4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 3, 2018

Photo shop Tool bar

નમસ્કાર 
    વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા મેનુની સમજ અંતર્ગત IMAGE મેનુની સમજ મેળવી આ પોસ્ટ વાંચવા માટે અહિ ક્લિક કરો 

આજે આપણે ફોટો શોપમા ખુબજ ઉપયોગી એવા ટૂલ બારની માહિતી મેળવિએ 
ફોટો શોપમા મોટા ભાગનુ કાર્ય ટૂલ બારની મદદથી થાય છે આ ટૂલ બારના નાના ફોટા આપની સમક્ષ મુકી સકાય તેમ ન હોવાથી તમામ ટૂલના નામ એક ફોટામા આપવાનો પ્રયત્ન કરેલ છે તથા ટુલના ઉપયોગની માહિતી ટૂલના નામ મુજબ આપવામા આવી છે 
ટૂલની માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

         હવે આ ટૂલના ઉપયોગ સુ થાય તેની માહિતી જોઇએ આ ટૂલમા ઘણા ટૂલ એવા છે કે જે એક ટૂલમા સમાયેલા છે જે બહાર દેખાતા નથી પણ જે ટૂલની નીચે કાળા કલરના ત્રીકોણ જેવા સિમ્બોલ છે તેમા બીજા ટૂલ સમાયેલ છે આ માટે જે તે ટૂલ પર રાઇટ ક્લિક કરતા બીજા વધારાના છુપાયેલા ટૂલ જોઇ સકાય છે અને તેના પર ક્લિક કરી તેને ઉપયોગમા લઇ સકાય છે. 
(1) Rectangular marquee Tool : આ ટૂલની મદદથી ફોટાનો કોઇ પણ ભાગ ચોરસ કે લંબ ચોરસ મુજબ સિલેક્ટ કરી સકાય છે આ ટૂલ પર રાઇટ ક્લિક કરી વર્તુળ, ઉભી બોર્ડર  અને આડી બોર્ડર પણ સિલેકટ કરી સકાય છે.

(2) Moov Tool : આ ટૂલની મદદથી સિલેક્ટ કરેલ ફોટાને કે કોપી કરેલ ફોટાને એક જ્ગ્યાએથી બીજી જ્ગ્યાએ ખસેડી સકાય છે. 

(3) Lasso Tool : આ ટૂલની મદદથી કોઇ પણ ફોટાને માઉસથી આપણી મરજી મુજબ સિલેક્ટ કરી સકાય છે . આ ટૂલમા જ્યાથી સિલેક્શન ચાલુ થયેલ હોય ત્યા પાછા પહોચતા ફોટો કે ફોટાનો ભાગ સિલેક્ટ થઇ જસે 

(4) Magic Wand Tool: આ ટૂલની મદદથી ફોટામા જેટલી જ્ગ્યાએ એક સરખો કલર છે તે તમામ સિલેક્ટ કરી સકાય છે. સિલેક્શન દુર કરવા માઉસથી ડબલ ક્લિક કરવી 

(5) Crop Tool : આ ટૂલની મદદથી કોઇ પણ ફોટાને કે ફોટાના અમુક ભાગને ક્રોપ કરી સકાય છે. 

(6) Slice Tool: આ ટૂલની મદદથી ફોટાના અલગ અલગ ભાગ કરવા માટે થાય છે અને સામાન્ય રીતે વેબ પેઝ બનાવવા આ ટૂલ નો વધુ ઉપયોગ થાય છે . 

(7) Healing Brush Tool : આ ટૂલનો ઉપયોગ ફોટામાથી કોઇ પણ જ્ગ્યાએથી કલર લેવા માટે થાય છે કલર લેવા જ્યાથી કલર લેવાનો હોય ત્યા માઉસ કર્સર રાખી કી-બોર્ડ પરથી Alt કી દબાવી માઉસથી ક્લિક કરવુ 
હિલિંગ બ્રસ પર રાઇટ ક્લિક કરતા પેચ ટૂલ આવસે જેનાથી ફોટાનો કોઇ ભાગ દુર કરી તેની જ્ગ્યાએ ફોટાનો જ કોઇ કલર લાવવાના ઉપયોગ થાય છે . ફોટાનો જે ભાગ દુર કરવો છે તે સિલેક્ટ કરો અને ત્યા જે કલર લાવવો છે તે કલર ફોટામા જ્યા હોય ત્યા આ સિલેક્ટ કરેલ ભાગ માઉસથી પકડી છોડી દ્યો .

