4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jul 16, 2018

Only Group admin send message in whatsapp

નમસ્કાર 
   વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા ફેસબૂકમા ફ્રેંડને અનફ્રેંડ કેવી રીતે કરી સકાય તેની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો 

આજે આપણે વ્હોટ્શોપ ગ્રુપમા માત્ર ગ્રુપ એડ્મિન જ મેસેજ કરી સકે તે સેટીંગ માટેના સ્ટેપની માહિતી જોઇએ 

ઘણા બધા મિત્રોને પોતાનુ વ્હોટ્સશોપ ગ્રુપ હસે અથવા તો કોઇના ગ્રુપમા આપ એડ્મિન હસો અને ઘણા બિનજરૂરી આલ્તુ ફાલ્તુ તેમજ અફવાના મેસેજ આવતા હસે જેને આપ વારંવાર સુચના આપવા છતા સભ્યો બિનજરૂરી મેસેજ મુકતા હસે પરંતુ હવે નવા અપડેટમા વ્હોટ્સોપમા એક નવુ ફિચર ઉમેરવામા આવ્યુ છે જેમા થોડુ સેટીંગ કરવાથી ગ્રુપ એડ્મિન સિવાય કોઇ પણ સભ્ય મેસેજ નહિ કરી સકે સભ્ય માત્ર ગ્રુપ એડ્મિનને પ્રાઇવેટમા મેસેજ કરી સકસે અને એડ્મિનને યોગ્ય્ લાગે તો તે મેસેજ ગ્રુપમા મુકી સકસે 

આ માટે આપે વ્હોટ્સોપ અપડેટ કરેલ હોવુ જરૂરી છે જો આપનુ વ્હોટ્સોપ અપડેટ ના કરેલ હોય તો તેને પ્રથમ પ્લેસ્ટોર પર જઇ અપડેટ કરી લો 

આ સેટીંગ માટેના સ્ટેપ નીચે મુજબ છે 

(1) સૌ પ્રથમ આપ જે ગ્રુપમા આ સેટીંગ કરવા ઇચ્છો છો તે ગ્રુપ ખોલો તેમા ઉપર અથવા નીચે ત્રણ ડોટ્સ(ટપકા) દેખાતા હસે તેના પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

(2) હવે ત્રણ ટપકા પર ક્લિક કરતા એક મેનુ ખુલસે આ  ખુલેલા મેનુમા જ્યા Group info લખેલુ છે તેના પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર  


(3) Group info પર ક્લિક કરતા ગ્રુપની માહિતી જોવા મળસે તેમા જ્યા Group Setting લખેલુ સે તેના પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


(4) Group Setting પર ક્લિક કરતા અલગ અલગ ત્રણ ઓપસન જોવા મળસે જેમા Send message લખેલા ઓપ્સન પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 


(5) Send Message લખેલ ઓપસન પર ક્લિક કરતા અલગલગ બે ઓપસન જોવા મળસે જેમા All Partition અને બીજા ઓપસનમા Only admin લખેલુ હસે All Partition પર ક્લિક કરવાથી બધા સભ્યો મેસેજ કરી સકસે જ્યારે Only admin લખેલ ઓપસન પર ક્લિક કરી નીચે OK પર ક્લિક કરવાથી માત્ર ગ્રુપ એડ્મિન જ મેસેજ કરી સકસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


આપને ઉપરોક્ત માહિતીનો ખ્યાલ આવી ગ્યો હસે કોઇ પ્રસન હોય તો કોમેંટ બોક્ષમા જણાવસો 
આભાર 

Jul 9, 2018

GSRTC bharti 2018

નમસ્કાર 
   વાચક મિત્રો 
હાલમા ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમમા અલગ અલગ પોસ્ટ માટે ધોરણ 12 પાસ થી લઇને સ્નાતક થયેલા માટે ઓનલાઇન અરજી મંગાવવામા આવી રહી છે 

જેમા ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ ૦૧/૦૭/૨૦૧૮ થી 
છેલ્લી તારીખ ૩૧/૦૭/૨૦૧૮ છે 
અરજી ફી રૂ.૨૫૦ 

