4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jan 6, 2019

raja list 2019 surendranagar

નમસ્કાર 
      વાચક મિત્રો 
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સુરેન્દ્રનગર  જિલ્લાનુ ફરજિયાત અને મરજિયાત રજાનુ લિસ્ટ અહિ મુકવામા આવેલ છે. વર્ષ 2019 

ઉનાળુ વેકેશન તારીખ 06/05/2019 થી 09/06/2019 દિવસ 35 


ફરજિયાત રજા 


મરજિયાત રજા 



Dec 3, 2018

Bridje Corsh 521 & 522

નમસ્કાર 
    વાચક મિત્રો 
હાલમા ધોરણ 1 થી 5 મા કાર્ય કરતા શિક્ષકો કે જેઓ P.T.C. સિવાય બીજી લાયકાત ધરાવે છે જેમકે B.ED,DP.Ed,BP.ed વગેરે તેઓને છ માસનો બ્રીજ કોર્ષ કરવાનો થાય છે તેમાના માટે હાલમા ચાલી રહેલા કોર્ષ મુજબ કોર્ષ નંબર 521 અને 522 કે જે અંગ્રેજી અને હિંદીમા છે તેનુ ગુજરાતીમા ભાષાંતર કરી અહિ PDF ફોર્મેટમા મુકેલ છે જેને આપ ડાઉનલોડ કરી ઉપયોગ કરી સકશો 

કોર્ષ ન.521

વિભાગ-1 માટે અહિ ક્લિક કરો 

વિભાગ-2 માટે અહિ ક્લિક કરો 

કોર્ષ ન. 522 

વિભાગ-1 માટે અહિ ક્લિક કરો 

વિભાગ-2 માટે અહિ ક્લિક કરો 

બીજા કોર્ષની PDF થોડા સમય પછી મુકવામા આવસે 
આભાર 

Nov 20, 2018

varshik ayojhan 6to8 sem-2

નમસ્કાર     વાચક મિત્રો શિક્ષકમિત્રોને ઉપયોગી એવુ વાર્ષિક આયોજન અહિ PDF  સ્વરૂપે મુકેલ છે આ આયોજનમા માસવાર અભ્યાસ ક્રમ ની ફાળવણી કરવામા આવેલ્છે તથા સત્ર વાઇઝ અલગ અલગ બે ફાઇલ્ મા બનાવેલ છે આ આયોજન ધોરણ 6થી8 માટે ના 


સામાજિક વિજ્ઞાન ,

ગણિત અને વિજ્ઞાન આ ત્રણ વિષયનુ છે જેમા ગણિત અને વિજ્ઞાન મા આ વર્ષથી  બદલાયેલ પાઠયપુસ્તક મુજબ આયોજન બનાવેલ છે 


દ્વિતિય સત્ર માટે અહિ ક્લિક કરો 





Nov 8, 2018

Photoshop Layer Menu

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા ફોટો શોપમા અલગ અલગ ટૂલબારની  સમજ મેળવી આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો

વ્હાલા સૌ વાચક મિત્રોને વિક્રમ સંવત ૨૦૭૫ ના નવા વર્ષની હાર્દિક સુભેચ્છા 

Happy New Year 


      આજે આપણે Adobe Photoshop નુ ત્રીજા નમ્બર નુ મેનુ એટલે Layer menu ની સમજ મેળવીસુ
Layer menu ની મદદથી Adobe Photoshop મા નવી લેયર ઉમેરવી ડિલિટ કરવી લિંક કરવી વગેરે જેવા લેયરને લગતા સુધારા વધારા કરી શકાય છે .

Layer menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે



Layer Menuના કુલ 26 સબમેનુ છે જેની સમજ નીચે મુજબ છે.


1.Newલેયર મેનુના આ ઓપસનની મદદથી નવી લેયર બનાવી સકાય છે જેમા બ્રેકગ્રાઉંડ તરીકે લેયર નવી લેયર તથા કોઇ ફોટામાથી કોપી કરીને કોપી કરેલા ભાગને લેયર તરીકે લઇ શકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


2.Duplicate Layer: લેયર મેનુના આ ઓપસનની મદદથી કોઇ પણ ફોટાની ડુપલીકેટ લેયર બનાવી સકાય છે હમેશા નવા ફોટા પર કાર્ય કરતી વખતે તેની ડુપ્લીકેટ લેયર બનાવી તેમા કાર્ય કરવુ જેથી ભુલ થાય તો ઓરીઝનલ ફોટો ખરાબ ના થાય.

