  લખો એટલે ફોલ્ડર લોક થઇ જસે ફરી વાર પાસવર્ડ આપસો એટલે ફોલ્ડર અનલોક થઇ જસે
જુઓ નીચેના ચિત્રો




ડિફોલ્ટ પાસવર્ડ mypassword હસે તેને ચેંજ કરવો હોય તો તમે સેવ કરેલી ફાઇલ ખોલો અને તેમા જ્યા mypassword  લખેલુ છે ત્યા તમારે જે પાસવર્ડ રાખવો હોય તે રાખી ફાઇલ સેવ કરો


Oct 23, 2015

Compyuter tips

કોમ્પ્યુટર હેંગ હોય તો

Shift+ctrl+Esc
બટન દબાવો
જો window-7 વાપરતા હોવ તો windowkey+Tab દબાવો

કોમ્પ્યુટરનું પૂરેપુરું Specification જોવા માટે
સૌ પ્રથમ run માં જાવ ત્યારબાદ dxdiag લખી Enter આપો

ટેક્સ્ટ ને voice માં કન્વર્ટ કરવા માટે

સૌ પ્રથમ run માં જાવ ત્યારબાદ Control Speech લખો ત્યારબાદ કોઈપણ ટેક્સ્ટ લખો અને પછી Enter આપો
એટ્લે લખેલ ટેક્સ્ટ voice માં કન્વર્ટ થઈ જસે

ટાસ્કબારને autohide કરવામાટે

taskbar પર right click કરો તેમાં propertise પર click કરો એક નવું dailogbox
ખૂલસે જેમાં auto-hide the taskbar સિલેક્ટ કરી ok આપો

ફોન અસલી કે નકલી તે જાણવા માટે
પ્રથમ ફોન નો IMEL No લખી લો નંબર માટે *#06# ડાયલ કરો ત્યારબાદ
www.imel.info ખોલો તેમાં જ્યાં Enter imel no લખેલું દેખાય તે ખાનામાં ફોનનો IMEL NO લખો
અને CHEK બટન પર ક્લિક કરો

કોમ્પ્યુટર booting કરવા માટે

Alt+Ctrl+Del

ઇન્ટરનેટ window ને બંધ કરવા

Ctrl+Shift+T 


ઇન્ટરનેટ સ્પીડ વધારવાની ટીપ્સ માટે અહિ ક્લિક કરો  

Sep 4, 2015

xp bendwith

window xp 20% બેંડવીથ રાખે છે તેને ખાલી કરવાના સ્ટેપ

સૌ પ્રથમ start પર ક્લિક કરો તેમાં run પર ક્લિક કરો તેમાં "gpedit.msc" લખી એન્ટર આપો 
ત્યારબાદ local compyuter policy પર ક્લિક કરો તેમાં Administrative Template પર ક્લિક કરો તેમાં network પર ક્લિક કરો તેમાં Qos packet scheduler પર ડબલ ક્લિક કરો જેમાં જમણી બાજુમાથી
Limit Reservable bandwith પર ડબલ ક્લિક કરો એટ્લે એક નવી વિન્ડો ખૂલસે જેમાં Enable પર ક્લિક કરી bendwith limit ના ખાનામાં 0% કરી apply પર ક્લિક કરો ok આપો

auto sut daun

કોમ્પ્યુટર ઓટો મેટીક સટ ડાઉન કરવું

સૌ પ્રથમ નોટપેડ ખોલો તેમાં નીચેનો મેસેજ લખી ફાઈલને .bat એક્સટેનસન આપી સેવ કરો 
Shutdown -s -t 3600 

આવો મેસેજ લખી ફાઈલને .bat એક્સટેન્સ્ન આપી સેવ કરો અને ફાઇલ પર ડબલ ક્લિક કરો એટ્લે સટ ડાઉન નો મેસેજ સ્ક્રીનપર આવી જસે 
તમારે જેટલા સમય પછી કોમ્પ્યુટર ઓટો મેટીક સેટ ડાઉન કરવું છે તેટલો સમય સેકંડ માં લખવો 
મે 1 કલાક ના હિસાબે 3600 લખેલ સે