(8) Brush Tool : આ ટૂલનો ઉપયોગ કલર લેવા તથા કલર પુરવા માટે થાય છે. કલર લેવા કી-બોર્ડ પરથી Alt કી દબાવી માઉસથી ક્લિક કરવુ  

(9) Clone Stamp Tool: આ ટૂલની મદદથી ફોટામાથી કોઇ પણ ભાગ સિલેક્ટ કરી તેના જેવી જ પ્રતિક્રુતિ બનાવવા માટે થાય છે. આ માટે જ્યાથી પ્રતિક્રુતિ બનાવવી છે તે ભાગ પર માઉસ એરો રાખી કી-બોર્ડ પરથી Alt કી દબાવી માઉસથી ક્લિક કરવુ ત્યારબાદ જ્યા પ્રતિક્રુતિ બનાવવી છે ત્યા ક્લિક્ કરતા જાવ .

        ક્લોન પેટર્ન ટૂલથી પેટર્ન બનાવી સકાય છે. 
(10) History Brush Tool: આ ટૂલની મદદથી ફોટા પર કરેલ તમામ કાર્ય પેઇંટીંગ કલર વગેરે દુર કરી ફોટો જેવો હતો તેવો પાછો મેળવી સકાય છે. 

(11) Eraser Tool: આ ટૂલની મદદથી ફોટાને સાફ કરવા તથા મેજિક વન ટૂલથી સિલેક્ટ કરી બ્રેક ગ્રાઉંડ કલર સાફ કરવા તથા એક્જ પ્રકારનો કલર દુર કરવા માટે ઉપયોગ થાય છે. 

(12) Paint Bucket Tool:આ ટૂલનો ઉપયોગ સિલેક્ટ કરેલ એરિયામા કલર ફિલ કરવા માટે થાય છે 
આ ટૂલમા રહેલ ગ્રૈઇંટ ટૂલની મદદથી ફોટાને અલગ અલગ પ્રકારની ઇફેક્ટ આપવા માટે થાય છે .

(13) Blur Tool:આ ટૂલનો ઉપયોગ ફોટો કે ફોટાના અમુક ભાગ ધુંધળો બનાવવા થાય છે. 
આ ટૂલમા રહેલ સાર્પેન ટૂલથી ફોટામા ચમક લાવવામા ઉઅપયોગ થાય છે. 
આ ટૂલમા રહેલ સ્મુધ ટૂલથી ફોટાનો સિલેક્ટેડ ભાગ લાંબો કે ટુંકો કરવા માટે ઉપયોગી છે. 

(14) Dodge Tool:આ ટૂલનો  ઉપયોગ ફોટામા ચમક લાવવા માટે થાય છે. 
આ ટૂલમા રહેલ બર્ન ટૂલનો ઉપયોગ ફોટાના અમુક ભાગ સળગેલ હોય તેવુ બતાવવા માટે છે.
સ્પોંઝ ટૂલના ઉપયોગથી ફોટા પરની ભીનાશ દાઘ વગેરે દુર કરવા અને ચમક લાવવા થાય છે. 

(15) Path Selection Tool: આ ટૂલની મદદથી પેન ટૂલ વડે સિલેક્ટ કરેલ કે દોરેલ  ફોટાને યોગ્ય આકર આપવા રેખા વાંકી ચુંકી ત્રાંશી આડી વગેરે કરવા માટે થાય છે .જે એંકર પોઇંટ ના આધારે થઇ સકે છે.

(16) Text Tool: આ ટૂલની મદદથી આડી ઉભી ત્રાંસી પડછાયા વગેરે ડિઝાઇનમા લખાણ લખી સકાય છે તથા તેને યોગ્ય ઇફેક્ટ આપી સકાય છે. 

(17) Pen Tool:આ ટૂલની મદદથી ફોટાને માઉસથી સિલેક્ટ કરી સકાય છે વિવિધ એંકર પોઇંટ ઉમેરી કે ડીલીટ કરી સકાય છે તથા એંકર પોઇંટ કન્વર્ટ કરી સકાય છે. 

(18) Rectangle Tool: આ ટૂલ તથા તેમા રહેલ બીજા વધારના ટૂલની મદદથી ચોરસ લંબચોરસ ખૂણા વગરના ચોરસ ,વર્તુળ ,પંચ કોણ લાઇન તથા આપણી ઇચ્છા મુજબના કસ્ટમ આકારો દોરી સકાય છે. 

