4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Showing posts with label 6.વિવિધ યોજના. Show all posts
Showing posts with label 6.વિવિધ યોજના. Show all posts

Nov 9, 2024

scholarship yojana 2024

   નમસ્કાર 

        વાચક  મિત્રો 

આપણે જુની પોસ્ટમા અંગ્રેજી શીખવા માટેના બેજીક કોર્ષમા પ્રથમ ચાર કોષ્ટક ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

હાલમા જેની પાસે ઇ-નિર્માણ કાર્ડ (લાલ ચોપડી) છે તેમના બાળકો માટે ધોરણ 1 થી 12 માટે શિષ્યવ્રુતિ સહાય મેળવી સકે છે.

જેના માટે પ્રવેશ લેવાના સમયથી અથવા સત્ર સરૂ થયાના 90 દિવસમા ઓનલાઇન અરજી કરવાની હોય છે. 

જેના માટે જરૂરી આધાર પુરાવા 

  1. નિયત નમૂના મુજબનું શાળાનું બોનાફાઈડ સર્ટિફિકેટ
  2. બાળકના આધાર કાર્ડની નકલ
  3. વિદ્યાર્થીના ગત વર્ષના પરિણામની નકલ
  4. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  5. લાલ ડાયરીનું કાર્ડ (ઈ-નિર્માણ કાર્ડ)
  6. વિદ્યાર્થીના પિતાની બેન્ક પાસબુક
  7. વિદ્યાર્થીના પિતાનું આધાર કાર્ડ
  8. રેશન કાર્ડ
  9. ધોરણ 9 અને તેથી ઉપરના ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સોગંદનામું (50/- ના સ્ટેમ્પ પેપર ઉપર) તમામ ડોક્યુમેન્ટ ઓરીજીનલ જ સ્કેન કરવા

નમુનાનુ બોનાફાઇડ સર્ટી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

નમુનાનુ સોંગધનામુ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

ઓનલાઇન ફોર્મ ભરવા અહિ ક્લિક કરો

Nov 11, 2021

Vhali dikri yojna update 2021


નમસ્કાર 

વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં વ્હાલી દીકરી યોજનાની બેજીક માહિતી જોઈ આ પોસ્ટ માટે અહી ક્લિક કરો  

આજે  આપણે વ્હાલી દીકરી યોજનાની થોડી વધુ માહિતી જોઈએ.

લાભાર્થીની પાત્રતાઃ 

તા.૦૨-૦૮-૨૦૧૯ કે ત્યાર બાદ જન્મેલ દીકરીને લાભ મળવાપાત્ર છે. વધુમાં વધુ ત્રણ દીકરી સુધી લાભ મળવાપાત્ર છે. માતા-પિતાની વાર્ષિક આવક રૂા. ૨,૦૦,૦૦૦/- સુધીની હોવી જોઇએ.


 સહાયઃ

 પ્રથમ હપ્તો રૂ।. ૪,૦૦૦, બીજો હપ્તો રૂ।. ૬,૦૦૦, ત્રીજો હપ્તો રૂ।. ૧,૦૦,૦૦૦


અરજી ક્યાં કરવી:

વ્હાલી દિકરી યોજનાના લાભાર્થી આંગણવાડી કેન્દ્ર/સીડીપીઓ કચેરી/જન સેવા કેન્દ્ર ઉપરાંત E-gram સેન્ટર પર અરજી જમા કરાવી શકશે ઉપરાંત digital gujarat પરથી ઓનલાઈન અરજી પણ કરી શકશે.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો 

આગળ શેર કરો જેથી વધુમાં વધુ દીકરીઓને આ યોજનાનો લાભ મળે

free registrestion માટે નીચેના ફોટા પર ક્લિક કરી whatsapp કરો 



Jun 11, 2021

Cm bal yojna 2021

 નમસ્કાર 

   વાચક મિત્રો 

આજે આપણે મુખ્યમંત્રી બાળ યોજનાની માહિતી જોઈએ

જે બાળક ના માતા પિતા અથવા તો બન્ને માં થી એક નું અવસાન કોરોના ને કારણે થયુ હશે તે બાળક ને 18 વર્ષ ની ઉમર સુધી રાજ્ય સરકાર માસિક 4000 ની રકમ તેમના ખાતા માં જમા કરશે તો આ યોજના નો લાભ માટે નજીક ના આંગડવાડી સંચાલક નો સંપર્ક કરી ફોર્મ ભરી મોકલી આપવું આની જાણ વધારે કરી અને સરકાર ની આફ્ટર કેર યોજના નો લાભ લાભાર્થી ને અપાવવા વિનંતી

