4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Aug 17, 2022

34% DA PRIPTR 17-8-2022

 નમસ્કાર

વાચક મિત્રો

આજે આપણે 34% da નો પરિપત્ર જોઈએ

પરિપત્ર તારીખ 17-08-2022

અમલ 01-01-2022 થી 3%વધારો કુલ 34%

પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Registration mate નીચેના ફોટા પર ક્લિક કરો



Chorome browser triks

નમસ્કાર

   વાચક મિત્રો

આજે આપણે વેબસાઈટ ટ્રીક્સ તથા એક એપ્લિકેશન ની માહિતી જોઈએ

Google Chrome માં કામ કરતી વેળા ભુલથી Chrome બંધ થઈ જાય કે લાઈટ જાય અને ફરીથી એ જ Tabs ઓપન કરવા હોય તો chrome ખોલીને ctrl +shift +T દબાવવાથી છેલ્લે જ્યાં જેટલા Tab ચાલુ હતા એ reopen થઈ જશે.

POWER Of YOUTAG                            Business प्लान को ज्वाइन करने के लिए नीचे दिए गए लिंक पर क्लिक 

https://t.co/7BUYnxSbvn


Sponcer I'd = 1519329


Note:-एप्लीकेशन डाउनलोड करने के बाद में कस्टमर और डिस्ट्रीब्यूटर ऑप्शन आएंगे उसमें से डिस्ट्रीब्यूटर पर जाकर रजिस्टर करें



Jul 6, 2022

masik ayojan std 6to8

 

નમસ્કાર     

     વાચક મિત્રો 

શિક્ષકમિત્રોને ઉપયોગી એવુ વાર્ષિક આયોજન અહિ PDF  સ્વરૂપે મુકેલ છે આ આયોજનમા માસવાર અભ્યાસ ક્રમ ની ફાળવણી કરવામા આવેલ છે. તથા પ્રથમ સત્ર વાઇઝ  ફાઇલ્ મા બનાવેલ છે આ આયોજન ધોરણ 6થી8 માટે તમામ વિષયનુ એક્જ ફાઇલમા બનાવેલ છે આપ જે વિષય ભણાવતા હોય તે વિષયની પ્રીંટ કાઢવી  જેમા સામાજિક વિજ્ઞાન મા આ વર્ષથી  બદલાયેલ પાઠયપુસ્તક મુજબ આયોજન બનાવેલ છે 


પ્રથમ સત્ર માટે બધાજ વિષય માટે અહિ ક્લિક કરો



Jun 29, 2022

Abhyaskram Falvani

 

નમસ્કાર 

     વાચક મિત્રો 

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગાંધીનગર નુ વર્ષ 2022-23 માટેનુ ધોરણ 3 થી 8 ના શિક્ષકમિત્રોને ઉપયોગી માસવાર અભ્યાસક્રમ ફાળવણી નુ ફોર્મેટ અહિ મુકેલ છે.




Jun 6, 2022

What is persntile rank

નમસ્કાર

    વાચક મિત્રો

આજે આપણે પર્સેંન્ટાઇલ રેન્ક વિશે વિસ્તારથી માહિતી લઈએ.

પર્સૅન્ટાઇલ રેન્ક એટલે શું ?


છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પદ્ધતિની સાથે પરિણામની પદ્ધતિ પણ બદલવામાં આવી છે. જેમાં અગાઉ બોર્ડના પરિણામોમાં વિદ્યાર્થીઓનું પર્સેન્ટેજના આધારે મૂલ્યાંકન કરવામાં આવતું હતું. પરંતુ હવે પર્સેન્ટેજની સાથે પર્સેન્ટાઈલનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. જેના કારણે વાલી અને વિદ્યાર્થીઓમાં પર્સેન્ટાઈલના મૂલ્યાંકનની પદ્ધતિમાં મૂંઝવણ વધી રહી છે, ત્યારે બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં રજૂ કરવામાં આવેલી પર્સેન્ટાઈલની પદ્ધતિને સમજવાનો પ્રયાસ કરીએ

ટકાવારી કરતા થોડી અલગ
પર્સેન્ટાઈલ રેન્ક વિદ્યાર્થીઓના એક વર્ગના દેખાવની મૂલવણી કરવાની જુદી પદ્ધતિ છે. જે પરંપરાગત ટકાવારી પદ્ધતિથી થોડી જુદી પડે છે. પ્રચલિત ટકાવારીની પદ્ધતિ મુજબ, વિદ્યાર્થીએ મેળવેલ ગુણને વિષયની સંખ્યા સાથે ભાગતા જે આંક આવે તેને ટકાવારી તરીકે ઓળખવાની પ્રથા અમલમાં હતી. જ્યારે હવે પર્સેન્ટાઈલ પદ્ધતિનો અમલ થાય છે.

