નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા બેજિક અંગ્રેજી વ્યાકરણ ભાગ-1 ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે અંગ્રેજી વ્યાકરણ ભાગ-2 આર્ટીકલ ની માહિતિ મેળવીએ
(1) આર્ટીકલ A,An અને The
(A)આર્ટીકલ A અને An
નિયમો
(1) વાક્ય જ્યારે એક વચનમા હોય
ત્યારે A અથવા An નો ઉપયોગ થાય છે.
(2) વાકયની શરૂઆત જ્યારે
અંગ્રેજી સ્વર(A,E.I.O,U) થી થતી હોય અને ઉચ્ચાર પણ સ્વર થતો હોય તથા
વાકયની શરૂઆત વ્યજનથી થતી હોય પરંતુ ઉચ્ચાર સ્વર થતો હોય ત્યારે આર્ટીકલ An વપરાયછે. દા.ત.An
Apple ,
An M.A.Student
(3) વાક્યની શરૂઆત વ્યંજન થી
થતી હોય અને ઉચ્ચાર વ્યંજન થતો હોય ત્યારે આર્ટીકલ A વપરાય છે. દા.ત. A Cow , A pen
(4) વસ્તુ ગણી ન સકાય તેની આગળ A અથવા An આર્ટીકલનો
ઉપયોગ થતો નથી
(5) સગા સંબંધી કે કોઇ વ્યકિતના નામ સાથે આર્ટીકલ A અથવા
An નો ઉપયોગ થતો નથી
(B) આર્ટીકલ The
નિયમો :
(1) મોટાભાગે વાક્ય જ્યારે બહુ વચનમા હોય ત્યારે આર્ટીકલ The નો ઉપયોગ થાય છે.
(2) સમગ્ર જાતિ કે વર્ગ અથવા કોઇ સમુહ માટે આર્ટીકલ The નો ઉપયોગ થાય છે.
(3) કુદરતી વસ્તુના નામ સાથે આર્ટીકલ The વપરાય છે. દા.ત.The Hill ,The
Reaver
(4) ધર્મગ્રંથ કે ધાર્મિક પુસ્તકની સાથે આર્ટીકલ The વપરાય છે. દા.ત. The Ramayan ,
Tha Gita
(5) કોઇ ચોક્ક્સ કે નિશ્વિત વસ્તુ દર્શાવવા આર્ટીકલ The વપરાય છે. દા.ત. The Earth, The
Moon
(6) વર્તમાનપત્રોના નામ સાથે આર્ટીકલ The નો ઉપયોગ કરવામા આવે છે.
(7) સંગીતના સાધનો ,તારીખ તથા વૈજ્ઞાનિક શોધની આગળ આર્ટીકલ The વપરાય છે. દા.ત. The table,The 1st
may, the Televition
(8) શરીરના ભાગો,ભોજનના નામ,તહેવાર ,રજાના નામ
વગેરેની સાથે આર્ટીકલ The વપરાય છે.
(9) વ્યકિત , ગામ, તાલુકા, જિલ્લા અને
દેશના નામ સાથે આર્ટીકલ The નો ઉપયોગ કરવામા આવતો નથી
(અપવાદ બાદ કરતા)
(10) કોઇ વિષય, રોગો,ભોજનની સામગ્રી, દિવસો,મહિના ,રમત ગમતના નામ વગેરે સાથે આર્ટીકલ The નો ઉપયોગ નથી થતો.
(11) ‘S એફોસ્ટ્રોફી એસ
‘S એફોસ્ટ્રોફી એસનો અર્થ નો,ની,નુ,ના થાય છે જે માલિકીના સુચક
તરીકે વપરાય છે કોઇ પણ વસ્તુ કોઇ વ્યક્તિની છે તે દર્શાવવા જે તે વ્યક્તિ કે
વસ્તુના નામની સાથે ‘S એફોસ્ટ્રોફી એસ વપરાય છે.
દા.ત. This is Hiren’s Home ( આ હિરેનનુ ઘર છે.)
(12) વાક્ય રચના ( SVO સુત્ર )
અંગ્રેજીમા કોઇ પણ કાળમા
વાક્ય બનાવવા માટે સૌથી સરળ અને ઉપયોગી સુત્ર છે SVO (S=Subject એટેલે કે કર્તા ,V=Verb એટલે કે ક્રિયાપદ,
O=Object એટલે કે કર્મ અથવા અન્ય શબ્દો ) આ મુજબ કોઇ પણ કાળનુ વાક્ય
હોય પ્રથમ કર્તા આવે ત્યારબાદ કાળને અનુરૂપ ક્રિયાપદ આવે ત્યારબાદ કર્મ અથવા અન્ય
શબ્દ લખવામા આવે છે આ રીતે તમે કોઇ પણ વાક્યનુ અંગ્રેજી સરળતાથી કરી સકો છો.
વાક્ય રચના : S + V + O (કર્તા + ક્રિયાપદ + કર્મ/અન્ય શબ્દો )
દા.ત. હુ શિક્ષક છુ = I Am a Teacher (કર્તા I ક્રિયાપદ Am કર્મ Teacher અન્ય
શબ્દો A (આર્ટીકલ)
હુ કાલે અમદાવાદ જઇશ = I shall go amadavad tomorrow
S +
V + O
તમે કાલે ઘરે હતા = You were home yestarday
S + V + O