3.Delete: લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી ઉમેરેલી લેયર હાઇડ કરેલી લેયર કે લિંક કરેલી લેયર ડિલિટ કરી સકાય છે આ ઓપસનથી જે લેયર સિલેક્ટ હસે તે લેયર ડિલિટ થસે. 

4.Layer Properties: લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી બનાવેલ તથા સિલેક્ટેડ લેયરની પ્રોપર્ટી જોઇ શકાય છે. 

5.Layer Style: લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી બનાવેલી કે સિલેક્ટ કરેલી લેયર પર અલગ અલગ સ્ટાઇલ કે ઇફેક્ટ આપી સકાય છે જેમકે પડછાયો બહારની સાઇડ લાઇન કોપી કરેલી લેયર તેમજ આપેલી તમામ ઇફેક્ટ દુર પણ કરી શકાય છે . જુઓ વધુ માહિતી માટે નીચેનુ ચિત્ર 


6.New Fill Layer:  લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી બનાવેલી કે સિલેક્ટેડ લેયર પર સોલીડ કલર ગાર્ડિયન કલર તથા અલગ અલગ પેટર્ન ઉમેરી સકાય છે. 

7.New Adjustment Layer:  લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી ઉમેરેલ કે સિલેક્ટ કરેલી લેયરનુ કર્વ બેલેંચ, કલર બેલેંચ, તથા બ્રાઇટ નેશ નુ સેટીંગ કરી શકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

8.Change Layer Content:  લેયર મેનુના આ ઓપસનની મદદથી ઉપરોક્ત સબમેનુ નંબર 6 અને 7 ની મદદથી જે સેટીંગ કરેલ હસે તે ચેંજ કરી સકાસે ઉપરોક બે માથી એક કે બન્ને સબમેનુનો ઉપયોગ કરેલ હસે તોજ આ મેનુ કાર્ય કરસે.વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

9.Layer Content Option: લેયર મેનુના આ ઓપસનની મદદથી Change Layer Content ની મદદથી છેલ્લે ક્યુ કન્ટેંટ ઉમેર્યુ તેની માહિતી જોઇ સકાય છે અને તેમા ફેરફાર કરી સકાય છે. 

10. Type:  લેયર મેનુના આ ઓપસનની મદદથી ફોટો શોપમા ટેક્ષટૂલની મદદથી લખેલ લખાણ આડુ ઉભુ તેમજ અલગ અલગ ઇફેક્ટ આપી સકાય છે.આ ઓપસન ટેક્ષટૂલની મદદથી લખાણ લખેલ લેયર પરજ કાર્ય કરસે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર  

11.Rasterize: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ લેયરને રાસટ્રાઇઝ કરી શકાય છે એકવાર લેયર કે ફોટાને રાસ્ટ્રાઇઝ કર્યા પછી તેમા સુધારા વધારા થઇ શકતા નથી માટે ફોટો કે લેયર સંપુર્ણ બન્યા પછી જરૂર જણાઇ તોજ આ મેનુનો ઉપયોગ કરવો.

12.New Layer Based Slice: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ લેયરના સ્લેચ એટલે કે નાના નાના ભાગ કરી શકાય છે. 

13.Add Layer Mask :  લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ લેયર કે ફોટા પર માસ્ક લગાવી સકાય છે જેમ ડોકટર કે નર્શ મો પર માસ્ક પહેરે છે તેવી રીતે ફોટા કે લેયર પર માસ્ક લગાવી સકાય છે ફોટા પર માસ્ક લગાવવાથી ફોટા પર એક કવર ચઢી જાય છે અને ફોટો દેખાતો બંધ થઇ. 

14.Enable Layer Mask:  લેયર મેનુના આ ઓપસનની મદદથી જે તે ફોટા કે સિલેક્ટ કરેલ લેયર પરથી ચઢાવેલ લેયર માસ્ક ઇનેબલ કરીને તેને દુર કરી શકાય છે. 

15.Add Vector Mask:  લેયર મેનુના આ ઓપસનની મદદથી લેયર માસ્કની જેમ સિલેક્ટેડ લેયર કે ફોટા પર વેક્ટર માસ્ક ચઢાવી સકાય છે તથા તેને ડિલિટ પણ કરી શકાય છે. 

16.Enable Vector Mask: લેયર મેનુના આ ઓપસનની મદદથી વેક્ટર માસ્કને ઇનેબલ કરી શકાય છે. 