આ રીતે થાય છે પર્સેન્ટાઈલની ગણતરી
પર્સેન્ટાઈલ રેન્કની ગણતરી અંગે વાત કરીએ તો કોઈ એક મૂલ્યાંકનમાં X માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ આખા સમૂહમાં કેટલા વિદ્યાર્થીઓ કરતા આગળ છે, એટલે કે રેન્કના ક્રમમાં તેમના કરતા કેટલા વિદ્યાર્થીઓ છે, તેની તુલના 100 ટકાના સ્કેલમાં કરવાની રહે છે. તેને થોડી સરળ રીતે સમજીએ તો કેટલાક વિદ્યાર્થીઓએ 500માંથી 473(x) ગુણ પ્રાપ્ત કર્યા હોય અને 0થી 472 ગુણ પ્રાપ્ત કરનારની સંખ્યા 95,000(L) હોય અને કુલ વિદ્યાર્થી સમૂહ 100,000(n) હોય તો 472 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની પર્સેન્ટાઈલ રેન્ક 95000ને 100,000 વિદ્યાર્થીઓ સાથે ભાગતા 0.95 અને તેને 100 સાથે ગુણતા 95નો આંક પ્રાપ્ત થાય છે. જેને સરળ ભાષામાં સમજીએ તો 473 માર્ક્સ મેળવનારા વિદ્યાર્થી કુલ વિદ્યાર્થીઓના ટોપ 5 ટકા વિદ્યાર્થીઓમાં આવે.
 પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું ?
    પર્સેન્ટાઇલ રેન્ક દરેક ઉમેદવારની અન્ય ઉમેદવારોની સરખામણીમાં રેન્ક દર્શાવે છે. પર્સેન્ટાઇલ રેન્ક એટલે જે તે વિધાર્થીનું સ્થાન અન્ય વિધાર્થીના પ્રમાણમાં શું છે તેનું માપ. દા.ત. જે વિધાર્થીને ૯૫ percentile મળેલ હોય, તો તે એ દર્શાવે છે કે આ વિધાર્થીનું પરીક્ષામાં કુલ બેઠેલના વિધાર્થીઓમાં પાંચ ટકા ( ૧૦૦ – ૯૫ ) ઉમેદવારો પછી તરત આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ વિધાર્થી અન્ય ૯૫% ટકા ઉમેદવારો કરતાં આગળ છે. જો ઉમેદવારોની કુલ સંખ્યા લઇએ તો તરત દરેકને પોતાનો નંબર સંપૂર્ણ લીસ્ટમાં કેટલામો છે તે ખબર પડી શકે, જેમકે કુલ ઉમેદવારોની સંખ્યા જો ૧ લાખની હોય તો આ ઉમેદવારોનો રેન્ક તેમાં લગભગ ૫૦૦૦ આસપાસનો થાય . એટલે કે આ વિધાર્થી ટોપ ૫૦૦૦ વિધાર્થીમાં આવે છે તેમ ગણી શકાય.
 પર્સેન્ટાઇલ પધ્ધતિનો ફાયદો શું છે?
        પહેલાં બોર્ડ ધ્વારા માત્ર ૧ થી ૧૦ ના રેન્ક આપવામાં આવતા હતાં તેની જગ્યાએ હવે પર્સેન્ટાઇલ રેન્ક આપવાથી દરેક વિધાર્થી પોતાનાં અંદાજીત રેન્ક જાણી શકશે. એડમીશન મેળવવા માટે પરસેન્ટેજ કેટલા મળ્યા તે તો મહત્વનું છે પણ જયારે બીજા સાથે સ્પર્ધા હોય ત્યારે મારું સ્થાન અન્યની સરખામણીમાં કેટલું છે તે વધુ મહત્વનું છે. માન લો વિધાર્થીને પરસેન્ટેજન માત્ર ૫૫ % મળેલ હોય પરંતુ તેનો પરસેન્ટાઇલ રેન્ક કુલ રૃપમાં બેઠેલ વિધાર્થીઓમાં ૭૫ % હોય તો તેનો અર્થ એ થાય કે એ વિધાર્થીનો સમાવેશ ટોપ ૨૫% વિધાર્થીમાં થાય છે. આ પ્રકારે પરસેન્ટાઇલ રેન્કના આધારે વિધાર્થીને પોતાને ખબર પડી શકશે કે પોતાને કઇ કોલેજમાં એડમીશન મળવાની શકયતા છે.

 પર્સેન્ટાઇલ રેન્કની ગણતરી કેવી રીતે થાય છે 
      આ માટેની ફોર્મ્યુલા નીચે મુજબની છે.

પર્સેન્ટાઇલ રેન્ક = આ ઉમેદવારોની નીચે આવતા ઉમેદવારોની સંખ્યા ૪ ૧૦૦ કુલ બેઠેલા ઉમેદવારોની સંખ્યા પરસેન્ટાઇલ રેન્કના આધારે તમારો રેન્ક કેવી રીતે નકકી કરી શકાય?

ગણવાની રીત
પર્સેન્ટાઈલ રેન્ક=L/n x100
જ્યાં x= જે ગુણ સંખ્યા પર પર્સેન્ટાઈલ રેન્ક કાઢવાની હોય છે તે
L=0થી x-1 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યાn= સમૂહમાં આવરી લેવાયેલા તમામ વિદ્યાર્થીઓની સંખ્યા.



કયા કયા વિદ્યાર્થીઓને સમાવવામાં આવે છે.
પર્સેન્ટાઈલ રેન્કની ગણતરી કરવામાં નિયમિત, ખાનગી અને પુનરાવર્તિત (વિષય મુક્તિ સિવાય તમામ વિષયમાં ઉપસ્થિત રહેલા) વિદ્યાર્થીઓ પૈકી બોર્ડ દ્વારા લેવામાં આવેલી છ વિષયોની પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોના સ્કોરને ધ્યાનમાં લેવામાં આવે છે.