પરિપત્ર ડાઉનલોડ કરવા તથા વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

May 28, 2021

Vidhyalaxmi bond yojna bandh gr

   નમસ્કાર

   વાચક મિત્રો

ગુજરાત સરકાર દ્વારા ચાલતી વિદ્યાલક્ષ્મીબત બોન્ડ યોજના વર્ષ 01/04/2021 થી બંધ કરવા બાબત પરિપત્ર કરેલ છે પરિપત્ર નીચે આપેલ છે ચોખ્ખું ચિત્ર જોવા ફોટાપર ક્લિક કરશો.








Nov 9, 2019

100 ચો.વાર ઘરથાળની જમીન આપવાની યોજના મે-1972


નમસ્કાર 
 વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા સુકન્યા સમૃદ્ધિ યોજના વિષે માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે જમીન વિહોણા ખેત મજુરો તથા અન્ય પછાત વર્ગના તથા ગ્રામ્ય કારીગરો ને 100 ચોરસ વાર ઘરથાળની જમીન આપવાની યોજનાની માહિતી જોઇએ 

આ યોજનાની શરૂઆત મે ૧૯૭૨ થી કરવામા આવી છે. 
આ યોજના અંતર્ગત ગામ્ય વિસ્તારના જમીન વિહોણા ખેતમજુર ,ગ્રામ્ય કારીગરોને તથા પછાત વર્ગના લોકોને 100 ચોરસવાર જમીન મકાન બનાવવા માટે મફત આપવામા આવે છે. 
યોજના માટે જરૂરી દસ્તાવેજ
પોતાનુ ઓળખ પત્ર
રહેઠાણનો પુરાવો
પોતાની પાસે જમીન નથી તેનો પુરાવો 

કોને લાભ મળે ?
જમીન વિહોણા ખેત મજુરોને
ગ્રામ્ય કારીગરને
અન્ય પછાત વર્ગને 

વધુ માહિતી તથા ઓફિસિયલ જી.આર.માટે અહિ ક્લિક કરો 


RCM BUSINESS માટે 

Nov 3, 2019

Sukanya Samrudhi Yojana-2015


નમસ્કાર 
 વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા વ્હાલી દિકરી યોજના વિષે માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે સુકન્યા સમૃદ્ધિ યોજનાની માહિતી જોઇએ 

આ યોજનાની શરૂઆત વર્ષ 2015 થી કરવામા આવી છે. 
સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત  પુત્રીના નામનુ એકાઉંટ ખોલી તેમા એક વર્ષમાં 1 હજારથી લઈને 1 લાખ પચાસ હજાર રૂપિયા જમા કરાવી શકો છો. નવા નિયમ મુજબ 250 રૂપિયાથી શરૂઆત કરી શકાય છે.
આ પૈસા એકાઉંટ ખોલવાના 14 વર્ષ સુધી જ જમા કરાવવા પડશે અને આ ખાતુ પુત્રીની ઉમર 21 વર્ષની થતા જ મેચ્યોર થશે.
યોજનાના નિયમો હેઠળ પુત્રી 18 વર્ષની થતા તમે અડધા પૈસા કાઢી શકો છો.
21 વર્ષ પછી એકાઉંટ બંધ થઈ જશે અને પૈસો પાલકને મળી જશે.
જો પુત્રીના 18 થી 21 વર્ષની વચ્ચે લગ્ન થઈ જાય છે તો એકાઉંટ એ સમયે જ બંધ થઈ જશે.
પોસ્ટ ઓફિસ ઉપરાંત અનેક સરકારી અને ખાનગી બેંકમા પણ આ યોજના હેઠળ ખાતુ ખોલી સકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા પર ઈંકમટેક્સ કાયદાની ધારા 80G હેઠળ છૂટ આપવામાં આવશે.
માતા-પિતા કે પાલક પોતાની બે પુત્રીઓ માટે બે એકાઉંટ પણ ખોલી શકે છે.
જો જોડિયા બાળક હોય તો તેનુ પ્રૂફ આપીને જ પાલક ત્રીજુ ખાતુ ખોલી શકશે. પાલક ખાતાને ક્યાય પણ ટ્રાંસફર કરાવી શકશે.
આપ આપની સગવડતા મુજબ મહિને 250  મુજબ જમા કરાવી શકશો ઓછામા ઓછા 250 અને વધુમા વધુ દોઢ લાખ જમા કરાવી શકશો
યોજના હેઠળ કોઈ વ્યક્તિ 1000 રૂપિયા મહિનાથી એકાઉંટ ખોલે છે તો તેને 14 વર્ષ સુધી મતલભ  સુધી દર વર્ષે 12 હજાર રૂપિયા નાખવા પડશે. વર્તમાન હિસાબથી દર વર્ષે 8.4 ટકા વ્યાજ મળતુ રહેશે તો જ્યારે બાળકી 21 વર્ષની થશે તો તેને અંદાજે 6,00,000 રૂપિયા મળશે. ઉલ્લેખનીય છેકે 14 વર્ષમાં પાલકના એકાઉંટમાં કુલ 1.68 લાખ રૂપિયા જમા કરવા પડે. બાકીના 4,39,128 રૂપિયા વ્યાજના છે.