17.Group Linked: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ કરેલી અને લિંક કરેલી લેયર નુ એક ગ્રુપ બનાવી શકાય છે તથા તેનુ પ્રીવ્યુ જોઇ સકાય છે. 

18.Ungroup: લેયર મેનુના આ ઓપસનની મદદથી ગ્રુપ કરેલ સિલેક્ટેડ લેયર કે ફોટાને અનગ્રુપ કરી શકાય છે. 

19.Arrange: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટ કરેલી લેયરને એકબીજા ઉપર નીચે વચ્ચે આડી ઉભી જમણી કે ડાબી બાજુ વગેરે મુજબ ગોઠ્વી સકાય છે. 

20.Align Linked: લેયર મેનુના આ ઓપસનની મદદથી લીંક કરેલી લેયરને આડી ઉભી ઉપર નીચે ડાબી જમણી ગોઠવી સકાય છે.

21.Distribute Linked: લેયર મેનુના આ ઓપસનની મદદથી લિંક કરેલી લેયરને આડી ઉભી ઉપર નીચે ગોઠવીને ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય છે. 

22.Lock All Linked Layers: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટ કરેલ અને લિંક કરેલી લેયરને લોક કરી શકાય છે. લોક કર્યા પછી તમે જે ઓપસન અથવા બધા ઓપસન લોક કર્યા હસે તેમા કોઇ ફેરફાર કરી સકાસે નહિ ફેરફાર કરવા ફરીથી આ મેનુની મદદથી લેયરને અનલોક કરવી પડસે.

23.Merge Layers: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ કે લીંક કરેલી લેયરને ભેગી કરી શકાય છે લીંક કરેલી કે સિલેક્ટેડ લેયરને ભેગી કરવાથી બધી લેયરની એક લેયર બની જસે.  

24.Merge Visible: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ કે લીંક અથવા બધી લેયરને વિજ્યુબલ કરી સકાય છે. જેની શોર્ટ્કટ કી shift+Ctrl+E છે.

25.Flatten Image: લેયર મેનુના આ ઓપસનની મદદથી ફોટાને ફ્લેટર્ન કરી સકાય છે અને હાઇડ કરેલી તમામ લેયર દુર કરી સકાય છે. 

26.Matting:  લેયર મેનુના આ ઓપસનની મદદથી કોઇ પણ ફોટો પીક્ષલથી બને હોય છે જેમા બહારની સાઇડના તથા બ્લેક પીક્ષલ અને સફેલ પીક્ષલને મેટીંગ એટલે દુર કરી ફોટા સાથે મેચ કરી સકાય છે. 


અહિ Adobe Photoshop નુ Layer  મેનુ પુરુ થાય છે આશા છે કે Adobe Photoshop નુ Layer મેનુઆપને પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે આમછતા કોઇ પ્રશ્ન હોય તો જણાવવા વિનંતી
આભાર 

Oct 21, 2018

PSE,SSE,NTSE Hall Tikit 2018

નમસ્કાર 
    વાચક મિત્રો 

ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2018/19 મા ધોરણ 6 ધોરણ 9 અને ધોરણ 10 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કોલર્શિપ માટેના ઓનલાઇન ફોર્મ ભરેલ વિધાર્થીઓ માટેની શિષ્યવ્રુતિ પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઇન ડાઉનલોડ થવાની ચાલુ થઇ ગયેલ હોઇ ફોર્મ ભરેલ વિધાર્થીઓએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવી 

PSE ધોરણ 6 પરીક્ષા તારીખ ૨૮/૧૦/૨૦૧૮
SSE ધોરણ 9 પરીક્ષા તારીખ ૨૮/૧૦/૨૦૧૮
NTSE ધોરણ 10 પરીક્ષા તારીખ ૦૪/૧૧/૨૦૧૮

હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તેની ઓફિસિયલ સાઇટ http://45.127.101.141:8088/Index.html
પર જઇ Print Hall Ticket પર ક્લિક કરી ખુલતા ઓપસન મા ધોરણ 6 માટે PSE ધોરણ 9 માટે SSE અને ધોરણ 10 માટે NTSE માથી યોગ્ય ઓપસન પર ક્લિક કરી કંફર્મેશન નંબર અને જ્ન્મ તારીખ નાખી Submit પર ક્લિક કરી ખુલ્તા મેનુમા Print પર ક્લિક કરી પ્રીંટ કાઢી સકાસે અને Expert To PDF પર ક્લિક કરી PDF મા સેવ કરી સકાસે


ધોરણ 6,9 અને 10 માટેની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો  

વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્ર