(19) notes Tool: આ ટૂલ તથા તેમા રહેલ બીજા ટૂલની મદદથી ફોટામા  ટેક્ષ્ટ મેસેજ તથા ઓડિયો મેસેજ મુકી સકાય છે 

(20) Eyedropper Tool: આ ટૂલ તથા તેમા રહેલ ટૂલની મદદથી ફોટા માથી કલર લઇ સકાય છે કલર લેવા માટે ફોટામાથી જ્યાથી   કલર લેવાનો છે તેના પર ક્લિક કરતા તે કલર આવી જસે  

(21) Hand Tool:આ ટૂલની મદદથી ખુબ મોટા ફોટાને ઉપર નીચે તથા ડાબી જમણી બાજુ ફેરવી સકાય છે 

(22) Zoom Tool:  આ ટૂલની મદદથી ફોટાને ઝૂમ કરીને જોઇ સકાય છે. 

આપને ઉપરોક્ત ટૂલ બારની સમજ આવી ગઇ હસે આમ છતા વારં વાર તથા થોડીક પ્રેકટીશ કરવાથી તેમા વધુ સરળતાથી સમજ પડસે જેથી આપ સમજી વિચારી પ્રેકટીશ કરશો તો ચોક્ક્સ ખ્યાલ આવી જસે આ ટૂલનો ઉપયોગ કરો ત્યારે ખાસ આપના કી બોર્ડની Caps Lock કી બંધ રાખવી જેથી કોઇ એરર ના ઉદભવે 


હવે પછીની પોસ્ટમા Layer મેનુની સમજ મેળવિસુ 
આભાર 

May 25, 2018

Online Teacher Traning

નમસ્કાર 
   શિક્ષકમિત્રો 
હાલમા ટેક્નોલોજીના યુગમા સરકારશ્રીના અભિગમ મુજબ હાલ NCRT મુજબના નવા પાઠયપુસ્તક નુ અમલીકરણ ગુજરાતમા જ્યારે થવા નુ હોઇ હાલ ગણિત અને વિજ્ઞાન ભણાવતા ધોરણ 6થી8 ના શિક્ષકોને  ઓનલાઇન તાલીમ લેવાની રહે છે 

વધુ માહિતી માટે જુઓ તેની ઓફિસિયલ સાઇટ
http://www.inshodh.org 

આ તાલીમ બે તબક્કામા લેવાની રહે છે જેમા પ્રથમ તબક્કામા જે શિક્ષક મિત્રોની તાલીમ હસે તેમને SA કોડ હસે જ્યારે બીજા તબક્કામા લેવાની તાલીમ વાળા શિક્ષકો માટે SB કોડ હસે 

આ બન્ને તબક્કાની તાલીમનુ હાલ ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલુ હોઇ બન્ને કોડ વાળા SA અથવા SB આ બન્ને કોડ ધરાવતા શિક્ષકમિત્રોએ હાલ રજિસ્ટ્રેશન કરવાનુ રહે સે 
કોડ SB ધરાવતા શિક્ષકમિત્રોને માત્ર અત્યારે રજિસ્ટ્રેશન કરવાનુ છે તેઓની તાલીમ ઓગસ્ટ માસમા શરૂ થસે SA કોડ વાળા શિક્ષક મિત્રોને હાલ રજિસ્ટ્રેશન કરી 31/07/2018 સુધીમા તાલીમ મેળવી લેવાની રહેશે 

રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તે માટેની સમજ 

સૌ પ્રથમ inshodh.org સાઇટ પર જાવ અને ત્યા જ્યા લાલ અક્ષરથી 

SAMARTH: ONLINE PROFESSIONAL DEVELOPMENT OF TEACHERS - Login Here 

 લખેલ છે તેના પર ક્લિક કરી તમારા ફોન મા આવેલ મોબાઇલ નંબર પાસવર્ડ અને કોડ નાખી લોગીન થાવ પાસવર્ડ બધાને 123456 આવેલ હસે હવે જ્યારે તમે પ્રથમ વાર લોગીન થાવ છો ત્યારે તમને પાસવર્ડ બદલવાનુ કહેવામા આવસે જેમા curant password ના ખાનામા 123456 અને new password ના ખાનામા આપને જે પાસવર્ડ રાખવો હોય તે રાખી OK પર ક્લિક કરો જેથી તમારા ફોનમા પાસવર્ડ બદ્લ્યાનો મેસેજ તથા તમે સેટ કરેલ પાસવર્ડ પણ આવસે 