યોજના માટે જરૂરી દસ્તાવેજ

બાળકીનુ જન્મ પ્રમાણપત્ર
એડ્રેસ પ્રુફ
આઈડી પ્રુફ
વધુ માહિતી માટે તેની ઓફિસિયલ વેબસાઇટ માટે અહિ ક્લિક કરો
ઓફિસિયલ જી.આર.માટે અહિ ક્લિક કરો 
એપ્લીકેશન ફોર્મ માટે અહિ ક્લિક કરો 

RCM BUSINESS માટે 

Nov 1, 2019

vhali dikari yojana-2019

નમસ્કાર
   વાચક મિત્રો

આજે આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલ "વ્હાલી દિકરી યોજના" ની માહિતી જોઇએ

ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને સ્ત્રીભુણ હ્ત્યા અટકાવવાના પ્રયાસ રૂપે 2 જુલાઇ 2019 ના રોજ સૌરાસ્ટ્રના રાજકોટથી વ્હાલી દિકરી યોજનાની જાહેરાત કરવામા આવેલ હતી
આ યોજનાનો આરંભ રાજકોટથી 2 ઔગષ્ટ 2019 થી કરવામા આવેલ છે.

યોજનાના લાભ
દિકરી ધોરણ 1 મા દાખલ થાય ત્યારે 4000 ની સહાય
દિકરી ધોરણ 9 મા દાખલ થાય ત્યારે 6000 ની સહાય
દિકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ અભ્યાસ/લગ્ન માટે 1 લાખની સહાય મળવા પાત્ર છે.

યોજનાનો લાભ કોને મળી સકે
પ્રથમ બે સંતાન સુધી લાભ મળવા પાત્ર છે.
વાર્ષિક 2 લાખ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબને મળવા પાત્ર છે.
02-08-2019 કે ત્યારબાદ જન્મેલી દિકરીઓને મળવા પાત્ર છે.
જો બીજુ સંતાન હોય તો કુંટુંબ નિયોજનનુ ઓપરેશન કરાવવુ ફરજિયાત છે.
માતા પિતા ગુજરાતમા રહેતા હોવા જોઇએ

આ યોજનાનુ ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે આપની નજીકના આંગણવાડી કાર્યકરનો સમ્પર્ક કરવો