ઓનલાઇન અરજી કરવા તથા વધુ માહિતી માટે અહિ ક્લિક કરો  

ઉપરની લિંક પર ક્લિક કરતા નીચે બતાવ્યા મુજબની વેબસાઇટમા select ના ખાનામા GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ) પર ક્લિક કરતા નીચે મુજબની ઇમેઝ દેખાસે જેમા જે તે પોસ્ટ સામે આપેલ Apply પર ક્લિક કરી ફોર્મ ભરી સકાસે તથા Deatails પર ક્લિક કરી તેના વિષે વધુ માહિતી સૈક્ષણિક લાયકાત વગેરે જાણી સકાસે 

Jun 18, 2018

varshik aayojan std 6to8

નમસ્કાર     વાચક મિત્રો શિક્ષકમિત્રોને ઉપયોગી એવુ વાર્ષિક આયોજન અહિ PDF  સ્વરૂપે મુકેલ છે આ આયોજનમા માસવાર અભ્યાસ ક્રમ ની ફાળવણી કરવામા આવેલ્છે તથા સત્ર વાઇઝ અલગ અલગ બે ફાઇલ્ મા બનાવેલ છે આ આયોજન ધોરણ 6થી8 માટે ના 


સામાજિક વિજ્ઞાન ,

ગણિત અને વિજ્ઞાન આ ત્રણ વિષયનુ છે જેમા ગણિત અને વિજ્ઞાન મા આ વર્ષથી  બદલાયેલ પાઠયપુસ્તક મુજબ આયોજન બનાવેલ છે 


પ્રથમ સત્ર માટે અહિ ક્લિક કરો


દ્વિતિય સત્ર માટે અહિ ક્લિક કરો 





Jun 3, 2018

Photo shop Tool bar

નમસ્કાર 
    વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા મેનુની સમજ અંતર્ગત IMAGE મેનુની સમજ મેળવી આ પોસ્ટ વાંચવા માટે અહિ ક્લિક કરો 

આજે આપણે ફોટો શોપમા ખુબજ ઉપયોગી એવા ટૂલ બારની માહિતી મેળવિએ 
ફોટો શોપમા મોટા ભાગનુ કાર્ય ટૂલ બારની મદદથી થાય છે આ ટૂલ બારના નાના ફોટા આપની સમક્ષ મુકી સકાય તેમ ન હોવાથી તમામ ટૂલના નામ એક ફોટામા આપવાનો પ્રયત્ન કરેલ છે તથા ટુલના ઉપયોગની માહિતી ટૂલના નામ મુજબ આપવામા આવી છે 
ટૂલની માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

         હવે આ ટૂલના ઉપયોગ સુ થાય તેની માહિતી જોઇએ આ ટૂલમા ઘણા ટૂલ એવા છે કે જે એક ટૂલમા સમાયેલા છે જે બહાર દેખાતા નથી પણ જે ટૂલની નીચે કાળા કલરના ત્રીકોણ જેવા સિમ્બોલ છે તેમા બીજા ટૂલ સમાયેલ છે આ માટે જે તે ટૂલ પર રાઇટ ક્લિક કરતા બીજા વધારાના છુપાયેલા ટૂલ જોઇ સકાય છે અને તેના પર ક્લિક કરી તેને ઉપયોગમા લઇ સકાય છે. 
(1) Rectangular marquee Tool : આ ટૂલની મદદથી ફોટાનો કોઇ પણ ભાગ ચોરસ કે લંબ ચોરસ મુજબ સિલેક્ટ કરી સકાય છે આ ટૂલ પર રાઇટ ક્લિક કરી વર્તુળ, ઉભી બોર્ડર  અને આડી બોર્ડર પણ સિલેકટ કરી સકાય છે.

(2) Moov Tool : આ ટૂલની મદદથી સિલેક્ટ કરેલ ફોટાને કે કોપી કરેલ ફોટાને એક જ્ગ્યાએથી બીજી જ્ગ્યાએ ખસેડી સકાય છે. 

(3) Lasso Tool : આ ટૂલની મદદથી કોઇ પણ ફોટાને માઉસથી આપણી મરજી મુજબ સિલેક્ટ કરી સકાય છે . આ ટૂલમા જ્યાથી સિલેક્શન ચાલુ થયેલ હોય ત્યા પાછા પહોચતા ફોટો કે ફોટાનો ભાગ સિલેક્ટ થઇ જસે 

(4) Magic Wand Tool: આ ટૂલની મદદથી ફોટામા જેટલી જ્ગ્યાએ એક સરખો કલર છે તે તમામ સિલેક્ટ કરી સકાય છે. સિલેક્શન દુર કરવા માઉસથી ડબલ ક્લિક કરવી 

(5) Crop Tool : આ ટૂલની મદદથી કોઇ પણ ફોટાને કે ફોટાના અમુક ભાગને ક્રોપ કરી સકાય છે. 