હવે તમારી પ્રોફાઇલની વિગતો ખુલસે જેમા મેઇલ આઇડી મોબાઇલ નંબર નામ ઉમર ગામ તાલુકો જિલ્લો રાજ્ય સરનામુ શાળાનુ નામ શાળાનુ સરનામુ વગેરે માહિતી ભરી CONTINTION પર ક્લિક કરો અને તમામ માહિતી ચેક કરી કોઇ માહિતી બાકી નથી તે ભરી SUBMIT પર ક્લિક કરો જેથી તમારી પ્રોફાઇલ અપડેટ થઇ જસે અને તમારા ફોનમા પ્રોફાઇલ અપડેટ નો મેસેજ પણ આવી જસે 

હવે ભાગ-અ ભાગ-બ ભાગ-ક ભાગ-ડ જેવા ચાર વિભાગો હસે જે આપ મેળે એક પછી એક ખુલ્તા જસે દરેક ભાગમા  અમુક પ્રર્સ્નો હસે તેમા ચાર ઓપસન હસે જેમાથી તમારી દ્રષ્ટિએ જે જવાબ યોગ્ય લાગે તે જવાબ સામે ના વર્તુળ પર ક્લિક કરી છેલ્લે SUBMIT પર ક્લિક કરો અને થોડી વાર માટે રાહ જુઓ જેથી પ્રોસેસ થઇ ગ્યા બાદ ભાગ-અ સામે લીલા કલરનુ ખરાની નીશાની આવી જસે અને ભાગ-બ ખુલસે તેમા પણ આજ રીતે પ્રશ્નના જવાબો ટીક કરી છેલ્લે SUBMIT પર ક્લિક કરતા જાવ આ રીતે ચારે ચાર વિભાગોના પ્રશ્નોના જવાબો આપો અને જુઓ કે ભાગ-અ,બ,ક,ડ બધા સામે લીલા કલરની ખરાની નીશાની આવી જસે અને આ રીતે ચાર ભાગ પુરા કરવાથી આપનુ રજિસ્ટ્રેશન થઇ જસે અને આપની સામે તાલીમ નુ સાહિત્ય મોડ્યુલ વિડિયો વગેરેના ઓપ્સન આવી જસે 
જે શિક્ષક મિત્રોનો કોડ SB છે તેમને ઉપરોક્ત પ્રોસેસ પુરી થતા આપનુ રજિસ્ટ્રેશન થઇ ગ્યુ છે આપની તાલીમ ઓગષ્ટ્મા શરૂ થસે તેવો મેસેજ આવસે અને ફોનમા રજિસ્ટ્રેશન થઇ ગ્યાનો મેસેજ આવસે અને આપે લોગ આઉટ થવાનુ રહેસે ખાત્રી કરવા બીજી વાર લોગીન કરો તો પણ તેજ મેસેજ જોવા મળસે 

વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 


Apr 8, 2018

i-ખેડુત પોર્ટલ

નમસ્કાર
     વાચક મિત્રો
વર્ષ 2018-19 માટે ખેતીવાડી અને પશુપાલન માટે વિવિધ યોજનાઓ માટેના ફોર્મ ભરવાનુ છલુ હોય રસ ધરાવતા ખેડુતો કે પશુપાલકો ઓનલાઇન તેમજ ઓફ લાઇન ફોર્મ ભરી સકસે
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/04/2018 છે .
ફોર્મ ભરવા તથા યોજનાની વધુ માહિતી માટે અહિ ક્લિક કરો 

Apr 1, 2018

Gunotsav 8 Model Paper & OMR 50 marks

નમસ્કાર 
    વાચક મિત્રો 
હાલમા ધોરણ 2 થી 8 મા તારીખ 6 અને 7 મી એપ્રીલ ના રોજ ગુણોત્સવ 8 યોજાનાર છે તેમા વિધાર્થીઓને થોડી પ્રેક્ટીશ મળી રહે તે હેતુસર અહિ ગુણોત્સવ 8 અંતર્ગત બીજા સત્રના અભ્યાસ ક્રમને અનુરૂપ તમામ વિષયો માથી ગુણભાર મુજબ 100 ની જ્ગ્યાએ 50 ગુણના ધોરણ 6 થી 8 માટેના મોડેલ પ્રશ્ન પેપર અને 50 ગુણ મુજબની ઓ એમ આર પણ મુકેલી છે 