આ યોજનાનુ ફોર્મ ડાઉનલોડ કરવા તથા વધુ માહિતી માટે અહિ ક્લિક કરો


Apr 10, 2017

i-khedut vividh yojana

નમસ્કાર 
    વાચક મિત્રો 
હાલમા I-ખેડુત વેબ પોર્ટલમા વિવિધ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ છે જેમકે 
ટ્રેક્ટર માટે સહાય  ટ્રેકટરના વિવિધ  ઓજારો માટે સહાય તેમજ જમીન અને જળ સરંક્ષણ માટેની યોજનાઓ પસુપાલન ,બાગાયતી અને મત્સ્ય ઉધોગ માટેની યોજનાઓ વગેરે જેમા આપને જે વિભાગની યોજના વિશે માહિતી જોઇતી હોય તેના પર ક્લિક કરવુ અને ત્યારબાદ ઓનલાઇન ફોર્મ ભરી સકાસે 
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦/૦૪/૨૦૧૭ છે 
ટ્રેક્ટર અને તેના વિવિધ ઓજારો માટે ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરવુ 

I- ખેડુત પોર્ટલમા અરજી કરવા અહિ ક્લિક કરો 
જુઓ નીચેનુ ચિત્ર 

Dec 18, 2016

pradhan mantri awas yojna-PMAY

નમસ્કાર
       વાચક મિત્રો
આજે આપણે પ્રધાન મંત્રી આવાસ યોજનાની માહિતી જોઇએ
આ યોજના ૨૦૧૫ મા લોંચ થઇ હતી અને જેનો ટારગેટ સાત વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૨ સુધીનો છે
આ યોજના અંતર્ગત ઓનલાઇન આવેદન કરવાનુ હોય છે આ ઓનલાઇન આવેદન કર્યા બાદ તે ફોર્મ નુ સ્ટેટસ અને ફોર્મ ની સ્થિતિ ઓનલાઇન જોઇ સકાય છે

આ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માટે તમારે જરૂરી દસ્તાવેજ લઇને આપના નજિકના જન સુવિધા કેન્દ્ર પર જવાનુ રહેસે જ્યાથી પાસપોર્ટ ફોટો અને જરૂરી ડોક્યુમેંટ આપસો એટલે તે એક રસીદ આપસે જેમા આપના ફોર્મ નો નમ્બર હસે જેની મદદથી ઓનલાઇન ફોર્મ તેની સ્થિતિ વગેરે ઓનલાઇન જોઇ સકાય છે

વધુ માહિતી માટે તેની ઓફિસિયલ વેબ સાઇટ http://pmaymis.gov.in/ પરજવુ
ફોર્મ ઓનલાઇન ભરવા અહિ ક્લિક કરો 
ફોર્મ ની ટ્રેક અને સ્ટેટસ જોવા અહિ ક્લિક કરો 
ફોર્મ ની પ્રીંટ લેવા અહિ ક્લિક કરો 

પાલક માતા પિતા યોજનાની માહિતી માટે અહિ ક્લિક કરો 

Dec 15, 2016

palak mata pita yojana

નમસ્કાર
     વાચક મિત્રો
ગુજરાત સરકાર દ્વારા અનાથ અને અસહાય બાળકો માટે પાલક માતા પિતા યોજના અમલમા છે જેમા 0થી18 વર્ષના બાળકો કે જેના માતા પિતા હયાત ના હોય તેમને સરકારશ્રી તરફ્થી આવા બાળકોને દર મહિને  રૂપિયા ૩૦૦૦ ની સહાય અભ્યાસ માટે મળવા પાત્ર છે જો આપના ખ્યાલમા કોઇ આવા બાળકો હોય તો આ યોજનાનો લાભ અવશય અપાવશો

આ યોજના માટે જરૂરી આધાર પુરાવા
1. બાળકની જ્ન્મ તારીખનો દાખલો ,બાળકનુ આધાર કાર્ડ અને બે ફોટા
2.બાળકનો પાલક માતા પિતા સાથેનો  ફોટૉ
3.બાળકના પાલક માતા કે પિતાના નામનો આવકનો દાખલો (T.D.O કે મામલતદારનો )
4.માતા અને પિતાના મરણના દાખલા
5.બાળકની બેંક પાસબૂકની નકલ
6.બાળક્નો ચાલુ અભ્યાસનો દાખલો (શાળાના આચાર્યનો )
7.પાલક માતા પિતાના આધાર કાર્ડ ચુંટણી કાર્ડ અને રેશન કાર્ડ

આ યોજનાનુ અરજી ફોર્મ


આ યોજનાનો પરીપત્ર

 યોજનાનાધારાધોરણો અને આધાર પુરાવા