(6) Slice Tool: આ ટૂલની મદદથી ફોટાના અલગ અલગ ભાગ કરવા માટે થાય છે અને સામાન્ય રીતે વેબ પેઝ બનાવવા આ ટૂલ નો વધુ ઉપયોગ થાય છે . 

(7) Healing Brush Tool : આ ટૂલનો ઉપયોગ ફોટામાથી કોઇ પણ જ્ગ્યાએથી કલર લેવા માટે થાય છે કલર લેવા જ્યાથી કલર લેવાનો હોય ત્યા માઉસ કર્સર રાખી કી-બોર્ડ પરથી Alt કી દબાવી માઉસથી ક્લિક કરવુ 
હિલિંગ બ્રસ પર રાઇટ ક્લિક કરતા પેચ ટૂલ આવસે જેનાથી ફોટાનો કોઇ ભાગ દુર કરી તેની જ્ગ્યાએ ફોટાનો જ કોઇ કલર લાવવાના ઉપયોગ થાય છે . ફોટાનો જે ભાગ દુર કરવો છે તે સિલેક્ટ કરો અને ત્યા જે કલર લાવવો છે તે કલર ફોટામા જ્યા હોય ત્યા આ સિલેક્ટ કરેલ ભાગ માઉસથી પકડી છોડી દ્યો .

(8) Brush Tool : આ ટૂલનો ઉપયોગ કલર લેવા તથા કલર પુરવા માટે થાય છે. કલર લેવા કી-બોર્ડ પરથી Alt કી દબાવી માઉસથી ક્લિક કરવુ  

(9) Clone Stamp Tool: આ ટૂલની મદદથી ફોટામાથી કોઇ પણ ભાગ સિલેક્ટ કરી તેના જેવી જ પ્રતિક્રુતિ બનાવવા માટે થાય છે. આ માટે જ્યાથી પ્રતિક્રુતિ બનાવવી છે તે ભાગ પર માઉસ એરો રાખી કી-બોર્ડ પરથી Alt કી દબાવી માઉસથી ક્લિક કરવુ ત્યારબાદ જ્યા પ્રતિક્રુતિ બનાવવી છે ત્યા ક્લિક્ કરતા જાવ .

        ક્લોન પેટર્ન ટૂલથી પેટર્ન બનાવી સકાય છે. 
(10) History Brush Tool: આ ટૂલની મદદથી ફોટા પર કરેલ તમામ કાર્ય પેઇંટીંગ કલર વગેરે દુર કરી ફોટો જેવો હતો તેવો પાછો મેળવી સકાય છે. 

(11) Eraser Tool: આ ટૂલની મદદથી ફોટાને સાફ કરવા તથા મેજિક વન ટૂલથી સિલેક્ટ કરી બ્રેક ગ્રાઉંડ કલર સાફ કરવા તથા એક્જ પ્રકારનો કલર દુર કરવા માટે ઉપયોગ થાય છે. 

(12) Paint Bucket Tool:આ ટૂલનો ઉપયોગ સિલેક્ટ કરેલ એરિયામા કલર ફિલ કરવા માટે થાય છે 
આ ટૂલમા રહેલ ગ્રૈઇંટ ટૂલની મદદથી ફોટાને અલગ અલગ પ્રકારની ઇફેક્ટ આપવા માટે થાય છે .

(13) Blur Tool:આ ટૂલનો ઉપયોગ ફોટો કે ફોટાના અમુક ભાગ ધુંધળો બનાવવા થાય છે. 
આ ટૂલમા રહેલ સાર્પેન ટૂલથી ફોટામા ચમક લાવવામા ઉઅપયોગ થાય છે. 
આ ટૂલમા રહેલ સ્મુધ ટૂલથી ફોટાનો સિલેક્ટેડ ભાગ લાંબો કે ટુંકો કરવા માટે ઉપયોગી છે. 

(14) Dodge Tool:આ ટૂલનો  ઉપયોગ ફોટામા ચમક લાવવા માટે થાય છે. 
આ ટૂલમા રહેલ બર્ન ટૂલનો ઉપયોગ ફોટાના અમુક ભાગ સળગેલ હોય તેવુ બતાવવા માટે છે.
સ્પોંઝ ટૂલના ઉપયોગથી ફોટા પરની ભીનાશ દાઘ વગેરે દુર કરવા અને ચમક લાવવા થાય છે. 