આનો ઉદેસ્ય માત્રને માત્ર વિધાર્થીને પ્રેકટીશ અને મહાવરો મળી રહે તે માટેનો આ એક નાનકડો પ્રયાસ કરવામા આવ્યો છે .
તમામ પ્રશ્ન પેપર 50 ગુણના છે અને OMR પણ 50 ગુણ ની છે જે એક પેઝમા બે નિકળસે જેથી એક માથી બે કરી સકાસે 

ધોરણ 6 થી 8 ગુણોત્સવના પેપર અને ઓ એમ આર પી.ડી.એફ ફોર્મેટમા છે.સાથે સાથે ધોરણ 6થી8 ના પેપર અને ઓ એમ આર સીટ વાળી એક્ષ્સેલ ફાઇલ પણ સે જેમા આપ સુધારો વધારો પણ કરી સકસો 

ધોરણ 6 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 7 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 8 માટે અહિ ક્લિક કરો 

OMR SHEET માટે અહિ ક્લિક કરો 


6થી8 પેપર અને OMR ની એક્ષ્સેલ ફાઇલ માટે અહિ ક્લિક કરો 

આભાર

Mar 29, 2018

Add aadhar in cpf online

નમસ્કાર
     વાચક મિત્રો
હાલમા સરકારના નિયમો મુજબ  બધી  જ્ગ્યાએ આધાર નંબર લીંક કરાવવો ફરજિયાત છે ત્યારે પ્રાણ નંબર ધરાવતા સરકારી કર્મચારીઓને પોતાના CPF ખાતા સાથે આધાર નંબર કેવી રીતે લીંક કરી શકાય તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
આધાર લિંક કરવા માટે જરૂરી બાબત આપના આધાર કાર્ડમા મોબાઇલ નંબર રજિસ્ટડ હોવો જોઇએ અને નામ તથા જ્ન્મ તારીખ તમારા CPF ખાતામા જે નામ અને જન્મ તારીખ છે તે મુજબ જ હોવા જોઇએ અન્યથા લિંક થવામા એરર આવસે

CPF ખાતા સાથે આધાર લિંક બે રીતે કરી સકાસે 1. મોબાઇલ એપની મદદથી 2. વેબસાઇટની મદદથી
અગાઉની પોસ્ટમા આપણે મોબાઇલ એપની મદદથી આધાર લિંક વિષે માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે CPF ની વેબસાઇટની  મદદથી આધાર લિંક કરવાની માહિતી જોઇએ

1.સૌ પ્રથમ નીચેની લિંક પર ક્લિક કરી NPS ની સાઇટ પર જઇ  તેમા પ્રાણનંબર અને પાસવર્ડ નાખી લોગીન થાવ ત્યારબાદ Upadate Details  પર ક્લિક કરો અને તેમા Upadate Aadhar/Address Details/PhotoAnd Signature  પર ક્લિક કરો 

વેબસાઇટ માટે અહિ ક્લિક કરો 

વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

2.તેમા ADD/UPDATE AADHAR NUMBER ની આગળ જોવા મળતા નાના વર્તુળ પર ક્લિક કરો અને ત્યારબાદ Continue પર ક્લિક કરો .વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

3. હવે આધાર નંબર લખો નીચે બીજી વાર આધાર નંબર લખો અને ત્યારબાદ GENERATE OTP પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

4.હવે ટર્મ અને કંડીશન માટે નાના ચોરસ પર ટીક માર્ક કરી નીચે PROCEED પર ક્લિક કરો . જુઓ નીચેનુ ચિત્ર 


5. હવે આપના રજિસ્ટ્રર નંબર પર એક ઓટીપી આવસે જેને એંટર ઑટીપીના ખાનામા લખો અને ત્યારબાદ Continue પર ક્લિક કરો  
જુઓ નીચેનુ ચિત્ર 
6.હવે એક ડાયલોગ બોક્ષ ખુલસે જેમા આધાર કોન્ફોર્મેશન વિષે માહિતી હસે તેમા OK પર ક્લિક કરો OK પર ક્લિક કરતા જો આધારકાર્ડ અને NPS બન્નેમા નામમા અને જ્ન્મતારીખમા ભુલ કે ફેરફાર નહિ હોય તો આધાર લિંક SUCSESSFUL નો મેસેજ આવસે અન્યથા ટ્રાઇ અગેઇન નો મેસેજ આવસે વધુ માહિતી માટે જુઓનીચેનુ ચિત્ર