(15) Path Selection Tool: આ ટૂલની મદદથી પેન ટૂલ વડે સિલેક્ટ કરેલ કે દોરેલ  ફોટાને યોગ્ય આકર આપવા રેખા વાંકી ચુંકી ત્રાંશી આડી વગેરે કરવા માટે થાય છે .જે એંકર પોઇંટ ના આધારે થઇ સકે છે.

(16) Text Tool: આ ટૂલની મદદથી આડી ઉભી ત્રાંસી પડછાયા વગેરે ડિઝાઇનમા લખાણ લખી સકાય છે તથા તેને યોગ્ય ઇફેક્ટ આપી સકાય છે. 

(17) Pen Tool:આ ટૂલની મદદથી ફોટાને માઉસથી સિલેક્ટ કરી સકાય છે વિવિધ એંકર પોઇંટ ઉમેરી કે ડીલીટ કરી સકાય છે તથા એંકર પોઇંટ કન્વર્ટ કરી સકાય છે. 

(18) Rectangle Tool: આ ટૂલ તથા તેમા રહેલ બીજા વધારના ટૂલની મદદથી ચોરસ લંબચોરસ ખૂણા વગરના ચોરસ ,વર્તુળ ,પંચ કોણ લાઇન તથા આપણી ઇચ્છા મુજબના કસ્ટમ આકારો દોરી સકાય છે. 

(19) notes Tool: આ ટૂલ તથા તેમા રહેલ બીજા ટૂલની મદદથી ફોટામા  ટેક્ષ્ટ મેસેજ તથા ઓડિયો મેસેજ મુકી સકાય છે 

(20) Eyedropper Tool: આ ટૂલ તથા તેમા રહેલ ટૂલની મદદથી ફોટા માથી કલર લઇ સકાય છે કલર લેવા માટે ફોટામાથી જ્યાથી   કલર લેવાનો છે તેના પર ક્લિક કરતા તે કલર આવી જસે  

(21) Hand Tool:આ ટૂલની મદદથી ખુબ મોટા ફોટાને ઉપર નીચે તથા ડાબી જમણી બાજુ ફેરવી સકાય છે 

(22) Zoom Tool:  આ ટૂલની મદદથી ફોટાને ઝૂમ કરીને જોઇ સકાય છે. 

આપને ઉપરોક્ત ટૂલ બારની સમજ આવી ગઇ હસે આમ છતા વારં વાર તથા થોડીક પ્રેકટીશ કરવાથી તેમા વધુ સરળતાથી સમજ પડસે જેથી આપ સમજી વિચારી પ્રેકટીશ કરશો તો ચોક્ક્સ ખ્યાલ આવી જસે આ ટૂલનો ઉપયોગ કરો ત્યારે ખાસ આપના કી બોર્ડની Caps Lock કી બંધ રાખવી જેથી કોઇ એરર ના ઉદભવે 


હવે પછીની પોસ્ટમા Layer મેનુની સમજ મેળવિસુ 
આભાર 

May 25, 2018

Online Teacher Traning

નમસ્કાર 
   શિક્ષકમિત્રો 
હાલમા ટેક્નોલોજીના યુગમા સરકારશ્રીના અભિગમ મુજબ હાલ NCRT મુજબના નવા પાઠયપુસ્તક નુ અમલીકરણ ગુજરાતમા જ્યારે થવા નુ હોઇ હાલ ગણિત અને વિજ્ઞાન ભણાવતા ધોરણ 6થી8 ના શિક્ષકોને  ઓનલાઇન તાલીમ લેવાની રહે છે 

વધુ માહિતી માટે જુઓ તેની ઓફિસિયલ સાઇટ
http://www.inshodh.org 

આ તાલીમ બે તબક્કામા લેવાની રહે છે જેમા પ્રથમ તબક્કામા જે શિક્ષક મિત્રોની તાલીમ હસે તેમને SA કોડ હસે જ્યારે બીજા તબક્કામા લેવાની તાલીમ વાળા શિક્ષકો માટે SB કોડ હસે 

આ બન્ને તબક્કાની તાલીમનુ હાલ ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલુ હોઇ બન્ને કોડ વાળા SA અથવા SB આ બન્ને કોડ ધરાવતા શિક્ષકમિત્રોએ હાલ રજિસ્ટ્રેશન કરવાનુ રહે સે 
કોડ SB ધરાવતા શિક્ષકમિત્રોને માત્ર અત્યારે રજિસ્ટ્રેશન કરવાનુ છે તેઓની તાલીમ ઓગસ્ટ માસમા શરૂ થસે SA કોડ વાળા શિક્ષક મિત્રોને હાલ રજિસ્ટ્રેશન કરી 31/07/2018 સુધીમા તાલીમ મેળવી લેવાની રહેશે 

રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તે માટેની સમજ 

સૌ પ્રથમ inshodh.org સાઇટ પર જાવ અને ત્યા જ્યા લાલ અક્ષરથી 

SAMARTH: ONLINE PROFESSIONAL DEVELOPMENT OF TEACHERS - Login Here 

 લખેલ છે તેના પર ક્લિક કરી તમારા ફોન મા આવેલ મોબાઇલ નંબર પાસવર્ડ અને કોડ નાખી લોગીન થાવ પાસવર્ડ બધાને 123456 આવેલ હસે હવે જ્યારે તમે પ્રથમ વાર લોગીન થાવ છો ત્યારે તમને પાસવર્ડ બદલવાનુ કહેવામા આવસે જેમા curant password ના ખાનામા 123456 અને new password ના ખાનામા આપને જે પાસવર્ડ રાખવો હોય તે રાખી OK પર ક્લિક કરો જેથી તમારા ફોનમા પાસવર્ડ બદ્લ્યાનો મેસેજ તથા તમે સેટ કરેલ પાસવર્ડ પણ આવસે 

હવે તમારી પ્રોફાઇલની વિગતો ખુલસે જેમા મેઇલ આઇડી મોબાઇલ નંબર નામ ઉમર ગામ તાલુકો જિલ્લો રાજ્ય સરનામુ શાળાનુ નામ શાળાનુ સરનામુ વગેરે માહિતી ભરી CONTINTION પર ક્લિક કરો અને તમામ માહિતી ચેક કરી કોઇ માહિતી બાકી નથી તે ભરી SUBMIT પર ક્લિક કરો જેથી તમારી પ્રોફાઇલ અપડેટ થઇ જસે અને તમારા ફોનમા પ્રોફાઇલ અપડેટ નો મેસેજ પણ આવી જસે 

હવે ભાગ-અ ભાગ-બ ભાગ-ક ભાગ-ડ જેવા ચાર વિભાગો હસે જે આપ મેળે એક પછી એક ખુલ્તા જસે દરેક ભાગમા  અમુક પ્રર્સ્નો હસે તેમા ચાર ઓપસન હસે જેમાથી તમારી દ્રષ્ટિએ જે જવાબ યોગ્ય લાગે તે જવાબ સામે ના વર્તુળ પર ક્લિક કરી છેલ્લે SUBMIT પર ક્લિક કરો અને થોડી વાર માટે રાહ જુઓ જેથી પ્રોસેસ થઇ ગ્યા બાદ ભાગ-અ સામે લીલા કલરનુ ખરાની નીશાની આવી જસે અને ભાગ-બ ખુલસે તેમા પણ આજ રીતે પ્રશ્નના જવાબો ટીક કરી છેલ્લે SUBMIT પર ક્લિક કરતા જાવ આ રીતે ચારે ચાર વિભાગોના પ્રશ્નોના જવાબો આપો અને જુઓ કે ભાગ-અ,બ,ક,ડ બધા સામે લીલા કલરની ખરાની નીશાની આવી જસે અને આ રીતે ચાર ભાગ પુરા કરવાથી આપનુ રજિસ્ટ્રેશન થઇ જસે અને આપની સામે તાલીમ નુ સાહિત્ય મોડ્યુલ વિડિયો વગેરેના ઓપ્સન આવી જસે 
જે શિક્ષક મિત્રોનો કોડ SB છે તેમને ઉપરોક્ત પ્રોસેસ પુરી થતા આપનુ રજિસ્ટ્રેશન થઇ ગ્યુ છે આપની તાલીમ ઓગષ્ટ્મા શરૂ થસે તેવો મેસેજ આવસે અને ફોનમા રજિસ્ટ્રેશન થઇ ગ્યાનો મેસેજ આવસે અને આપે લોગ આઉટ થવાનુ રહેસે ખાત્રી કરવા બીજી વાર લોગીન કરો તો પણ તેજ મેસેજ જોવા મળસે 

વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો